For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 ઓક્ટોબરે છે સુર્યગ્રહણ, શું દિવાળીની પુજા પર પડશે અસર?, ક્યારે લાગશે સુતક કાળ?

વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આંશિક ગ્રહણ છે, આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને ભારત સહિત એશિયાના અન્ય પ્રદેશોમાં જોવા મળશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક ધર્મમાં

|
Google Oneindia Gujarati News

વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આંશિક ગ્રહણ છે, આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને ભારત સહિત એશિયાના અન્ય પ્રદેશોમાં જોવા મળશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક ધર્મમાં તેને સારું માનવામાં આવતું નથી અને આ કારણોસર ગ્રહણ દરમિયાન ન તો પૂજા કરવામાં આવે છેકે ન તો શુભ કાર્યો કરવામાં આવે છે. સૂતકનો સમયગાળો પણ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે, તેથી દીપાવલીની પૂજાને લઈને લોકોના મનમાં દુવિધા પ્રવર્તી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે 25 ઓક્ટોબરે ગ્રહણ સાંજે 4:40થી 5:24 દરમિયાન થશે. ગ્રહણનો સુતક સમયગાળો 24 ઓક્ટોબરની રાત્રે 11:28 વાગ્યાથી શરૂ થશે, તેથી આ ગ્રહણની દિવાળીની પૂજા પર કોઈ અસર નહીં થાય.

Solar Eclips

દિવાળીના બીજા દિવસે પારેવા અને ગોવર્ધન પૂજા થાય છે. પરેવામાં શુભ કાર્ય કરવામાં આવતું નથી, તેથી તેના પર આ ગ્રહણની કોઈ અસર નહીં થાય, પરંતુ ગ્રહણને કારણે ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે નહીં પરંતુ 26 ઓક્ટોબરે થશે. આ ગ્રહણનો મોક્ષ 25 ઓક્ટોબરે સાંજે 5.24 કલાકે થશે.

'સુર્યગ્રહણ' કોને કહેવાય છે?

'સુર્યગ્રહણ' કોને કહેવાય છે?

સુર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે, ત્યારે સૂર્યનો પડછાયો પૃથ્વી સુધી પહોંચતો નથી અને અંધકાર હોય છે, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી, ત્યારે સૂર્યનો આકાર અર્ધચંદ્રાકારના રૂપમાં બની જાય છે, તો આ સ્થિતિને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ ફક્ત અમાવાસના દિવસે થાય છે.

ક્યાં ક્યાં દેખાશે સુર્યગ્રહણ

ક્યાં ક્યાં દેખાશે સુર્યગ્રહણ

સુર્યગ્રહણ ભારત, યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને એશિયામાં દેખાશે. ભારતમાં આ અગરતલા, અમદાવાદ, અજમેર, પ્રયાગરાજ, અમૃતસર, બેંગ્લોર, ભાગલપુર, ભોપાલ, ભુવનેશ્વર, કોઈમ્બતુર, ચંદીગઢ, ચેન્નાઈ, કોચી, કટક, દાર્જિલિંગ, દેહરાદૂન, દિલ્હી, ગાંધીનગર, ગુવાહાટી, ગયા, હરિદ્વાર, હજારીબાગ, હુબલી હૈદરાબાદ, જયપુર, જલંધન, જયપુર, કન્યાકુમારી, કોલકાતા, કોલ્હાપુર, લખનૌ, મદુરાઈ, મેંગલોરમાં જોઇ શકાશે.

નરી આંખે ના જુઓ સુર્યગ્રહણ

નરી આંખે ના જુઓ સુર્યગ્રહણ

સૂર્યગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ કારણ કે આ દરમિયાન નીકળતા હાનિકારક કિરણો આંખોને નુકસાન પહોંચાડે છે. હંમેશા એલ્યુમિનિયમ માઇલર, બ્લેક પોલિમર અથવા 14 નંબર શેડ ગ્લાસ મિરરનો ઉપયોગ કરવો જોઈએ.

English summary
Solar eclipse is on 25th October, will it affect Diwali Puja?, when will the Sutak period be?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X