13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું રાશિફળ: અનુજ કે શુક્લ

મેષ- સમયની દોડાદોડમાં આપ પોતાની જાતને ભૂલતાં જાઓ છો. તેથી નજીકના લોકો સાથે અંતર વધી રહ્યો છે. માનસિક અવરોધો દૂર કરવાનો માત્ર એક ઉપાય છે. તે છે આપ પોતાના દરેક સુખ-દુઃખ જીવનસાથી જોડે શૅર કરો. કેટલાંક જાતકોનું મન યૌગિક ક્રિયાઓ પ્રત્યે આકર્ષાશે. નવા લોકો સાથે સંબંધ બનાવતા અગાઉ તેમનું નિરીક્ષણ-પરીક્ષણ જરૂર કરો. મહિલાઓ ઘરેલુ કાર્યો અંગે ચિંતિત રહી શકે છે.
આજીવિકા-રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે આ સપ્તાહ લાભની પ્રતીતિ કરાવશે.
શુભ મુહૂર્ત-શનિવાર સવારે 5.50થી 7.30 વાગ્યા સુધી.
ગુરુ મંત્ર - પૂર્ણિમાનું વ્રત રાખો.
વૃષ-આ સપ્તાહ આપ તેવા કાર્યો પ્રત્યે ખાસ ધ્યાન આપો કે જે અધૂરા અને જરૂરી છે. પરિવારની વિવિધ જરૂરિયાતો પ્રત્યે મન ચિંતિત રહી શકે. નવા લોકોને રોજગારની વિવિધ તકો મળશે. નવી યોજનાઓ માટે કરાયેલ રોકાણ લાભદાયક સાબિત થશે. યાત્રાદિમાં પોતાના સામાનની પોતે સુરક્ષા કરવાની જરૂર જણાય છે. ધન સાથે સંબંધિત બાબતોમાં જોખમ ખેડવાનો યોગ્ય સમય છે. મહિલાઓ પોતાના ક્રોધને ઊર્જામાં બદલવાનો પ્રયત્ન કરે.
આજીવિકા-ભૂમિ તેમજ પ્રૉપર્ટી સાથે જોડાયેલા લોકો માટે આ સપ્તાહ શુભ રહેશે.
શુભ મુહૂર્ત-શુક્રવાર બપોરે 3.10થી સાંજે 5.30 સુધી.
ગુરુ મંત્ર-માતાનો આશીર્વાદ લો.
મિથુન- આ સપ્તાહ આવકની અપેક્ષા ખર્ચ વધી શકે. ફળસ્વરૂપે આપનું ઘરેલુ બજેટ બગડી શકે છે. ગરીબોની ગરીબાઈ જોઈ આપનું મન ઉદ્વેલિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સહકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે. રોજગાર શોધતા લોકોને કોઈ તક મળી શકે, પરંતુ જે મળે તેનાથી શરુઆત કરવામાં હોંશિયારી છે. મહિલાઓના સ્વભાવમાં ખિન્નતા આવી શકે.
આજીવિકા-સફેદ વસ્તુઓનો વ્યવસાય કરતાં લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.
શુભ મુહૂર્ત-સોમવાર રાત્રે 10.30થી 11.30 વાગ્યા સુધી.
ગુરુ મંત્ર-ગણેશ સ્રોતનું વાંચન કરો.
કર્ક- સમય સાથે ચાલવાની આદત નાંખી લો, નહિંતર જ્યાં છો, ત્યાં જ રહેશો. પરિવર્તનની હવા વહે છે. માટે આપ સચેત અને હકારાત્મક રહો. મિત્રો સાથે મનોરંજનની તકો ઉપલબ્ધ બનશે. ઘરેલુ ખર્ચાઓ વધવાની શક્યતા છે. પારિવારિક કાર્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું જ પડશે. વિદ્યાર્થીઓ પોતાની જરૂર મુજબ જ નાણાં ખર્ચે, તે સારૂં રહેશે. મહિલાઓને હિતેચ્છુકો મળશે, પરંતુ તેમનાથી અંતર જાળવી રાખવામાં જ સમજદારી છે.
