Kanya Pujan 2022: નવરાત્રિમાં 3થી 9 વર્ષની કન્યાઓની કેમ થાય છે પૂજા? જાણો આની પાછળનુ કારણ

શું તમને ખબર છે કે કન્યા પૂજનમાં માત્ર 3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?

નવી દિલ્લીઃ શારદીય નવરાત્રિનો આજે આઠમો દિવસ છે. આજનો દિવસ મા દુર્ગાના 8માં સ્વરુપને સમર્પિત છે જેને મહાગૌરી કહેવામાં આવે છે. કહેવાય છે કે માની પૂજા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમે કન્યા પૂજન ના કરો. જેને કંચક પણ કહેવામાં આવે છે. આજના દિવસે નાની-નાની કન્યાઓ સજી-ધજીને જ્યારે ઘરના આંગણામાં ફરે ત્યારે જાણે ખરેખર મા દુર્ગાએ બાળ સ્વરુપ ધારણ કર્યુ હોય એવુ લાગે. શું તમને ખબર છે કે કન્યા પૂજનમાં માત્ર 3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?

3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?

3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?

બાળ રુપને 3થી 9 વર્ષની વચ્ચે જ ગણવામાં આવે છે. જે રીતે માના 9 રુપોના નવ નામ છે, એવી જ રીતે 3થી 9 વર્ષની કન્યાઓને પણ અલગ-અલગ નામથી બોલાવવામાં આવે છે. 3 વર્ષની કન્યા કૌમારી, 4 વર્ષની કન્યા ત્રિમૂર્તિ, 5 વર્ષની કન્યા કલ્યાણી, 6 વર્ષની કન્યા રોહિણી, 7 વર્ષની કન્યા ચંડિકા, 8 વર્ષની કન્યા શામ્ભવી અને 9 વર્ષની કન્યા સિદ્ધિદાત્રીનુ સ્વરુપ ગણાય છે.

માનવીને દરેક કષ્ટમાંથી મળે છે મુક્તિ

માનવીને દરેક કષ્ટમાંથી મળે છે મુક્તિ

કન્યાઓના આ અલગ-અલગ રુપોની પૂજા કરવાથી માનનવીને દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. તેના બધા દુઃખોનો અંત આવે છે. તે જે વસ્તુની ઈચ્છા રાખે તેને તે બધુ મળે છે. મા પોતાના દરેક ભક્ત પર બંને હાથે ખુશીઓ લૂંટાવે છે. મહાગૌરી પણ કોમળ હ્રદયની માતા છે જેના શરણમાં આવવાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

સાંજે 4.37 સુધી આઠમ

સાંજે 4.37 સુધી આઠમ

તમને જણાવી દઈએ કે આજે સાંજે 4 વાગીને 37 મિનિટ સુધી જ મહાઅષ્ટમી છે. ત્યારબાદ મહાનવમી શરુ થશે. જો તમે હવન કરાવવા માંગતા હોય તો કરી શકો છે.
ગોધૂલિ મુહૂર્ત - 5.53 વાગ્યાથી 6.17 વાગ્યા સુધી
અમૃત કાળ - 7.54 વાગ્યાથી 9.25 વાગ્યા સુધી. હાલમાં રવિયોગ છે. જે સાંજે 6 વાગીને 15 મિનિટ સુધી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X