કેવી રહેશે 2017માં શનિની સાડાસાતી, જાણો રાશિઓ પર તેનો પ્રભાવ

Posted By:
Subscribe to Oneindia News

શનિની સાડાસાતી અને ઢૈય્યા કઈ રાશિઓ પર ચઢશે તેનું સાચુ આકલન તો જન્મ પત્રિકા જોઈને જ લગાવી શકાય તો પણ સામાન્ય રીતે વર્ષ 2017માં શનિની સાડાસાતી અને ઢૈય્યા કઈ બે રાશિઓ પર ચાલશે અને તેનો પ્રભાવ કેવો રહેશે. તે અંગે જાણીએ અહીં...

sanidev

વૃશ્ચિકથી ધન રાશિમાં ગોચર
26 જાન્યુઆરી 2017એ શનિ પોતાના વિરોધી મંગળની રાશિ વૃશ્ચિકથી ધન રાશિમાં ગોચર કરવાનું પ્રારંભ કરશે. શનિદેવની રાશિ બદલતા જ તુલાની સાડાસાતી ખતમ થઈ જશે અને મકરની સાડાસાતી શરૂ થશે. વૃશ્ચિક પર સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.

કેવી રીતે જાણશો કે શનિની સાડાસાતી ચાલી રહી છે?
એક રાશિમાં શનિ અઢી વર્ષ રહે છે. રાશિ જન્મ રાશિમાં 12માં ભાવમાં, પહેલા ભાવમાં અને બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે સાડાસાતી હોય છે. જેમકે, આ સમયે શનિ ધન રાશિમાં શનિ ભ્રમણ કરી રહ્યો છે. માની લો કે, તમારી રાશિ મકર છે અને ધન રાશિમાં ગોચર કરશે તો ધનથી બીજુ સ્થાન મકર રાશિ છે. પરિણામે મકર રાશિની સાડાસાતીની શરૂઆત થઈ રહી છે. શનિ તેના ગોચરથી 12માં સ્થાન પર હોય તો સાડાસાતી માથે રહેશે, શનિ જન્મ રાશિમાં હશે તો સાડાસાતી હદય પર રહેશે અને જો શનિ જન્મ રાશિથી બીજા સ્થાને હોય તો તે પગ પર હોય છે.

મેષ
આ રાશિ પર 26 જાન્યુઆરી બાદ શનિની ઢૈય્યાની અસર સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. બિઝનસ, નોકરી, આરોગ્ય વગેરે મુદ્દામાં આ વર્ષ અનુકૂળ સાબિત થશે. નવી યોજનાઓમાં રોકાણ કરવાથી નફો મળશે. પિતાનું આરોગ્ય બગડી શકે છે.

વૃષભ
જો તમારી ચંદ્ર રાશિ વૃષ છે તો તમારા પર શનિની અસર પડશે. એટલે કે, આવનારા 2 વર્ષ અને 6 માસ સુધી કેટલાક લોકોને જુદાજુદા પ્રકારની મુશ્કેલીઓ રહ્યા કરશે. કુટુંબમાં તનાવની
સ્થિતિ રહ્યા કરશે. મોટું રોકાણ કરવાથી બચજો અને આર્થિક લેવડ-દેવડ સાચવીને કરજો.

કન્યા
આ રાશિના જાતકો પર શનિની ઢૈય્યાનો પ્રભાવ રહેશે. તમારા ઉપરી અધિકારીને ખુશ રાખજો અને ઓફિસમાં કોઈની સાથે બહેસ કરશો નહિં. પ્રેમી પંખીડા આ સમયે જાગૃત રહે. જો કોઈને પ્રેમ કરતા હોવ તો તેને પ્રપોઝ કરવાથી બચજો. કેટલાક લોકોને આરોગ્યને લગતી મુશ્કેલીઓ આવશે.

