For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Saturn Retrogade: શનિ 4 જૂનથી 23 ઓક્ટોબર સુધી થશે વક્રી, બદલાશે સાડાસાતીનુ ગણિત

શનિએ 29 એપ્રિલ, 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 4 જૂનથી તે વક્રી થવા જઈ રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શનિએ 29 એપ્રિલ, 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 4 જૂનથી તે વક્રી થવા જઈ રહ્યો છે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાના કારણે મકર, કુંભ, મીન પર ક્રમશઃ સાડાસાતીની અંતિમ, દ્વિતીય અને પ્રથમ ઢૈયા ચાલી રહી છે. આ રીતે કર્ક અને વૃશ્ચિક રાશિ પર લઘુકલ્યાણ ઢૈયા ચાલી રહી છે. હવે 4 જૂનથી વક્રી થવાના કારણે શનિ વક્રાવસ્થામાં ઉલટો ચાલીને 12 જુલાઈએ ફરીથી પાછલી રાશિ મકરમાં પ્રવેશ કરશે. 12 જુલાઈથી શનિનુ ગોચર મકર રાશિમાં થવાના કારણે ફરીથી સાડાસાતીનુ ગણિત બદલાઈ જશે. શનિના વક્રી રહેવાનો સમય કુલ 141 દિવસ રહેશે.

saturn

23 ઓક્ટોબર 2022ના રોજ, શનિ મકર રાશિમાં માર્ગી થશે અને ગોચર કરીને 17 જાન્યુઆરી 2023ના રોજ ફરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આમ, 12 જુલાઈ 2022 થી 17 જાન્યુઆરી 2023 સુધી શનિ મકર રાશિમાં ગોચર કરશે. આ પ્રમાણે શનિ ફરીથી મકર રાશિમાં કુલ 190 દિવસ માટે ગોચર કરશે. જેના કારણે સાડાસાતીનુ ગણિત બદલાઈ જશે. આ 190 દિવસો દરમિયાન ધન રાશિ ફરીથી સાડાસતીના પ્રભાવમાં આવશે અને મીન આ સમયગાળા દરમિયાન સાડાસાતીથી મુક્ત રહેશે. લઘુ કલ્યાણી ઢૈયા પણ ફરીથી 190 દિવસ માટે મિથુન અને તુલા રાશિમાં રહેશે.

આ રીતે થશે શનિનુ ગોચર

4 જૂન, 2022થી શનિ કુંભમાં વક્રી

12 જુલાઈ, 2022ના રોજ શનિ મકરમાં

23 ઓક્ટોબર, 2022ના રોજ શનિ માર્ગી મકરમાં

17 જાન્યુઆરી, 2023ના રોજ શનિ ફરીથી કુંભમાં

સાડાસાતી

જૂન 4 થી 12 જુલાઈ: મકર, કુંભ, મીન

12 જુલાઈથી 17 જાન્યુઆરી: ધનુ, મકર, કુંભ

17 જાન્યુઆરી પછી: મકર, કુંભ, મીન

લઘુકલ્યાણી ઢૈયા

4 જૂનથી 12 જુલાઈ: કર્ક, વૃશ્ચિક

12 જુલાઈથી 17 જાન્યુઆરી: મિથુન,

17 જાન્યુઆરી પછી તુલા: કર્ક, વૃશ્ચિક

English summary
Saturn will be retrograde from 4th June to 23rd October. Read Effects in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X