Surya Grahan 2022: આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણનુ સૂતક, જાણો ક્યારે છે બેસતુ વર્ષ-ભાઈબીજ

દિવાળીના બીજા દિવસે એટલે કે આજે સૂર્યગ્રહણ લાગવાના કારણે બેસતુ વર્ષ મનાવવામાં આવશે નહિ. જાણો ક્યારે છે બેસતુ વર્ષ અને ભાઈબીજ.

દિવાળીના બીજા દિવસે એટલે કે આજે સૂર્યગ્રહણ લાગવાના કારણે બેસતુ વર્ષ મનાવવામાં આવશે નહિ. તમને જણાવી દઈએ કે મંગળવાર, 25 ઓક્ટોબર, 2022, કારતક અમાસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. જે સાંજે 4:41 કલાકે શરૂ થશે અને સાંજે 6.29 કલાકે સમાપ્ત થશે. જ્યારે પણ ગ્રહણ હોય છે ત્યારે તેનો સુતક સમયગાળો ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે.

solar eclipse

સૂતક લાગવાના કારણે ગોવર્ધન પૂજા એટલે કે બેસતુ વર્ષ માત્ર 25 ઓક્ટોબરે નહિ મનાવાય પરંતુ બીજા દિવસે એટલે કે 26 ઓક્ટોબરે મનાવાશે. પૂજાનો શુભ સમય 26 ઓક્ટોબરના રોજ સવારે 06:36થી 08:55 સુધીનો છે. આ જ દિવસે બપોરે 02.42થી દ્વિતિયા તિથિ શરુ થઈ જશે માટે તમે આ દિવસે ભાઈબીજા પણ ઉજવી શકો છો પરંતુ જે લોકો ઉદયતિથિમાં માને છે તેઓ આ તહેવાર 27 ઓક્ટોબરના રોજ ઉજવશે. દ્વીતિયા તિથિ 27 ઓક્ટોબર બપોરે 12 વાગીને 45 મિનિટ સુધી છે.

તમને જણાવી દઈએ કે 'ગોવર્ધન પૂજા'ને 'અન્નકૂટ' પણ કહેવામાં આવે છે, આ દિવસે તેઓ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને 56 પ્રકારના ભોગ ચડાવવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ઘરમાં સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતીક ભાઈબીજ તહેવાર ઉત્તર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો દરેક ભાઈના માથા પર તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્ય અને પ્રગતિની કામના કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X