Surya Gochar 2023 : આ રાશિના જાતકો માટે અતિ શુભ રહેશે 20 દિવસ, મળશે અઢળક લાભ

Surya Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. ગત 14 એપ્રિલના રોજ સૂર્ય ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. હવે 15 મે સુધી મેષ રાશિમાં સૂર્ય રહેશે. જે બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવશે.

આ સિવાય રાહુ, ગુરુ, યુરેનસ પણ મેષ રાશિમાં બિરાજમાન છે, જે પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે. આ રીતે 15 મે સુધી ગ્રહોની સ્થિતિ ખૂબ જ રસપ્રદ રહેશે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે.

Surya Gochar 2023

મેષ રાશિ : સૂર્યનું મેષ રાશિમાં રહેવાથી આ રાશિના જાતકોને લાભ થશે. આ સાથે મેષ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બનેલો બુધાદિત્ય યોગ પણ આ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. આ લોકોને નોકરી-ધંધામાં મોટો ફાયદો થશે. નાણાંકીય લાભના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લવ લાઈફ, વિવાહિત જીવન પણ સારું રહેશે.

મિથુન રાશિ : મિથુન રાશિ માટે સૂર્ય ગોચર પણ શુભ છે અને આ લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. ખાસ કરીને મિથુન રાશિના વ્યાપારીઓને આ સમય ઘણો ફાયદો કરાવશે. આ સાથે નવી તકો મળશે. વિદેશથી ધનલાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ : સૂર્ય ગોચર કર્ક રાશિના લોકોને કરિયરમાં પ્રગતિ કરાવશે. અ સમય દરમિયાન તમને નવી તકો મળશે, જે તમને ભવિષ્યમાં લાભ આપશે. વિદેશમાં ભણવાનું અને નોકરી કરવાનું સપનું જોનારા લોકોને સફળતા મળશે. લવ લાઈફ ઘણી સારી રહેશે. પૈસાથી ફાયદો થશે. તમે બચત પણ કરી શકશો. આ સાથે પારિવારિક જીવન સુખમય રહેશે.

સિંહ રાશિ : સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને આ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. આર્થિક લાભ થશે. આ સમય દરમિયાન નોકરી-ધંધામાં પ્રગતિ થશે. અટકેલા પૈસા મળી શકે છે. જો નિર્ણયો સમજી-વિચારીને લેવામાં આવે, તો મુશ્કેલ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : સૂર્ય સંક્રાંતિ વૃશ્ચિક રાશિના જાતકોને સારા પરિણામ આપશે. આ સમય દરમિયાન મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં વૃદ્ધિ થશે. આ સાથે આવકના નવા સ્ત્રોત બનશે. લવ લાઈફ શાનદાર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X