For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યનુ રાશિ પરિવર્તન 17 સપ્ટેમ્બરથી, કન્યા રાશિમાં કરશે પ્રવેશ, જાણો શું થશે અસર

17 સપ્ટેમ્બર 2022ના રોજ ગ્રહોના અધિપતિ, સૂર્યએ તેનુ રાશિ પરિવર્તન કર્યુ. જાણો અસર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંવત 2079, અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ, 17 સપ્ટેમ્બર 2022ના રોજ ગ્રહોના અધિપતિ, સૂર્યએ તેનુ રાશિ પરિવર્તન કર્યુ. આજે સવારે 7.20 કલાકે સૂર્યએ સ્વરાશિ સિંહ રાશિમાં પોતાનુ સંક્રમણ પૂર્ણ કરીને કન્યા રાશિમાં બુધની રાશિમાં પ્રવેશ કર્યો. કન્યા રાશિનો સ્વામી બુધ છે જે આજે સવારે 7.55 કલાકે પશ્ચિમમાં અસ્ત થયો. આ પછી 24 સપ્ટેમ્બરથી શુક્ર પણ કન્યા રાશિમાં આવશે જેના કારણે કન્યા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ બનશે. 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ચંદ્ર આ રાશિમાં રહેશે, જેના કારણે 3 દિવસ સુધી કન્યા રાશિમાં ચતુર્ગ્રહી યોગ પણ બનશે.

sun

કેવુ રહેશે સૂર્યનુ ગોચર

કન્યા રાશિમાં સૂર્યનુ સંક્રમણ શુભ રહેશે. સૂર્ય-બુધના મિત્ર હોવાથી મિથુન, કન્યા, સિંહ રાશિના લોકોને વિશેષ સિદ્ધિઓ મળશે. તમારા દરેક કામ ખુશીથી પૂર્ણ થશે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સુખની પ્રાપ્તિ થશે. કામમાં ઝડપ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આર્થિક સરળતા રહેશે.

અન્ય રાશિઓ માટે

કન્યા રાશિમાં સૂર્યનુ સંક્રમણ તમામ રાશિના લોકો માટે શુભ રહેશે. બૌદ્ધિક નિર્ણયો લેવામાં સરળતા રહેશે. શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કામમાં ઝડપ આવશે. અટવાયેલા પૈસા મળવાના ચાન્સ રહેશે.

શું કરવુ

સૂર્યના સંક્રમણ દરમિયાન તમામ રાશિના લોકોએ તાંબાના કળશથી દરરોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરવુ જોઈએ. પાણીમાં કોઈ પણ લાલ ફૂલ અથવા જાસૂદનુ ફૂલ નાખો અને એક ચપટી લાલ ચંદન અને ગોળ ઉમેરો. ऊं घृणि: सूर्याय नम: મંત્રનો જાપ કરતા-કરતા જળ ચઢાવો.

English summary
Sun transit in Virgo on 17th September, Know the effects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X