આજીવિકા-કૉર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલા લોકો માટે આ સપ્તાહ થોડોક લાભકારી રહેશે.
શુભ મુહૂર્ત-મંગળવાર સવારે 11.22થી બપોરે 1.30 સુધી.
ગુરુ મંત્ર-ગાયત્રી મંત્રનું જાપ કરો.
સિંહ- આ અઠવાડિયે સમજી-વિચારીને નિર્ણય લેવાથી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. કોઇના પ્રત્યે વૈમનસ્ય પૂર્ણ સ્વભાવ રાખવાથી તમને નુક્સાન થઇ શકે છે. નવયુવક પોતાના કાર્યોને લઇને અસમંજસની સ્થિતિમાં રહેશે. જે મળે તેને હર્ષ પૂર્વક સ્વિકારો, તેમાં જ આનંદની અનુભૂતિ થશે. મહિલાઓ અસુરક્ષાના ભયથી ચિંતિત રહેશે. સ્વાસ્થ્યમાં નબળાઇ આવવાની શંકાઓ છે.
આજીવીકા- મેડિકલમા વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે.
શુભ મૂહૂર્ત- શનિવાર સાંજે 4.00 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી.
ગુરુ મંત્ર- કાળી સ્ત્રોતના પાઠ કરો.
કન્યા- આ અઠવાડિયે તમે કોઇ એવા કામ ના કરો જેનાથી સમાજ તમને અવગણે. કેટલાક લોકોની આવશ્યક્તાઓ પૂરી થશે જેનાથી તેમના મનમાં આશાવાદી વિચારો ઉદભવશે. કેટલાક સંબંધોને લઇને મન પરેશાન રહી શકે છે. રોજી અને રોજગાર સાથે જોડાયેલા મામલાઓમાં સફળતા મળી શકે છે. મહિલાઓ ઘરેલું કામને લઇને તણાવગ્રસ્ત રહી શકે છે.
આજીવીકા- ખાનગી કર્મચારીઓ માટે આ ઉત્સાહ સંઘર્ષભરી સાબિત થશે.
શુભ મૂહૂર્ત- બુધવારે અપરાન્હ 2.11થી 3.30 વાગ્યા સુધી.
ગુરુ મંત્ર- આમળાનું સેવન કરો.
તુલા- તમે તમારી યોગ્યતા અનુરૂપ કાર્ય કરશો તો સફળતાના ભયથી ચિંતિત નહી રહો. તેથી પહેાલ તમે તમારી જાતને ઓળખો અને ત્યાર બાદ જ કોઇ નિર્ણય કરો. ધન, પદ, પ્રતિષ્ઠા બધું મળશે પરંતુ તેની રાહ જોવી પડશે. કારણ કે જેટલી મોટી સફળતાં, તેટલું મોટું સંઘર્ષ કરવાની જરૂર છે. મહિલાઓ જોખમ ભરેલા કાર્યોથી દૂર રહે તો સારું રહેશે.
આજીવીકા- વિમા કંપનીઓ સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું સારુ રહેશે.
શુભ મૂહૂર્ત- રવિવાર પ્રાતઃ 10.43થી 12.30 સુધી.
ગુરુ મંત્ર- ગર્મ દૂધનું સેવન કરો.
વૃશ્વિક- આ સપ્તાહ તમે તમારા કાર્યો પ્રત્યે સાવધાન રહો નહીંતર કોઇ નુક્સાન પહોંચી શકે છે. જો કોઇ સુધરી રહ્યું હોય તો, તેને સુધરવાનો પ્રયત્ન કરો. કેટલાક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહીના કરે નહીંતર ઘણા કષ્ટ ઉપાડવા શકે છે. મહિલાઓ પોતાના જીવન સાથી તરફથી જેટલી આશાઓ રાખશે તેટલી જ પરેશાની થશે. આજીવીકા- ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો સમજી-વિચારીને રોકાણ કરે.
શુભ મૂહૂર્ત- ગુરુવારે અપરાન્હ 4.50થી 7.10 સુધી.
ગુરુ મંત્ર- આદુનું સેવન કરો.
