For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sun transit in Aquarius: સૂર્યનુ કુંભ રાશિમાં ગોચર 13 ફેબ્રુઆરીથી, જાણો દરેક રાશિ પર અસર

સૂર્ય આજે સવારે 9.44 કલાકે તેમની પુત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. 14 માર્ચ સુધી તે આ રાશિમાં રહેશે. આવો જાણીએ દરેક રાશિ પર તેની અસર.

By Desk
|
Google Oneindia Gujarati News

Sun transit in Aquarius: સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી ગોચર કરીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ વખતે સોમવારે 13 ફેબ્રુઆરી, 2023, સવારે 9.44 કલાકે, સૂર્ય પુત્ર શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્ય 14 માર્ચ સુધી આ રાશિમાં રહેશે અને 15 માર્ચે સવારે 6.34 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં જતા સૂર્યની વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર પડશે.

sun

રાશિઓ પર પ્રભાવ

  • મેષ: આવકના નવા માધ્યમ મળશે. પ્રોપર્ટી ખરીદ-વેચાણ, ખેતી, ઓટોમોબાઈલ, તેલ સંબંધિત કામોમાંથી પૈસા આવશે.
  • વૃષભ: કાર્યમાં પ્રગતિ થશે, સરકારી સેવા ક્ષેત્રથી લાભ થશે, ધનલાભ થશે, નવા કામની પ્રાપ્તિ થશે. સુખમાં વધારો થશે.
  • મિથુન: ભાગ્યને બળ મળશે. અટવાયેલા કામોને ગતિ મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે, શક્તિ વધશે.
  • કર્કઃ શારીરિક-માનસિક પીડા આવશે. પારિવારિક કષ્ટો આવશે. આંખોમાં ઈજા થવાની સંભાવના રહેશે. સજાગ રહો.
  • સિંહ: શારીરિક શક્તિ મળશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. ભાગીદારીના કામોમાંથી પૈસા, વાહન મળશે.
  • કન્યાઃ રોગ અને શત્રુઓ વધશે. ખર્ચમાં વધારો થશે. પરિવારમાં મતભેદ, તમારા કામને ઓછુ મહત્વ મળશે.
  • તુલા: શિક્ષણ અને સંતાનના ક્ષેત્રે વિશેષ લાભ, પ્રેમ સંબંધોમાં તકરાર થશે, લગ્નજીવનમાં કષ્ટનો સમય આવશે.
  • વૃશ્ચિક: સુખમાં વધારો થશે પણ માતાને કષ્ટ થશે. આર્થિક-સામાજિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મળશે.
  • ધન: પરાક્રમ વધશે. માનસિક શાંતિ મળશે. કામ ઝડપી ગતિએ થશે. તમને કોઈ મોટુ સન્માન મળી શકે છે.
  • મકર: શારીરિક ક્ષમતા પ્રબળ રહેશે. વાણીના પ્રભાવથી ધનલાભ થશે. પૈતૃક સંપત્તિ સંબંધિત સમાધાન થશે.
  • કુંભ: શક્તિમાં વધારો, માનસિક પ્રસન્નતા, આર્થિક કાર્યમાં અવરોધો દૂર થશે. પરિવાર અને મિત્રો તરફથી સહયોગ મળશે.
  • મીન: ખર્ચમાં વધારો થશે પરંતુ માનસિક અને શારીરિક શક્તિ પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ હલ થશે.

શું ઉપાય કરશો

કુંભ રાશિમાં સૂર્યના સંક્રમણ દરમિયાન દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરો. દરરોજ તમારા કપાળ પર કેસરનુ તિલક લગાવો. આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરો અથવા દરરોજ સૂર્યના બાર નામોનુ સ્મરણ કરો.

English summary
Sun transit in Aquarius from today 13th February, know the effects on all zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X