Rakshabandhan 2023 : રક્ષાબંધન બાદ રાખડીનું શું કરશો? જાણી લો રાખડી સાથે જોડાયેલા વાસ્તુ નિયમ
Rakshabandhan 2023 : ભાઇ અને બહેનના પ્રેમ અને વિશ્વાસનો પાવન પર્વ એટલે રક્ષાબંધન. શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના પર્વના દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રાખડી બાંધે છે, અને તેના ભાઇની રક્ષા માટે પ્રાર્થના કરે છે. આ સાથે ભાઇ બહેનને યથાશક્તિ ભેટ પણ આપે છે.
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ મનાવવામાં આવશે. શ્રાવણ પૂર્ણિમાની તારીખ 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે, પરંતુ ભાદ્રાના કારણે 30 અને 31 ઓગસ્ટ બંનેએ રાખડી બાંધી શકાશે.

એવું માનવામાં આવે છે કે, રાખડી બાંધવા અને ઉતારવા સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાખડી બાંધવા અને ઉતારવાના નિયમો શું છે?
રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું?
રક્ષાબંધન બાદ રાખડી ઉતારીને અહીં-ત્યાં ફેંકવી જોઈએ નહીં. તેનાથી ભાઈ-બહેનના સંબંધો પર વિપરીત અસર પડી શકે છે. બહેન તેના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, તે તહેવાર પછી પણ સુરક્ષિત રાખવું જોઈએ.
રક્ષાબંધન બાદ રાખડીને ભાઈએ રાખડીને કાળજીપૂર્વક ઉતારી લેવી અને તેને લાલ રંગના કપડામાં રાખવી જોઇએ. તેને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ-બહેનને લગતી વસ્તુઓ જેવી કે ચિત્રો કે રમકડાં રાખવામાં આવે. આ રાખડીને આગામી રક્ષાબંધન સુધી સાચવીને રાખો અને નવી રાખડી બાંધ્યા બાદ તેને પાણીમાં વહેવા દો, આમ કરવાથી ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે.
તૂટેલી રાખડીનું શું કરશો - જો રાખડી ઉતારતી વખતે તૂટી ગઈ હોય તો તેને રાખવી જોઈએ નહીં. તૂટેલી રાખડીને ઝાડ નીચે રાખવી જોઈએ અથવા પાણીમાં અર્પણ કરવી જોઈએ. આ કરતા સમયે એક રૂપિયાનો સિક્કો સાથે રાખો અથવા તેને પ્રવાહિત કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
