For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Saturn Retrograde 2021: શનિ 23 મેથી થઈ રહ્યો છે વક્રી, સાડાસાતી વાળા ખાસ ધ્યાન રાખો

શનિદેવ વૈશાખ સુદ એકમ 23 મે 2021 રવિવારે બપોરે 2.53 વાગે મકર રાશિમાં વક્રી થઈ રહ્યા છે. જાણો કઈ રાશિવાળાએ સાવચેત રહેવુ પડશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શનિદેવ વૈશાખ સુદ એકમ 23 મે 2021 રવિવારે બપોરે 2.53 વાગે મકર રાશિમાં વક્રી થઈ રહ્યા છે. શનિ આસો સુદ છઠ 11 ઓક્ટોબર 2021 સોમવારને સવારે 7.44 વાગે ફરીથી મકર રાશિમાં જ માર્ગી થશે. આ રીતે શનિ 141 દિવસ વક્રી અવસ્થામાં રહેશે. શનિ પોતાની રાશિમાં ચાલી રહ્યા છે અને પોતાની રાશિમાં જ વક્રી થવાથી સાડાસાતી અને લઘુ કલ્યાણી પનોતીવાળા પર વિપરીત પ્રભાવ પાડી શકે છે. શનિની સાડાસાતીના અંતિમ અઢી વર્ષની પનોતી ધન રાશિ પર ચાલી રહી છે. મકર રાશિ પર બીજા અઢી વર્ષની અને કુંભ રાશિ પર પ્રથમ અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. ધન રાશિ માટે દ્વિતીય સ્થાનમાં શનિ વક્રી થઈ રહ્યો છે. મકર રાશિ પર લગ્નમાં અને કુંભ રાશિ પર દ્વાદશમાં શનિ વક્રી થઈ રહ્યો છે.

ધન રાશિ

ધન રાશિ

ધનઃ આ રાશિમાં દ્વિતીય સ્થાનમાં શનિનુ વક્રી થવુ કોઈ મોટા ફેરફારતના સંકેત છે. ધન રાશિ માટે દ્વિતીય સ્થાનમાં બેઠેલા શનિની ત્રીજી, સાતમી અને દસમી પૂર્ણ દ્રષ્ટિ ક્રમશઃ ચતુર્થ, અષ્ટમ અને એકાદશ પર પડી રહી છે. આ ભાવો સાથે સંબંધિત ફળ ઘટશે. દ્વીતિયેશ ધન સ્થાન હોવાથી આર્થિક સંકટ સાથે આવકમાં કમી અનુભવાશે. આર્થિક કાર્ય બધા અટકતા દેખાશે. એકાદશ સ્થાનને પણ શનિ પૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યો છે માટે આવકના સાધનો ઘટશે. દેવુ લેવાની સ્થિતિ આવી શકે છે. ચતુર્થ સ્થાન પર દ્રષ્ટિ થવાથી સુખમાં કમી આવવાની સંભાવના છે. ભૌતિક સુખોથી વંચિત થવુ પડી શકે છે. અષ્ટમ પર દ્રષ્ટિ થવાથી આર્થિક સંકટ, આકસ્મિક ઘટના-દુર્ઘટનાની સંભાવના થઈ શકે છે માટે સતર્ક રહો. અગ્નિભય, વાહન-મશીનરીથી ઈજા થવાની સંભાવના રહેશે.

શું ઉપાય કરશોઃ ધન રાશિના જાતકોએ શનિની શાંતિ નિમિત્તે શનિ સાથે જોડાયેલી વસ્તુઓની દાન કરવુ જોઈએ. સરસિયાની તેલ સવા લિટર, કાળા તલ, કાળા ધાબળા કે કાળા વસ્ત્રો, જૂતા કોઈ જરૂરિતામંદ લોકોને દાનમાં આપો. શનિ 141 દિવસ વક્રી રહેશે. આ આખો સમય રોજ શનિ ચાલીસાનો પાઠ જરૂર કરવાનો રહેશે. આ દરમિયાન કોઈ અનૈતિક કામ ન કરવા. માંસાહાર, દારૂ, નશાનુ સેવન સંપૂર્ણ પ્રતિબિંબિત રહેવુ પડશે. શનિવારનો ઉપવાસ કરવો.

