For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ-પૂર્ણિમાએ કરો મહાફળદાયી રુદ્રાભિશેક-જાણો વિધિ

By Desk
|
Google Oneindia Gujarati News

મહાદેવે પોતાના માથા પર ચંદ્ર ધારણ કર્યુ છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર, રાહુ, કેતુ કે શનિ યુક્ત છે અથવા વૃશ્ચિક રાશિને લીધે નીચ ભાવમાં પડેલ હોય તો, શરદ પૂર્ણિમાંના દિવસે મહાદેવનો રુદ્રાભિષેક કરાવો અથવા દૂધ અને જળથી મહાદેવનો અભિષેક કરો.

હેલ્થ અને વેલ્થ બંને ઈચ્છો છો, તો રાશિ મુજબ કરો આ ઉપાય...હેલ્થ અને વેલ્થ બંને ઈચ્છો છો, તો રાશિ મુજબ કરો આ ઉપાય...

મહાદેવને એક ચંદ્ર ચઢાવો. કારણકે ચંદ્રના દોષને લીધે અસ્થમા જેવા રોગો થાય છે. શરદ પૂણિમા ચંદ્ર આધારિત પર્વ છે. માટે જે જાતક આજના દિવસે ચંદ્રની વિધિવત પૂજા કરશે તે આખુ વર્ષ નિરોગી રહેશે.

પૂજા વિધિ

પૂજા વિધિ

શરદ પૂર્ણિમામાં સવારે વહેલા બ્રહ્મમુહુર્તમાં ઉઠવુ. નિત્યકર્મ પતાવી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા બાદ તમારા આરાધ્ય દેવને સ્નાન કરવો અમને તેમને સુંદર આભુષણોથી સુશોભિત કરો. તેમને આસન પર બેસાડી તેમનુ આચમન વસ્ત્ર, ગંધ, ફુલ ધૂપ, દીપ, નૈવેદ્ય, સોપારી, અને દક્ષિણા વગેરે ધરાવી પૂજન કરો. ત્યારબાદ ગાયના દુધમાં બનાવેલી ખીરમાં ઘી અને ખાંડ ભેળવી અર્ધરાત્રીના સમયે ભગવાનને ભોગ ધરાવો.

લોટામાં જળ અને ગ્લાસમાં ઘંઉ

લોટામાં જળ અને ગ્લાસમાં ઘંઉ

એક લોટામાં જળ અને ગ્લાસમાં ઘંઉ, પાન ઉપર નિવેધ અને ચોખા મુકી કળશની વંદના કરી દક્ષિણા મુકો. ત્યારબાદ તિલક કર્યા પછી ઘંઉના 13 દાણા હાથમાં લઈ તેમની કથા-વાર્તા સાંભળો. કથા પત્યા પછી ઘંઉના ગ્લાસ પર હાથ ફેરવી બ્રાહ્મણીના ચરણ સ્પર્શ કરી ઘંઉનો ગ્લાસ તેમને આપી દો. અંતે લોટામાં પાણી લઈ રાત્રે ચંદ્રમાને અર્ધ આપો. તમામ શ્રધ્ધાળુઓને પ્રસાદ વહેંચી રાત્રી જાગરણ કરો અને ભગવાનનુ ભજન કરો. ચાંદના અજવાળે સોયમાં દોરો અવશ્ય પરોવો.

સ્વસ્થ આરોગ્ય માટે

સ્વસ્થ આરોગ્ય માટે

નિરોગી રહેવા માટે પુર્ણ ચંદ્રમાં જ્યારે આકાશની મધ્યે હોય તે સમયે તેનુ પુજન કરો. તે સમયે ખીરથી ભરેલ થાળી ચાંદનીના અજવાળે ખુલ્લી મુકી દેવી. બીજા દિવસે તેનો પ્રસાદ બીજાને આપો અને પોતે પણ ગ્રહણ કરો.

સ્વસ્થ આરોગ્ય માટે

સ્વસ્થ આરોગ્ય માટે

આ રીતે કરવુ પૂજન-ચંદ્રોદય પછી શ્રી સૂક્તનો પાઠ કરી દુધ અને ચોખાથી બનેલી ખીરનો અભિષેક કરો. ત્યારબાદ શુધ્ધ જળથી સ્નાન કરાવી લક્ષ્મીને પીળા આસન પર સ્થાપિત કરી હળદર, કંકુ, ચંદન, વસ્ત્ર વગેરે અર્પણ કરી પુજન કરો.

English summary
Sharad Purnima benefits and importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X