Sankat Chaturthi 2023: આજે છે સંકટ ચતુર્થી વ્રત, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ
Sankat Chaturthi 2023: અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આજે સંકટ ચતુર્થી વ્રત છે. આ દિવસે ભગવાન ગણેશનો પ્રિય દિવસ બુધવાર હોવાથી બ્રહ્મ યોગ પણ બની રહ્યો છે. આ દિવસથી બુધ ગ્રહ પોતાની રાશિ બદલીને શુક્રની રાશિમાં પોતાનું સંક્રમણ શરૂ કરી રહ્યો છે.
ઘણા બધા શુભ યોગ-સંયોગો સાથે આ સંકટ ચતુર્થી વ્રત તમારા જીવનમાં અપાર સુખ, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ લઈને આવશે. અષાઢ માસની સંકટ ચતુર્થીને વર્ષની મોટી ચતુર્થીઓમાં સ્થાન મળ્યું છે. એટલા માટે આ વ્રત રાખવાથી દરેક રીતે સુખ-સમૃદ્ધિ વધે છે.

આ દિવસે વ્રત રાખીને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને રાત્રે ચંદ્રોદય પછી ઉપવાસ તોડવામાં આવે છે. ચંદ્રોદયનો સમય રાત્રે 10:44 પર રહેશે. આજે ચતુર્થી તિથિ રાત્રે 9.51 વાગ્યા સુધી રહેશે. બ્રહ્મયોગ સૂર્યોદયથી રાત્રે 10.23 સુધી રહેશે. આ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે.
પૂજા વિધિ
સવારે સ્નાન કરીને નિવૃત્ત થયા પછી ઘરના પૂજા સ્થાનને સાફ કરો. ચતુર્થીવ્રતનો સંકલ્પ કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવીને પૂજા પૂર્ણ કરો. ચતુર્થીની કથા સાંભળો કે વાંચો. ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરો. દુર્વા અર્પણ કરો. દિવસભર ઉપવાસ રાખો. જો તમારી ભૂખ્યા રહેવાની ક્ષમતા ના હોય તો તમે ફળો ખાઈ શકો છો. સાંજે ફરીથી ગણેશજીની પૂજા કરો. સૂર્યાસ્ત પછી પાણી પણ લેવામાં આવતું નથી. ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરો. ઉપવાસ ખોલો.
સંકટચતુર્થીનુ વ્રત કેમ કરવુ જોઈએ
જો તમારા જીવનમાં સંકટ ઓછા ના થતા હોય તો તમારે સંકટ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જો તમારા બાળકો ખોટા રસ્તે ચાલ્યા ગયા હોય તો તેમને સાચા માર્ગ પર પાછા લાવવા માટે આ વ્રત કરો. જો આર્થિક સંકટ હોય, કામ ન થતું હોય, ધનહાનિ થતી હોય તો સંકટ ચતુર્થીનો ઉપવાસ કરવાથી લાભ થાય છે. જો તમારુ કોઈ કામ ન થઈ રહ્યું હોય તો આ વ્રત કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.












Click it and Unblock the Notifications