તુલા
આ રાશિના જાતકો પર શનિની સાડાસાતી ખતમ થઈ રહી છે. નોકરી કરનારા લોકોનું પ્રમોશન થઈ શકે છે અને વેપારમાં પ્રગતિ આવશે. એટલેકે આ રાશિના જાતકો પર શનિ દેવની અનુકૂલ કૃપા રહેશે. કેટલાક લોકોના ઘરમાં માંગલિક કામો થશે. બગડેલા કામો સુધરશે અને આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ આવશે. દાંપત્જીવન સુખમય રહેશે.

વૃશ્ચિક
આ રાશિના જાતકોના પગે સાડાસાતીનો પ્રભાવ રહેશે જે આગલા વર્ષ 2 વર્ષ 6 માસ સુધી રહેશે. આ રાશિના જાતકોના પગે સાડાસાતી રહેવાને કારણે વૃશ્ચિક રાશિવાળાના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. સાંધાના દુખાવાના દર્દીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ રાશિમાં જેમનો જન્મ જયેષ્ઠ નક્ષણમાં થયો છે, તેમણે પોતાના કામોમાં સજાગ રહેવું. મિત્રો તરફથી દગો, આરોગ્યની મુશ્કેલીઓ અને દેવા અને વ્યાજ વગેરેમાં હેરાન થવાનું રહેશે. આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું. સમજી-વિચારીને જ રોકાણ કરવું નહિંતર નુકશાન થવાની શક્યતાઓ છે.

ધન
આ રાશિના જાતકો પર પણ સાડાસાતીની અસર જોવા મળશે. ધનુ રાશિ પર સાડાસાતી નાણાકીય ખોટ, શારીરિક મુશ્કેલીઓ, કામમાં અડચણો, કુટુંબમાં ખટપટ વગેરેથી હેરાન થવું પડશે. ગુસ્સા પર કાબૂ રાખવો. આ વર્ષની સરખામણીએ આવતા વર્ષે આ રાશિના જાતકોએ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને હ્દય રોગીઓએ જાગૃત રહેવું. ભોજન લેવામાં કાળજી લેવી.

મકર
આ રાશિના પહેલા તબક્કામાં શનિની સાડાસાતી સારી રહેશે. તેમ છતાં શનિ દેવની આરાધના કરવાનું ચૂંકશો નહિં. સંતાને હેરાનગતિ થઈ શકે છે. આખા વર્ષ દરમિયાન મકર પર શનિની અસર રહેશે. જેને કારણે નાણા, કુટુંબ, આરોગ્ય વગેરેને લગતી મુશ્કેલી રહેશે. જોખમી કામો કરવા નહિં. વેપારી વર્ગે વધુ રોકાણ કરવું નહિં. આરોગ્યમાં કરેલી બેદરકારીથી હેરાન થવું પડશે. મકર રાશિ શનિની જ રાશિ રહેવાને કારણે શનિદેવ તમને વધુ હેરાન નહિં કરે.

શનિની સાડાસાતી અને ઢૈય્યાની અસર માટે ઉપાય

  • કાળા ઘોડાની નાળનો નાનો હિસ્સો સરસિયા તેલમાં પલાળી શનિવારના દિવસે મધ્યમ આંગળીમાં ધારણ કરવો.
  • શનિવારે દારૂ અને ધુમ્રપાન કરવાથી બચજો. તમારા નોકરો અને કર્મચારીઓને સમયે પગાર આપો.
  • દર શનિવારે સરસિયાના તેલમાં પોતાની છવી જોઈ તેલ ગરીબોમાં દાન કરજો.
  • શમીના ઝાડને ઘરમાં વાવી નિયમિત જળ ચઢાવો.
  • મંગળવારે બજરંગબાણનો 11 વખત પાઠ કરો.
English summary
Sade Sati is a transition phenomenon of Saturn (Shani). When Saturn or Shani transit through twelfth, first and second house from the natal moon of birth chart, the period is termed as Sade Sati.
Please Wait while comments are loading...