16 એપ્રિલે સોમવતી અમાસ અને સર્વાર્થસિદ્ધિ યોગનો શુભ સંયોગ રહેશે અત્યંત ફળદાયી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

16 એપ્રિલે સોમવતી અમાસના દિવસે આ વર્ષે ચાર શુભ સંયોગ બની રહ્યો છે. વૈશાખ માસ, સોમવતી અમાસ, સર્વાર્થસિદ્ધિ યોગ અને અશ્વિન નક્ષત્ર. આ બધા જ શુભ સંયોગો મળવાથી આ વર્ષે સોમવતી અમાસનું મહત્વ વધી ગયુ છે. આ અમાસ ધન પ્રાપ્તિ અને જીવનની તમામ મુશ્કેલીઓને દૂર કરનારી સાબિત થશે, પણ આ માટે તમારે નીચે મુજબના કેટલાક ઉપાયો કરવાના રહેશે.

દાન-પુણ્યનું મહત્વ

દાન-પુણ્યનું મહત્વ

આ દિવસે દાન-પુણ્ય અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મોટુ મહત્વ છે. શાસ્ત્રો જણાવે છે કે આ દિવસે કરેલું દાન હજાર ગણું ફળ આપે છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવો, વસ્ત્રો ભેંટ કરો. ફળોનું દાન કરો. તેનાથી તમારા જીવનના તમામ દુઃખોનો અંત આવે છે. તેનાથી ધન, સન્માન, પદ, પ્રતિષ્ઠા અને તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પિતૃ નિમિતે કરેલું દાન પિતૃ દોષ અને કાલસર્પ દોષમાંથી છૂટકારો અપાવે છે.

કેમ છે ખાસ?

કેમ છે ખાસ?

વૈશાખ માસમાં આવતી સોમવતી અમાસ મહત્વની ગણાય છે. વૈશાખ માસ ભગવાન શિવ અને વિષ્ણુનો પ્રિય માસ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેમાં તમામ શુભ કાર્યો ફળદાયી છે. તેની સાથે જ આ દિવસે નક્ષત્ર મંડળમાં પ્રથમ નક્ષત્ર અશ્વિન છે. જે ભગવાન ગણેશનું નક્ષત્ર હોવાથી જ્ઞાન, બુદ્ધિ વધારનાર સાબિત થશે.

ધનસંપદામાં વધારો

ધનસંપદામાં વધારો

સોમવતી અમાસના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું. ત્યારબાદ પીપળના વૃક્ષમાં એક તાંબાના લોટાથી જળ અર્પિત કરી સાત પરિક્રમા કરવી. તેનાથી તમામ ગ્રહ દોષો શાંત થાય છે. ગ્રહોની પીડામાંથી છૂટકારો મળે છે. તમામ સુખોની પ્રાપ્તિ થાય છે અને ધન સંપદામાં વધારો થાય છે.

કાલસર્પ દોષ અને પિતૃ દોષથી મુક્તિ

કાલસર્પ દોષ અને પિતૃ દોષથી મુક્તિ

કાલસર્પ દોષ અને પિતૃ દોષ મુક્તિ માટે સોમવતી અમાસના દિવસે એવા શિવલિંગ પર તાંબા કે અષ્ટધાતુનો નાગ લગાવો જ્યાં અત્યાર સુધી કોઈ નાગ લાગેલો ન હોય. નાગ લગાવ્યા બાદ વિધિ-વિધાનથી તેમની પૂજા કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા કાચા દૂધનો અભિષેક કરો.

નોકરી અને વેપારમાં ઉન્નતિ

નોકરી અને વેપારમાં ઉન્નતિ

ધન હાની કે બિઝનસ સારો નથી ચાલી રહ્યો અથવા નોકરીમાં પદોન્નતિ નથી થઈ રહી તો સોમવતી અમાસના દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે લોટના સાત દિવા બનાવી તેમાં સરસિયાનું તેલ ભરી, પીપળની 21 પ્રદક્ષિણા કરો અને પાછળ જોયા વિના ચૂપચાપ ઘરે જતા રહો. શીઘ્ર શુભ સમાચાર મળશે.

સુખી દાંપત્યજીવન

સુખી દાંપત્યજીવન

દાંપત્યજીવનમાં મુશ્કેલી આવી રહી છે, ઘરમાં હંમેશા કલેશ રહેતો હોય તો પીપળના ઝાડમાં મીઠુ દૂધ અર્પિત કરો. કોઈ બગીચામાં સુંદર ફૂલો લગાવો. તેનાથી તમારા સંબંધમાં પ્રેમ વધશે. ઘરમાં કોઈ બિમાર રહેતુ હોય તો સોમવતી અમાસના દિવસે રોગીના માથા પરથી એક નારિયેળ ઉંધી દિશામાં 21 વખત ઉતારી તેને કોઈ નદીમાં પ્રવાહિત કરો. તેનાથી રોગી જલ્દી સારો થઈ જશે.

English summary
Somvati Amavsaya celebreted on 16th april. Importance of somvati amavsaya

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.