આ ઘરેલું ઉપાયો દ્વારા તમારા નબળા ગ્રહોને કરો મજબૂત
સંસારમાં દરેક વ્યકિતને કોઈને કોઈ મુશ્કેલી તો હોય જ છે. કોઈને પૈસાની તંગી છે તો કોઈને બિમારી છે, તો કોઈનું કૌટુંબિક જીવન દુઃખી છે તો કોઈ કોર્ટ-કચેરીના લફડામાં ફસાયેલા છે.
સંસારમાં દરેક વ્યકિતને કોઈને કોઈ મુશ્કેલી તો હોય જ છે. કોઈને પૈસાની તંગી છે તો કોઈને બિમારી છે, તો કોઈનું કૌટુંબિક જીવન દુઃખી છે તો કોઈ કોર્ટ-કચેરીના લફડામાં ફસાયેલા છે. જ્યોતિષ દ્રષ્ટિએ જોઈએ તો વ્યકિતના જીવનમાં આવનારુ સુખ-દુઃખ તેમના પોતાના કર્મ અને જન્મકુંડળીમાં રહેલા ગ્રહોને આભારી હોય છે. તમારી કુંડળી કોઈ જ્યોતિષને આપશો તો તે મોટી પૂજા, યજ્ઞ, હવનની સલાહ આપશે. જે કે તેની અસર થાય છે ખરી પણ ઘણા લોકો પાસે આ પૂજા-હવન માટે પૂરતાં પૈસા હોતા નથી. જે માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવાયા છે જેના દ્વારા રિસાયેલા ગ્રહોને ખુશ કરી શકાય છે. જો તમારી કુંડળીમાં પણ કોઈ ગ્રહ નબળો છે અને ખરાબ અસર આપી રહ્યો છે તો આ સરળ ઉપાયો કરવાથી તમને જરૂર લાભ થશે.

સૂર્યને મજબૂત કરવા
કુંડળીમાં સૂર્ય નબળો હોય અને ખરાબ પ્રભાવ આપી રહ્યો હોય તો સવારે થોડો સમય તડકામાં જરૂર બેસો. તેનાથી સૂર્યની સકારાત્મક ઉર્જા મળે છે. હંમેશા ભોજન સૂર્યની ઉપસ્થિતિમાં જ કરો, એટલે કે સૂર્યાસ્ત બાદ ભોજન ન કરો. રાત્રે ખાવાથી બચો. હંમેશા તાંબાના વાસણમાં પાણી પીવો. તમારી આસપાસ લાકડાનું જ ફર્નિચર રાખો, ધાતુના ફર્નિચર પર બેસવાથી બચો.

ચંદ્રને મજબૂત કરવા
ચંદ્ર નબળો છે તો સૂર્યાસ્ત પછી ઠંડી અને ફ્રોઝન વસ્તુઓ ન ખાવ. હંમેશા તાજુ ભોજન લો. પેકેજીંગ ફુટથી બચો. પેકેટ વાળુ દૂધ ન પીવો. તમારા રોજીંદા જીવનમાં ફળ અને સલાડને શામેલ કરો. પાણીનો વડેફાડ કરશો નહિં. ક્યારેય પણ કોઈ નદી કે તળાવમાં નહાવા જાવ ત્યારે તેના પાણીને હાથની સ્પર્શ કરો ત્યાર બાદ જ પગ નાખો.

મંગળને મજબૂત કરવા
મંગળને મજબૂત કરવા માટે જેટલું બને તેટલું જમીન પર સુવું. અઠવાડિયામાં એક દિવસ નમકનું સેવન ન કરવું. તેની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો. તેનાથી મંગળ જલ્દી ખુશ થાય છે. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ મંગળને મજબૂતી પ્રદાન કરે છે.

બુધને મજબૂત કરવા
તમારા નિયમિત ખાનપાનમાં વધુમાં વધુ લીલા શાકભાજી અને ફળોને શામેલ કરો. સ્કિન કેયર પ્રોડક્ટમાં પણ કેમિકલવાળા કોસ્મેટિક્સનો ઉપયોગ ટાળો. બુધને મજબૂત કરવા માટે મીઠુ-મધુર સંગીત સાંભળવાની ટેવ પાડો. નિયમિત સ્નાન કરો.

ગુરુને મજબૂત કરવા
ગુરુને ખુશ કરવા માટે માંસાહારથી દૂર રહો. શાકાહારી બનો અને ભોજનમાં હળદરનો સમાવેશ કરો. જો તમે સ્ત્રી છો તો તમારા વાળ ખાભાથી વધુ લાંબા ન રાખો. પુરુષોના વાળ હંમેશા સેટ હોવા જોઈએ, ભગવાન વિષ્ણુની નિયમિત આરાધના કરો અને કપાળે તિલક લગાવો.

શુક્રને મજબૂત કરવા
ભોગ-વિલાસ અને સૌદર્ય પ્રેમી ગ્રહ શુક્રને મજબૂત કરવા માટે ઓરોમેટિક બાથ લેવું ફાયદાકારર હોય છે અથવા નાહ્યા બાદ સાધારણ સુગંધના પરફ્યુમનો ઉપયોગ કરો. હંમેશા સાફ અને પ્રેસ કરેલા કપડા પહેરો. ફાટેલા કે ઘસાયેલા કપડા પહેરવાથી બચો. તમારા ભોજનમાં દહીંનો સમાવેશ કરો. શુક્રને મજબૂત કરવા પુરુષ લાંબી દાંઢી-મુછ ન રાખે.

શનિને મજબૂત કરવા
હનુમાનજીની નિયમિત આરાધના કરો, હનુમાન ચાલીસાનો પાઠ અને ગરીબોને દાન કરો, તેનાથી શનિ મજબૂત બનશે. દરેક શનિવારે શનિ મંદિરમાં જરૂર જાવ. શનિ દેવને સરસિયાનું તેલ કાળા તલ નાખી અર્પિત કરો. બહાર બેસેલા ભિખારીઓને ખાવાની વસ્તુનું દાન કરો.

રાહુ-કેતુને મજબૂત કરવા
ગરીબોને મદદ કરો અને તેમને દવાનું દાન કરો. સૂર્યોદય પહેલા નિયમિત સ્નાન જરૂર કરી લો. નાહ્યા પછી તુલસીના છોડમાં જળ અર્પિત કરો, તેની પૂજા કરો અને બે પાન ગળી જાવ, તીર્થયાત્રાએ જાવ કે અઠવાડિયામાં એક દિવસ મંદિરે જરૂર જાવ. ઘરનું બનેલું ભોજન ખાવ, બહારનું જમવાનું ટાળો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
