Swapna Shastra : આવા સપનાથી મળે છે ખુશખબર, જાણો સપનાનો મતલબ
કેટલાક સપના જીવનમાં આવનારી ખુશીઓના સંકેત આપે છે. આ સાથે ઘણા સપના કેટલાક ભવિષ્યમાં આવનારી ખરાબ ઘટનાઓ વિશે પણ ચેતવણી આપે છે.
Swapna Shastra : દુનિયામાં ઘણા પ્રાણીઓને સપના આવે છે. જેમાં મનુષ્ય પણ બાકાત નથી. ઘણા સપના યાદ રહી જાય છે તો ઘણા સપના ભૂલાઇ જાય છે. આપણને આવતા દરેક સપનાના અમુક મતલબ હોય છે. કેટલાક સપના જીવનમાં આવનારી ખુશીઓના સંકેત આપે છે.

આ સાથે ઘણા સપના કેટલાક ભવિષ્યમાં આવનારી ખરાબ ઘટનાઓ વિશે પણ ચેતવણી આપે છે. આવા સમયે તમારે જાણી લેવું જોઇએ છે કે, સ્વપ્ન શાસ્ત્રમાં તમામ સપનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

સફેદ કૂતરો
જો કોઈ વ્યક્તિ સપનામાં સફેદ કૂતરો જુએ તો તે મૂંઝવણમાં પડી જાય છે કે, તે શુભ સંકેત છે કે અશુભ સંકેત. સ્વપ્ન વિજ્ઞાન અનુસારસપનામાં સફેદ કૂતરાનું દેખાવું શુભ માનવામાં આવે છે.
સફેદ રંગનો કૂતરો જીવનમાં સુખ અને સકારાત્મકતા લાવે છે. તેનાથી ધન અનેસંપત્તિનો સરવાળો થાય છે. તેની સાથે વેપારમાં પણ વધારો થાય છે.

તીર્થયાત્રા
જો તમે સ્વપ્નમાં પોતાની જાતને તીર્થયાત્રા પર જતા જુઓ છો, તો તેનો અર્થ પણ શુભ સંકેત માનવામાં આવે છે. આવું સ્વપ્ન આવવાનોમતલબ નજીકના ભવિષ્યમાં તમારી કોઈપણ ઈચ્છા પૂરી થવા જઇ રહી છે. આ સાથે તેની જીવન પર પણ સકારાત્મક અસર પડે છે.

દુરબીન
કેટલીકવાર વ્યક્તિને કેટલાક વિચિત્ર સપના પણ આવે છે. જો તમને સ્વપ્નમાં દૂરબીન કે ટેલિસ્કોપ દેખાય છે તો તેને શુભ માનવામાંઆવતું નથી. જે વ્યક્તિ આવા સપના જુએ છે તે બેવડા ધોરણનો હોય છે. મુશ્કેલીનો સામનો કરી શકતા નથી. બધા સમય પરેશાન રહે છે.












Click it and Unblock the Notifications
