શનૈશ્ચરી અમાવસ્યાએ રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી થશે લાભ

17 માર્ચે શનૈશ્ચરી અમાવસ્યા, રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર. વધુ વાંચો અહીં.

ચૈત્ર કૃષ્ણ પક્ષ શનિવારે તારીખ 17 માર્ચ 2018એ મોક્ષદાયિની, પુણ્યદાયિની અમાવસ્યા આવી રહી છે. જે શનિવારે આવવાને કારણે શનૈશ્ચરી અમાવસ્યા કહેવાશે. પિતૃઓને ખુશ કરવા, પુણ્ય પ્રાપ્તિ, જીવનની મુશ્કેલીને દૂર કરવા આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી પિંડદાન, તર્પણ, દાન વગેરે કરવામાં આવે છે. આવો જાણીએ શનૈશ્ચરી અમાવસ્યાનું મહત્વ અને તમે આ દિવસે બીજા કયા ઉપાયો કરી શકો છો. હિંદુ પંચાંગમાં પ્રત્યેક તિથિનો એક સ્વામી હોય છે. અમાસની તિથિનો સ્વામી પિતૃદેવ હોય છે, જેથી આપણે આપણા પરિવારમાં હંમેશા જોઈએ છીએ કે અમાસના દિવસે પિતૃઓને ધૂપ દેવામાં આવે છે. આ વખતે અમાસનો સંયોગ શનિવારના દિવસે આવવાથી તે શનિ અમાવસ્યા બની ગઈ છે અને આ દિવસે શાંતિ માટે કરવામાં આવેલા ઉપાયોથી તરત લાભ થાય છે. તંત્ર શાસ્ત્રમાં શનિ અમાવસ્યાનું અધિક મહત્વ છે. આ દિવસે દાન-પુણ્યનું અનેક ગણું ફળ મળે છે. ખાસકરી આ દિવસે વિભિન્ન પ્રકારનું અનાજ દાન કરવું જોઈએ. ત્યારેશનૈશ્ચરી અમાવસ્યાના દિવેસ રાશિ અનુસાર કરો આ દાન...

મેષ

મેષ

શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી અને સ્નાન કરી સવા કિલો બાજરી માટીના કળશમાં ભરી તેના પર સરસિયાનાં તેલનો દિવો કરો. ત્યારબાદ કાળા ધાબળાના આસન પર બેસી શનિનું ધ્યાન કરો. આ કળશ કોઈ વડિલ વ્યકિતને દાન કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યકિતને કાળા ધાબળાનું દાન કરો.

વૃષભ

વૃષભ

શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન બાદ સવા કિલો તુવેરની દાળ માટીના કાળશમાં ભરો. તેના પર સરસિયાના તેલનો ચૌમુખ દિવો કરો. આસન પર બેસી શનિદેવનું ધ્યાન કરો અને ત્યારબાદ આ કળશ 9 વર્ષથી ઓછી ઉંમરની કન્યાને દાન કરો. ત્યારબાદ પીપળાના વૃક્ષમાં કાચુ દૂધ ચઢાવો, તેની નીચે ઘીનો દિવો કરો.

મિથુન

મિથુન

શનિ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન બાદ સવા કિલો આખા મગ લીલા કપડામાં બાંધી સ્ટીલના વાસણમાં ભરી ઘરના પૂજા સ્થાને મુકો. શનિદેવનું ધ્યાન કરી આ વાસણ ઉપર સરસિયાના તેલની ચારબત્તી વાળો દિપક જલાવો. શનિનું ધ્યાન કરો અને આ વાસણ કોઈ વડિલ વ્યકિતને દક્ષિણામાં આપો.

કર્ક

કર્ક

સવારે પૂજાના સમયે સવા કિલો આખા ચોખા સફેદ કપડામાં બાંધી પૂજા સ્થાને મૂકો. શનિદેવનું ધ્યાન કરો અને આ ચોખાની પોટલી કોઈ કુષ્ઠ રોગીને દાન કરો. ગૌશાળામાં શ્રદ્ધા અનુસાર ગાયોને ચારો ખવડાવો. જરૂરિયાતમંદને મીઠું નાખેલા ચોખા ખવડાવો.

સિંહ

સિંહ

સવા કિલો ઘંઉ લાલ કપડામાં બાંધી પૂજા સ્થાને રાખો. શનિદેવનું ધ્યાન કરી પોતાની તમામ મુશ્કેલીથી મુક્તિનો આગ્રહ કરો. આ પોટલી કોઈ ભિખારીને દાનમાં ભેંટ આપો. ગૌશાળામાં સરસિયાની ખોળનું દાન કરો.

કન્યા

કન્યા

શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે સવા કિલો પાલક કે મેથી લીલા કપડામાં બાંધી પૂજાના સ્થાને મુકો. લીલા રંગના આસન પર બેસી શનિદેવનું ધ્યાન કરી આ પોટલી મજૂર વર્ગના લોકો કે ઘરમાં કોઈ કામવાળી બહેનને કે નોકરને દાનમાં આપો. સાથે જ શ્રદ્ધા અનુસાર દક્ષિણા પણ આપો.

તુલા

તુલા

સવારે સફેદ કપડામાં સવા કિલો સાકર બાંધી શનિદેવનું ધ્યાન કરી પૂજા સ્થાને મૂકો. ऊं शनिदेवाय नमः मंत्र ની માળાનો જાપ કરો. અને આ પોટલી કોઈ વિધવા સ્ત્રીને ભેંટમાં આપો. વિધવા ન મળે તો કોઈ મંદિરમાં દાન કરી દો.

વૃશ્ચિક

વૃશ્ચિક

નવા લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધી કોઈ એવી વ્યકિતને દાન કરો જેને માત્ર દિકરીઓ હોય. જો આવું કોઈ કુટુંબ ન મળે તો આ સામગ્રી શિવ મંદિરમાં અર્પિત કરો. ભગવાન શનિદેવનું ધ્યાન કરો અને તમારી મુશ્કેલી દૂર કરવા માટે પ્રાર્થના કરો.

ધન

ધન

આ રાશિના લોકો સવારે ઘરની પૂજા બાદ સવા કિલો ચણાની દાળ પીળા કપડામાં બાંધી તેમાં 10નો સિક્કો મુકો અને શનિદેવનું ધ્યાન કરો. આ પોટલી કોઈ બ્રાહ્મણને દાન કરો. ગૌશાળામાં સવા કિલો મકાઈ ગાયને ખવડાવો.

મકર

મકર

અમાસના દિવસે કાળા અને વાદળી કપડામાં સવા કિલો કાળા ચણા બાંધી કોઈ બ્રાહ્મણને દક્ષિણા સહિત ભેંટ કરો. આ દાન કોઈ શિવ મંદિરમાં અર્પિત કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો. ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવો.

કુંભ

કુંભ

કાળા કપડામાં સવા કિલો કાળી અડદ બાંધી પોટલી બનાવો. તેને તમારા પૂજા સ્થાને મુકો. શનિદેવનું ધ્યાન કરો અને આ કોઈ ગૌશાળા કે મંદિરમાં દાન કરો. સાથે જ ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવો.

મીન

મીન

આ રાશિના જાતકો શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે સવા લીટર સરસિયાનું તેલ સ્ટીલના પાત્રમાં ભરી શનિ મંદિરમાં દાન કરો. ગરીબોને પીળા રંગના નમકીન ચોખા બનાવી ખવડાવો. તમારી શ્રદ્ધા અનુસાર ભિખારીઓને વસ્ત્ર ભેંટમાં આપો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X