આ અક્ષરવાળા લોકો હોય છે ઉત્તમ પાર્ટનર, જાણો કેમ?

Posted By:
Subscribe to Oneindia News

તમે સાંભળ્યું તો હશે જ કે, તમારા નામનો પહેલો અક્ષર તમારા જીવન પર અસર કરે છે. નામનો પહેલો અક્ષર તમારા ગ્રહોની દિશા સુધા બદલી દે છે. જો તમે કોઈને પોતાનો જીવનસાથી બનાવવા ઈચ્છો છો અને તેનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તો જરા પણ મોડું કરશો નહિં. આ અક્ષરના વ્યક્તિનો સ્વભાવ અને તેના ગુણો કેવા હોય છે તે તેના નામના પહેલા અક્ષર પરથી જાણી શકાય છે. તો આજે અમે તમને 'એસ' શબ્દથી શરૂ થતા નામવાળા વ્યક્તિઓ કેવા હોય છે એ જણાવીશું. તો જાણો આ લકી અક્ષર વાળા વ્યક્તિ વિશે...

'એસ' અક્ષર વાળી વ્યક્તિ છે ઉત્તમ પાર્ટનર

'એસ' અક્ષર વાળી વ્યક્તિ છે ઉત્તમ પાર્ટનર

જો તમારા પાર્ટનરનું નામ 'એસ' અક્ષરથી શરૂ થતુ હોય તો આ વ્યક્તિમાં તે દરેક ખુબીઓ હોય છે. જે તમે તમારા પાર્ટનરમાં શોધી રહ્યા છો. જો 'એસ' અક્ષર વાળી વ્યક્તિ તમારી પાર્ટનર છે તો તેને જીવનસાથી બનાવવામાં જરાય મોડું કરશો નહિં. જીવનસાથી તરીકે 'એસ' અક્ષરથી શરૂ થતા નામવાળા વ્યક્તિ એકદમ યોગ્ય હોય છે.

બીજાની કદર કરનારા

બીજાની કદર કરનારા

'એસ' અક્ષર વાળા લોકો માત્ર જોવામાં આકર્ષક નથી હોતા પણ તેઓ મનથી પણ ઘણા સારા હોય છે. 'એસ' અક્ષર વાળા લોકો બીજાની કદર કરવાવાળા અને તેમની લાગણીઓનું સન્માન કરનારા હોય છે. તેઓ ભરોસાપાત્ર, વફાદાર અને વચનના પાકા હોય છે. કોઈને દગો દેતા તેમને આવડતુ નથી. એકવાર તેઓ તમારા મિત્ર બની જાય તો તેઓ જીવનભર તમારો સાથ નિભાવે છે.

રોમેંટિક સ્વભાવ

રોમેંટિક સ્વભાવ

જો તમારા પાર્ટનરનું નામ 'એસ' અક્ષરથી શરૂ થતુ હોય તો તમને જણાવવાની જરૂર નથી કે, તેઓ કેટલા રોમેંટિક સ્વભાવના હોય છે. તેઓ પોતાનો પ્રેમ મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેઓ પોતાની મેરેજ લાઈફને ખાસ બનાવવાનો પ્રયત્ન કરે છે અને જુદી જુદી ભેટ આપી તેના જીવનસાથીને હંમેશા ખુશ રાખે છે.

ગુસ્સો જલ્દી આવે છે

ગુસ્સો જલ્દી આવે છે

જો તમે એવા નસીબદાર લોકોમાંના એક છો જેમના પાર્ટનરનું નામ 'એસ' અક્ષરથી શરૂ થાય છે તો તેમની સાથે જીંદગી વિતાવવાનો નિર્ણય તરત જ લઈ લો. જો કે તેમનું નકારાત્મક પાસુ એ છે કે તેમને ગુસ્સો જલ્દી આવે છે, પણ તેમનો ગુસ્સો વધુ સમય સુધી ટકતો નથી. કારણ કે 'એસ' અક્ષર વાળા લોકો કોઈ વાતને મન પર લેતા નથી.

English summary
If the name of your partner starts with S letter, then that person will have all the features that you want in your partner. If a person with S letter is your partner then do not delay in making him a life partner

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.