આ રાશિના લોકો બને છે કરોડપતિ, જાણો તમારી રાશિ વિશે..

Posted By:
Subscribe to Oneindia News

દુનિયામાં દરેક વ્યકિત કરોડપતિ બનવાનું સ્વપ્ન જુએ છે. કેટલાક લોકો કરોડપતિ બની જાય છે, પણ કેટલાક લોકોનું સપનું પૂરું થઈ શકતુ નથી. ઘણા લોકો પોતાના કર્મ પર વિશ્વાસ કરે છે જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે કરોડપતિ બનવા માટે કિસ્મતનું સાથે હોવું અત્યંત જરૂરી છે. કેટલાક જ્યોતિષોના કહેવા પ્રમાણે કેટલીક ખાસ રાશિના લોકો જ કરોડપતિ બને છે. દુનિયાના પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝીને જ્યારે થોડા સમય પહેલા અરબોપતિની યાદી જાહેર કરી હતી ત્યારે તેમાંથી સામે આવ્યુ કે એક ખાસ રાશિના લોકો સૌથી વધુ પૈસાવાળા હતા. જાણો ફોર્બ્સ પ્રમાણે આ રાશિ કઈ છે?

કુંભ રાશિના લોકો બને છે કરોડપતિ

કુંભ રાશિના લોકો બને છે કરોડપતિ

રાશિને આધારે જોઈએ તો કુંભ રાશિના લોકો અરબોપતિની લિસ્ટમાં સૌથી પહેલુ સ્થાન ધરાવે છે. ફોર્બ્સ જાહેર કરેલી યાદીમાં કુંભ રાશિના કરોડપતિની સંખ્યા આશરે 12. 5 ટકાની આસપાસ છે. સર્વેમાં એક બીજી વાત સામે આવી છે. સર્વે પ્રમાણે કુંભ રાશિના લોકો બીજી રાશિના લોકોની સરખામણીએ વધુ સ્વતંત્ર રીતે રહેવું પસંદ કરે છે. જ્યોતિષ પ્રમાણે કુંભ રાશિના લોકોમાં સૌથુ વધુ મૌલિકતા જોવા મળે છે.

બીજી છે વૃષભ રાશિ

બીજી છે વૃષભ રાશિ

કુંભ રાશિ બાદ બીજા નંબરે આવે છે વૃષભ રાશિ. ફોર્બ્સ દર વર્ષે પૈસા દુનિયાના સૌથી પૈસદાર લોકોનુ લિસ્ટ બહાર પાડે છે. જેમાં ગુજરાતના પણ ઘણા વેપારીઓ તેના લિસ્ટમાં આગળ હોય છે. તેના આ લિસ્ટ પ્રમાણે કુંભ રાશિ બાદ વૃષભ રાશિના આશરે 10.3 ટકા લોકો કરોડપતિ બને છે.

મકર રાશિ- સિંહ રાશિ

મકર રાશિ- સિંહ રાશિ

ફોર્બ્સના સર્વે મુજબ ઉપરોક્ત બંને રાશિ બાદ ત્રીજો નંબરે આવે છે મકર રાશિ. ફોર્બ્સ પ્રમાણે આ રાશિના 10 ટકા લોકો કરોડપતિ જણાયા છે અને એ બાદ અબજોપતિની યાદીમાં અંતે આવે છે સિંહ રાશિના જાતકો. જે મુજબ 9.8 ટકા લોકો છે કરોડપતિ.

ફોર્બ્સ સર્વે

ફોર્બ્સ સર્વે

ફોર્બ્સના સર્વેમાં જાણવા મળ્યુ છે કે વર્ષ 1996થી વર્ષ 2015 સુધી દરેક વર્ષે 100 દુનિયાના પૈસાદાર લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. તેમાંથી આ વાત જાણી શકાઈ છે કે આ રાશિ ધરાવતા જાતકોના નામ સૌથી વધારે વખત લિસ્ટમાં આવ્યુ છે.

English summary
zodiac signs billionaires know your zodiac. read to rashi and richiness

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.