For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2020: આજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ રાશિઓને થઈ શકે છે મુશ્કેલી

આ વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ(Solar Eclipse) આજે થવા જઈ રહ્યુ છે જેની અસર રાશિઓ પર પડશે.

|
Google Oneindia Gujarati News

Surya Grahan 2020: આ વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ(Solar Eclipse) આજે થવા જઈ રહ્યુ છે. ભારતીય જ્યોતિષમાં આને 'ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ' કહી રહ્યા છે. 5 કલાકનુ આ ગ્રહણ હાલમાં ભારતમાં નહિ દેખાય કારણકે જે સમયે આ ગ્રહણ થવાનુ છે એ વખતે ભારતમાં રાત રહેશે. આના કારણે ભારતવાસીઓ આ અદભૂત ખગોળીય ઘટનાના સાક્ષી નહિ બની શકે. જ્યોતિષ ગણના અનુસાર આ સૂર્ય ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠ નક્ષત્રમાં થશે. સૂર્યગ્રહણ દરમિયાન આ વખતે ચંડાલ યોગ બની રહ્યો છે. જો કે આ ગ્રહણ ભારતમાં તો પ્રભાવી નથી પરંતુ આ ગ્રહણની અસર રાશિઓ પર પડશે. એવામાં જે લોકોની જન્મ કુંડળીમાં ગુરુ-ચંડાલ યોગ છે તેમણે ખાસ સાવધાની રાખવાની જરૂર છે અને સાથે જ વૃશ્ચિક રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિવાળાએ સાવચેત રહેવુ

વૃશ્ચિક રાશિવાળાએ સાવચેત રહેવુ

મેષઃ અમુક લોકોને સામાજિક અપયશનો સામનો કરવો પડી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

વૃષભઃ આરોગ્ય સાથે સંબંધિત અમુક લોકોને મુશ્કેલી થઈ શકે છે. સલાહ-સૂચન લઈને જ કાર્ય કરવુ.

મિથુનઃ સમજી વિચારીને લેવાયેલ નિર્ણય જ લાભપ્રદ રહેશે, કોઈ સાથે ચર્ચા ના કરવી.

કર્કઃ કાર્યોમાં વધુ રોકાણ કરવાનુ ટાળવુ નહિતર હાનિ થઈ શકે છે. ખર્ચામાં વૃદ્ધિ થશે.

સિંહઃ અમુક લોકોને શારીરિક તેમજ માનસિક પીડા થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવુ પડશે.

કન્યાઃ માનસિક રીતે વ્યથિત રહેશો. દોસ્તો પર ધનનો વધુ વ્યય કરવાનુ ટાળવુ.

તુલાઃ સમયની ઉપયોગિતા તેમજ અવસરોને ઓળખીને તમે લાભ મેળવી શકો છો. કારણ વિનાના ઝઘડાથી બચવુ.

વૃશ્ચિકઃ આર્થિક ક્ષતિ થઈ શકે છે. અમુક લોકો પોતાની જીવિકા માટે ચિંતિત થઈ શકે છે. વાહનની ગતિમાં નિયંત્રણ રાખવાની જરૂર છે.

ધનઃ જીવનસાથીના સ્વાસ્થ્ય માટે મન વ્યથિત રહી શકે છે. કારણ વિના કોઈના પર શંકા ન કરો.

મકરઃ આર્થિક સ્થિતિ પહેલાની અપેક્ષાએ વધુ સારી થવાની આશા છે પરંતુ કોઈના પર ભરોસો ન કરવો.

કુંભઃ જીવનસાથીને કોઈ પ્રકારનુ કષ્ટ સંભવ છે. આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખવી ઠીક નથી.

મીનઃ ખાન-પાન પર સાવધાની રાખવી. આવક-વ્યયમાં સમાનતાની સ્થિતિ રહેશે. ક્રોધ પર કાબુ રાખવો.

સૂર્યગ્રહણનો સમય અને સ્થળ

સૂર્યગ્રહણનો સમય અને સ્થળ

ભારતીય સમયાનુસાર 14 ડિસેમ્બરે સાંજે 07.30 વાગ્યાથી ગ્રહણનો આરંભ થશે અને રાતે 12.23 વાગે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગરના અમુક વિસ્તારો, મેક્સિકો, સઉદી અરબ, કતર, સુમાત્રા, મલેશિયા, ઓમાન, સિંગાપુર, નૉર્થન મરિના આઈલેન્ડ અને શ્રીલંકામાં જોઈ શકાશે. ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે પરંતુ ભારતના લોકો નાસાની વેબસાઈટ પર જઈને ત્યાં આનુ લાઈવ પ્રસારણ જોઈ શકે છે.

શું હોય છે ગુરુ ચાંડાલ યોગ

શું હોય છે ગુરુ ચાંડાલ યોગ

ગુરુ અને રાહુની યુતિથી બનતો ગુરુ ચાંડાલ યોગ ખરાબ યોગોની શ્રેણીમાં આવે છે. આના પ્રભાવથી જીવનમાં અનેક કષ્ટ, મુશ્કેલીઓ, આર્થિક સંકટ, રોગ અને અત્યાધિક ખર્ચ આવે છે. ચાંડાલ યોગના કારણે વ્યક્તિનુ જીવન અસ્થિર થઈ જાય છે. 14 ડિસેમ્બરે લાગનાર ગ્રહણ આ યોગને પ્રભાવિત કરશે માટે થોડુ સંભાળીને રહેવાની જરૂર છે.

Venus Transit in Scorpio: શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો શું થશે અસર?Venus Transit in Scorpio: શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો શું થશે અસર?

English summary
Surya Grahan on December 14, these zodiac signs to be careful during this Solar Eclipse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X