મકર રાશિ

મકર રાશિ

મકરઃ આ રાશિમાં જ શનિ વક્રી થવા જઈ રહ્યો છે. લગ્નમાં શનિનુ વક્રી થવુ શારીરિક અને માનસિક રીતે કષ્ટપ્રદ રહેશે. તૃતીય, સપ્તમ અને દશમ પર પૂર્ણ દ્રષ્ટિ હોવાથી પારિવારિક વિવાદ, ભાઈ-બહેનો સાથે મતભેદ ઉભરશે. કોર્ટ-કચેરીના કેસ પણ હેરાન કરી શકે છે. સપ્તમ ભાવને શનિ પૂર્ણ દ્રષ્ટિથી જોશે. માટે દાંપત્ય જીવનમાં મુશ્કેલી પેદા થશે. કાર્ય ક્ષેત્ર માટે શનિ વિશેષ મુશ્કેલી પેદા કરી શકે છે. નોકરિયાત લોકોમાં ભટકાવ રહેશે અને કામ પર ફોકસ નહી થઈ શકે આના કારણે કાર્ય સ્થળ પર તણાવ પેદા થશે. વેપારીઓના કાર્યમાં નુકશાનની સંભાવના છે. કાર્ય લગભગ ઠપ્પ પડ્યુ રહેશે. જો કે ધીમે ધીમે રસ્તા ખુલવા પણ લાગશે. શનિના વક્રી કાળના અંતિમ તબક્કામાં નવા કાર્ય મળવા લાગશે જેનાથી રાહત મળશે.

શું ઉપાય કરશોઃ મકર રાશિના જાતકોએ લોખંડની વીંટી ધારણ કરવી. જો બોટની ખીલી કે કાળા ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરશો તો વધુ લાભકારી રહેશે. 141 દિવસમાં આવનાર દરેક શનિવારે હનુમાનજીને ચમેલીનુ તેલ અને સિંદૂર ચડાવવાથી સંકટમાં રાહત મળશે. શનિ સ્તવરાજનો નિયમિત રીતે પાઠ કરવો.

Narsimha Jayanti 2021: સંકટોથી રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથાNarsimha Jayanti 2021: સંકટોથી રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથા

કુંભ રાશિ

કુંભ રાશિ

કુંભઃ કુંભ રાશિ માટે શનિ વક્રી દ્વાદશ સ્થાનમાં હશે. આ સૌથી ખરાબ સ્થિતિ રહેશે. આ દરમિયાન આ રાશિવાળાને ખર્ચ વધુ, રોગોમાં ખર્ચ કરવો પડશે. દ્વિતીય, છઠ અને નવમ સ્થાન પર શનિની પૂર્ણ દ્રષ્ટિ હોવાના કારણે સારા-ખરાબ બંને પ્રકારના પરિણામ મળશે. શનિને ભાગ્યના દેવતા પણ કહેવામાં આવ્યા છે માટે અહીં શનિ ભાગ્ય ભાવને પૂર્ણ દશમ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. એ અમુક બાબતોમાં ભાગ્યને બળ આપનાર પણ સાબિત થઈ શકે છે. જો જૂની યોજનાઓ જેમાં તમારી મહેનતની કમાણીના પૈસા લાગ્યા હોય તો તમને તેનો લાભ મળી શકે છે. છઠ્ઠા સ્થાને દ્રષ્ટિ થવાના કારણે રોગોની સંભાવના બની રહી છે. માટે પોતાના કર્મો સારા રાખો તો ઘણી મુશ્કેલીથી બચીને રહેશો. જો કોઈ ગુનો કર્યો હોય તો તેનો સ્વીકાર કરી લો.

શું ઉપાય કરશોઃ કુંભ રાશિના જાતકો શનિદેવની પ્રસન્નતા માટે ગરીબો, જરૂરિયાતમંદોને દર શનિવારે ભોજન કરાવવુ. દિવ્યાંગ, અપંગો, દ્રષ્ટિહીનો, વૃદ્ધોની સેવા કરવી. શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવા. તલના વ્યંજનોનુ નેવૈધ શનિદેવના ધરાવવુ.

English summary
Saturn retrograde 2021 begins on May 23 at 13° Aquarius and ends on October 10 at 6° Aquarius.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X