Shuka Mangal Yuti 2023 : શુક્ર અને મંગળની થશે યુતિ, આ ચાર રાશિને મળશે અઢળક લાભ

Shuka Mangal Yuti 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તમામ ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિવર્તન કરે છે. જેને ગ્રહ ગોચર કહેવામાં આવે છે. એક જ રાશિમાં એકથી વધુ ગ્રહ એક જ રાશિમાં એકઠા થાય છે, ત્યારે ગ્રહ સંયોગ કે યુતિ બને છે.

મંગળ ગ્રહ 10 મે ના રોજ પોતાની નીચેની રાશિ કર્કમાં બિરાજમાન છે. આ સાથે શુક્ર પણ 30 મે સુધી કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. આ યુતિને કારણે ચાર રાશિને ઘણા લાભો મળશે.

Shuka Mangal Yuti 2023

મેષ રાશિ - શુક્ર અને મંગળની યુતિ મેષ રાશિના લોકો માટે અતિ શુભ રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનમાં ખુશીઓ આવશે. આવકમાં વધારો થવાની સંભાવના છે, કારકિર્દીમાં પ્રગતિની પ્રબળ સંભાવના છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

કન્યા રાશિ - શુક્ર અને મંગળની યુતિના કારણે કન્યા રાશિના જાતકોના બગડેલા કામ બનવા લાગશે. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે. નવી વસ્તુઓની ખરીદી કરી શકશો. દરેક ક્ષેત્રના જાતકોને સફળતા મળશે.

તુલા રાશિ - શુક્ર અને મંગળ એક જ રાશિમાં આવવું તુલા રાશિ માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. પૈસા બચાવવામાં પણ સફળતા મળશે. પ્રવાસે જવાના ચાન્સ પણ બની રહ્યા છે.

કુંભ રાશિ - શુક્ર અને મંગળની યુતિને કારણે કુંભ રાશિના જાતકોની કાર્યશૈલી સુધરશે, ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. કરેલી મહેનતનું ફળ મળશે. આ સમય દરમિયાન પ્રવાસ પર જવાની શક્યતાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X