ધનુ- માનસિક રીતે આપ નબળા ના પડો. કારકિર્દીની દીશામાં પ્રગતિ થતા રુકાવટ થઇ શકે છે. બિનસરકારી સંગઠનો સાથે જોડાયેલા લોકો પૂરી ઇમાનદારી સાથે પોતાના કાર્યમાં લાગ્યા રહે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર આર્થિક વ્યય વધી શકે છે. મહિલાઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત થઇ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાળવણી રાખે.
આજીવિકા- પ્રશાસન સાથે જોડાયેલા લોકેએ જરા સાવચેત રહેવાની જરૂર છે.
શુભ મુહૂર્ત- મંગળવારે સાંજે 4.30થી 6.10 સુધી.
ગુરૂમંત્ર- ગજેન્દ્ર મોક્ષનું પઠન કરવું.
મકર- આ અઠવાડિયે આપને કેટલાંક કાર્યક્રમોમાં ભાગ લેવો પડે, જેના દ્વારા આપના નવા સંબંધ સ્થપાય. કેટલાંક લોકો પારિવારિક સંબંધને લઇને ચિંચિચ રહી શકે છે, પરંતુ તેમના માટે ચિંતા કરવાની કોઇ જરૂર નથી, કારણ કે તેમનું સમાધાન સમય કરશે. અધ્યયનના કાર્યોમાં વિશેષ રસ રહે. વિદ્યાર્થીઓ પોતાના મૂળ કર્તવ્ય પર ધ્યાન આપે. મહિલાઓ ઓફિસની રાજનીતિમાં નહીં પડીને પોતાના કામથી કામ રાખે.
આજીવિકા- વકિલાત સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયુ સારુ રહે.
શુભ મુહૂર્ત- બુધવાર સાંજે 5.10 થી 7.30 સુધી.
ગુરુ મંત્ર- હનુમાનષ્ટકનું પઠન કરવું.
કુંભ- દરેક કાર્યમાં ખામી કાઢવાના કારણે લોકો તમારાથી દૂર થવા લાગે, જે તમારા માટે હિતાવહ નથી. સમાજ અને સમય અનુસાર બદલાવવું અનિવાર્ય છે. કેટલાંક રચનાત્મક કાર્યોને લઇને મૂંઝવણમાં પડી શકો. દૂર-દૂરના લોકો સાથે મુલાકાત થઇ શકે છે. ઠંડી સામે પોતાની જાતને બચાવી રાખો, નહિંતર રોગોના ભોગ બની શકો છો. નાણાં આવશે, પરંતુ તે અગાઉ ખર્ચની યાદી તૈયાર થઈ જશે. મહિલાઓએ ફૂંકી ફૂંકી ચાલવાની જરૂર છે.
આજીવિકા-ખાંડ તથા મસાલા વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ સપ્તાહ આશાવાન રહેશે.
શુભ મુહૂર્ત-સોમવાર રાગ્યે 9.20થી 10.32 વાગ્યા સુધી.
ગુરુ મંત્ર-લક્ષ્મીજીની આરાધના કરો.
મીન- આ સપ્તાહ આપ રચનાત્મક કાર્યો પ્રત્યે ઉત્સાહિત રહેશો, પરંતુ ધ્યાન રાખો કે પોતાના મૂળ સ્વભાવમાં બદલાવ ના કરતાં, કારણ કે તે જ આપની ઓળખ છે. ઑફિસના કાર્યો પ્રત્યે મન ઉદાસીન રહી શકે છે, પરંતુ એમ કરતાં આપની પ્રગતિ બાધિત થઈ શકે છે. નાણાં આવશે, પરંતુ એટલી જ ઝડપથી જશે પણ. મહિલાઓએ સુખ તેમજ આનંદ અનુભવાશે.
આજીવિકા-ટ્રૉસપોર્ટિંગ કાર્ય કરનાર લોકો માટે આ સપ્તાહ સારું રહેશે.
શુભ મુહૂર્ત-રવિવાર સારે 8.12થી 10.35 વાગ્યા સુધી.
ગુરુ મંત્ર-બાલાજીનું ધ્યાન કરો.












Click it and Unblock the Notifications
