For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાવણ સોમવાર નિમિત્તે કરો જ્યોતિર્લિંગના દર્શન

શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર ભગવાન શંકરના મંદિરે ઉમટી લોકોની ભીડ

By Kajal
|
Google Oneindia Gujarati News

આજે શ્રાવણ માસનાો છેલ્લો સોમવાર છે, શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાનો મહિમા અનેરો છે. આજે માસના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથને રિઝવવા શુભ ફળ મેળવવા લોકો સવારથી જ પૂજા કરવા ઉમટી પડ્યા હતા. આજે રક્ષાબંધન, પુનમ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું અનોખું સંયોજન થયું છે. આજના દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જીવનમાં અનેરુ સુખ આપે છે. આથી જ આજે દેશમાં વિવિધ મંદિરોમાં શંકર ભગવાનની પૂજા માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. આજે અમે તમને આપણા કેટલાક જ્યોતિર્લિંગોના દર્શન કરાવીશું...

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી

ગંગા કિનારે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન શંકરને રિઝવવા લોકો આજે સવારથી જ વારાણસી ઘાટ પર જઈને પુજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. ગંગા ઘાટ પર ડુબકી લગાવીને શિવની આરાધના કરતા નજરે ચડ્યા હતા.

મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન

મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન

મહાકાલની નગરી ઉજ્જૈનમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારને કારણે સવારની મંગળા આરતીમાં લોકોની માટી ભીડ જોવા મળી હતી. ઉજ્જૈનના મહાકાલેશ્વર વિશે આપણા પુરાણોમાં ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. આ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગમાંથી ત્રીજા જ્યોતિર્લિંગ તરીકે પુજાય આવે છે. કહેવાય છે કે, ભગવાન શંકરનું રૌદ્રરુપ અહીં જોવા મળે છે.

સોમનાથ મહાદેવ, સોમનાથ

સોમનાથ મહાદેવ, સોમનાથ

બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા સોમનાથને પુજવામાં આવે છે. ભગવાન શંકરને શ્રાવણ માસ દરમિયાન અલગ શૃંગાર કરવામાં આવે છે. આ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાથી લોકોના જીવનમાં રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

ગૌરી શંકરમંદિર, દિલ્હી

ગૌરી શંકરમંદિર, દિલ્હી

દિલ્હીના જાણીતા ગૌરીશંકર મંદિરમાં રક્ષાબંધન અને શ્રાવણના છેલ્લા સોમવારને લઈને મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. આ મંદિર 800 વર્ષ જુનું છે. તે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં આવેલું ભુરા રંગનું શિવલિંગ છે. દર વર્ષે શ્રાવણ માસમાં આ મંદિરે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.

English summary
It is Shravan month's last Monday. Lord Shiva devotees rushed to famous temples. See photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X