Swapan Shastra : જો આ વસ્તુ સપનામાં દેખાય તો, પૈસા ગણવા તૈયાર થઇ જાવ
Swapan Shastra : સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, વ્યક્તિ દ્વારા જોવામાં આવેલું સ્વપ્ન ચોક્કસપણે કોઈને કોઈ અર્થ ધરાવે છે. ખાસ કરીને સૂર્યોદયના થોડા કલાકો પહેલા જોવામાં આવેલા સપનામાં કોઈને કોઈ નિશાની ચોક્કસ છૂપાયેલી હોય છે.
Swapan Shastra : દુનિયાના લગભગ દરેક જીવિત પ્રાણીને સ્વપ્ન આવે છે. ઘણા લોકોને સપના યાદ રહેતા નથી, ઘણા સપના યાદ રહી જાય છે. ઘણા સપના અજીબ હોય છે, તો ઘણા સપના અતિ ડરામણા હોય છે. આજે આપણે સપનામાં દેખાતી એવી કેટલીક વસ્તુઓ વિશે જાણીશું, જે દેખાવાથી તમને શુભ પરિણામ મળે છે.

નોટ જોવી ખૂબ જ શુભ હોય
સપનામાં નોટ જોવી ખૂબ જ શુભ હોય છે. જો તમે સ્વપ્નમાં તમારી જાતને બેંકમાં પૈસા જમા કરતા અથવા પૈસા બચાવતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને ભવિષ્યમાં જલ્દી પૈસા મળવાના છે.

અન્ય વ્યક્તિ તમને પૈસા આપતી જોવા મળે
જો સપનામાં કોઈ અન્ય વ્યક્તિ તમને પૈસા આપતી જોવા મળે છે, તો તેનો અર્થ એ પણ છે કે તમને જલ્દી જ ક્યાંકથી અચાનક પૈસા મળી જશે. આ તમારી આવકના સ્ત્રોતમાં વધારો કરવાનો પણ સંકેત છે.

સફેદ હાથી અથવા ઐરાવત હાથી દેખાવો
જો તમને સપનામાં સફેદ હાથી અથવા ઐરાવત હાથી દેખાય તો તે ખૂબ જ શુભ હોય છે. ઐરાવત હાથીને દેવરાજ ઈન્દ્રની સવારી માનવામાં આવે છે. સ્વપ્નમાં ઐરાવત હાથી જોવાનો અર્થ છે કે તમારા જીવનમાં વૈભવ અને માન-સન્માન વધશે.

સફેદ સાપ જોવો
સપનામાં સફેદ સાપ જોવો પણ ખૂબ જ શુભ હોય છે. સાપને ધનનો રક્ષક માનવામાં આવે છે અને સપનામાં સફેદ સાપ જોવો એ અપાર ધન, સોનું અને ચાંદી મળવાનો સંકેત છે. આવા સ્વપ્ન જોવાનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને ઘણા પૈસા મળવાના છે અને તમે ધનવાન બનવાના છો.

સિક્કાના ઢગલા વચ્ચે બેઠેલા જોવું
સ્વપ્નમાં પોતાને સિક્કાના ઢગલા વચ્ચે બેઠેલા જોવું, સિક્કા ખડકવાનો અવાજ સાંભળવો એ ખૂબ જ સારું સ્વપ્ન છે. આવા સ્વપ્ન એ પણ સૂચવે છે કે તમને પૈસા મળશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
