સેલેરી આવે છે પણ ટકતી નથી? તો કરો આ ઉપાય!

Posted By:
Subscribe to Oneindia News

મહિનાની પહેલી તારીખે સેલેરી આવે છે, ત્યારે ખુશીઓ બમણી થઈ જાય છે. પણ જેમ જેમ સેલેરી ખર્ચાવા માંડે તેમ-તેમ આપણે દુઃખી થતા જઈએ છીએ. મહિનાનો અંત થાય તે પહેલા આખી સેલેરી ખર્ચાઈ ગઈ હોય ત્યારે જ અચાનક કેટલાક ખર્ચા આવી પડે છે, કોઈને કોઈ એવું કામ આવી પડે છે કે જેમાં રોકડની જરૂર હોય. જેમકે, કોઈનો બર્થ ડે કે બિમારી. આવા સમયે બેંક બેલેન્સ એટલું ડામાડોળ થઈ જાય છે કે, વ્યક્તિ બેબાકળી બની જાય છે.

તમને આ ખર્ચા નકામા ખર્ચા લાગતા હશે પણ તેને જ્યોતિષ ભાષામાં તમારા નબળા ગ્રહોની અસર તરીકે ગણાલવામાં આવે છે, જે વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓ આપે છે. પરિણામે આ સ્થિતિથી છૂટકારો મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી તમે પૈસાનો નકામો ખર્ચ રોકી બચત કરી શકશો.

સૂર્યનો પ્રભાવ

સૂર્યનો પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પ્રસિદ્ધિ અને સન્માન અપાવનારા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે કારકીર્દિ અને વેપારની સફળતા, સન્માન અને તેનાથી થતા લાભો મેળવવા માટે સૂર્યને પૂજવા જોઈએ.

કુંડળીમાં સૂર્ય

કુંડળીમાં સૂર્ય

કુંડળીમાં સૂર્યની ખરાબ યુતિ કે નબળાઈ વ્યક્તિને નોકરી કે વેપારમાં નુકશાન કરાવે છે. આવા નોકરી કરનારા લોકોના મોઢેથી હંમેશા સાંભળવા મળે છે કે સેલેરી આવતાની સાથે જ ખતમ થઈ જાય છે. પરંતુ જો સૂર્ય મજબૂત હોય તો વ્યક્તિ પોતાની નોકરી કે વેપારમાંથી લાભ કમાય છે.

સૂર્યને પૂજો

સૂર્યને પૂજો

જો તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હોય, તો તમારે સૂર્યની પૂજા કરવી જોઈએ. સ્થિતિમાં તરત સુધારો લાવવા માટે તમારે નીચે જણાવેલી વિધિથી ઉપચાર કરવો જોઈએ, તેનાથી તમને તરત જ લાભ થશે.

ઉપાય

ઉપાય

સૂર્યની દશા સારી કરવા માટે સૂર્યની પૂજા ઉપરાંત તમે એક બીજું કામ પણ કરી શકો છો. રવિવારની રાત્રે સુતા પહેલા કોઈ ગ્લાસમાં દૂધ ભરી તમારા માથાની પાસે રાખો. બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી, સ્નાન પતાવી સૂર્યોદયના સમયે કોઈ પણ બાવળના ઝાડમાં આ દૂઘ ચઢાવી આવો. આવું કરતી વખતે તમારું મોઢુ સૂર્યની દિશા એટલે કે પૂર્વ તરફ હોવું જોઈએ. આ અઠવાડિયે રવિવારે આ ઉપાય કરો તો થોડાક જ દિવસમાં તમને લાભ દેખાવા લાગશે. રવિવારના દિવસે પણ દાન કરો.

English summary
In Hindu astrology, the sun is the only planet which gives respect and fame. Therefore, the planet Sun has been considered as the only factor for the success, respect and decent career.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.