For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂત-પ્રેત, પિશાચને દૂર રાખવા કરો આ ઉપાય

આજની પેઢી ભલે ભૂતપ્રેતમાં વિશ્વાસ ન કરતી હોય, પણ જો ભગવાન છે તો શૈતાન પણ છે. હવે તો તમામ પશ્ચિમી વૈજ્ઞાનિકો પણ સ્વીકારી ચૂક્યા છે કે ભૂતપ્રેતોનું અસ્તિત્વ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આજની પેઢી ભલે ભૂતપ્રેતમાં વિશ્વાસ ન કરતી હોય, પણ જો ભગવાન છે તો શૈતાન પણ છે. હવે તો તમામ પશ્ચિમી વૈજ્ઞાનિકો પણ સ્વીકારી ચૂક્યા છે કે ભૂતપ્રેતોનું અસ્તિત્વ છે. હિંદુ ધર્મમાં 18 પુરાણોમાં એક ગરુડ પુરાણ છે, જેનો પાઠ કોઈ વ્યકિતના મૃત્યુ બાદ તેના પરિજનો 12 દિવસ સુધી કરાવે છે. આ પુરાણમાં જણાવાયુ છે કે જે વ્યકિતનો અંતિમ સંસ્કાર સારી રીતે ન થયો હોય તેમની આત્મ ભટકતી રહી જાય છે.

આ આત્માઓ આમતો કોઈને નુકશાન કરતી નથી, પણ પોતાની મુક્તિ માટે તેઓ પરિજનોની આસપાસ ભટક્યા કરે છે અને આસપાસ રહી અંતિમ સંસ્કારમાં રહી ગયેલી ત્રુટીઓ વિશે વિવિધ સંકેતો દ્વારા સંદેશા મોકલે છે. ઘણી વાર આ આત્માઓ આપણા પરિજનોની ન રહેતા અન્યની પણ હોય છે જે ખરાબ શક્તિઓ સાથે લઈને આવે છે. તેમનો ઉદેશ્ય માત્ર મનુષ્યોને હેરાન કરવાનો છે. આવી આત્માઓ આપણી આસપાસ રહે ત્યારે અજીબ ઘટનાઓ થાય છે. તેમનાથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. ચરક સંહિતામાં પ્રેતબાધાથી પિડિત રોગીના લક્ષણો અને નિદાનના અનેક ઉપાયો વિશે જણાવામાં આવ્યુ છે, તો આવો જાણીએ તે અંગે વિસ્તારથી...

હનુમાન ચાલીસાનો પાઠ

હનુમાન ચાલીસાનો પાઠ

પ્રેતબાધાના નિવારણ માટે સૌથી સરળ અને સર્વ સામાન્ય રીત છે હનુમાન ચાલીસાનો પાઠ. નિયમિત ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ થતો રહે તો ઘરમાં કોઈ પ્રેત બાધા રહેતી નથી.

બજરંગબાણનો પાઠ

બજરંગબાણનો પાઠ

કોઈ પણ અઠવાડિયે મંગળવારે કે શનિવારે બજરંગબાણનો પાઠ કરો. ઉપરાંત સવારની પૂજામાં તેનો નિયમિત પાઠ કરો. તે ડર અને ભય ભગાડવાનો સરળ ઉપાય છે.

નિયમિત ગણેશ સ્તુતિ

નિયમિત ગણેશ સ્તુતિ

નિયમિત ગણેશ સ્તુતિ કરો. પૂજનમાં ગણેશ ભગવાનને એક સોપારી રોજ ચઢાવો અને એક વાટકી ચોખા કોઈ ગરીબને દાન કરો. આ ક્રિયા એક વર્ષ નિયમિત કરો. આ ક્રમ તૂટવો ન જોઈએ. તેનાથી તમારો નજર દોષ અને ભૂત-પ્રેત બાધા વગેરેને કારણે બાધીત તમામ કામો પૂરાં થશે.

મા કાલી ઉપાસના

મા કાલી ઉપાસના

મા કાલી માટે ઉપાસના માટે નિયમિત પવિત્ર અગરબત્તી તેમના નામથી સવાર સાંજ લગાવો. ઉપાસના કરતી વખતે તેમને ઘર અને શરીરની રક્ષા કરવાની પ્રાર્થના કરો. તેનાથી તમારી મોટામાં મોટી મુશ્કેલી પર સરળતાથી વિજળ મેળવી શકો છો.

ઓમ મંત્રનો જાપ

ઓમ મંત્રનો જાપ

જો કોઈ ભૂત પ્રેત બાધાથી પિડિત છે તો તેને ઓમ કે રુદ્રાક્ષનું અભિમંત્રિત લોકેટ ગળામાં પહેરાવી રાખો. આ સિવાય તમારા ઘરના મુખ્ય દ્વારે એક ત્રિશૂળમાં જડેલ ઓમનું પ્રતિક ચિન્હ લગાવો. ઘરની બહાર નીકળો તો મસ્તક ચંદન, કેસર કે ભભૂતિ કે તિલક લગાવી નિકળો, હાથમાં રક્ષાસુત્ર પહેરો.

ચિડ કે ધતૂરાનો છોડ

ચિડ કે ધતૂરાનો છોડ

પ્રેત અને બાધા દૂર કરવા માટે પુષ્ય નક્ષત્રમાં ચિડ કે ધતૂરાનો છોડ જંગલમાંથી મુળ સાથે ઉખાડી લાવો. તેને પોતાના ઘરના આંગણામાં કે બહાર દરવાજે મુળનો ભાગ ઉપર રહે અને છોડ જમીનમાં રહે તે રીતે ડાટી દો. આમ કરવાથી પ્રેતબાધા ઘરમાં પ્રવેશ કરતી નથી અને વ્યકિતને ઘરમાં સુખ અને શાંતિનો અહેસાસ થાય છે.

કપૂર લવિંગ જલાવો

કપૂર લવિંગ જલાવો

ઘરે રાત્રી ભોજન બાદ સુતા પહેલા ચાંદીની વાટકી લઈ પોતાના પૂજા સ્થાને કે પછી ઘરમાં કોઈ પવિત્ર સ્થાને કપૂર અને લવિંગ જલાવો, તેનાથી ઉપરની બાધાઓ અને ખરાબ નજર સામે રક્ષણ મળે છે.

ઘરેલું ટોટકા

ઘરેલું ટોટકા

એક વાસણ લઈ તેમાં પાન મુકો. તેની ઉપર લવિંગની જોડી, ફૂલની જોડી, ઈલાયચી, પાન અને પેંડા મુકી ભૂતબાધાથી પિડિત વ્યકિતના નામ રાશિના ગ્રહના મંત્રનો 108 વખત જાપ કરો. આ કામ સ્નાન બાદ કરવું. ત્યારબાદ 7 વખત મંત્ર વાંચી આ વાસણ પિડિત વ્યકિતના માથાથી પગ સુધી ઉતારી વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી પ્રેત બાધામાં શાંતી મળે છે. ધ્યાન રાખવું કે આ ટોટકુ કરતી વખતે કોઈ તમને ટોકે નહિં.

દિવાળીની રાતે સરસિયાના તેલનો મોટો દિવો જલાવી તેનાથી કાજળ તૈયાર કરો. આ કાજળ નિયમતિ લગાવાથી ભૂત પ્રેત, પિશાચ, ડાકણ વગેરેથી રક્ષા થાય છે. સાથે જ આ ખરાબ નજરથી પણ બચાવે છે. આ કાજળ પર્યાપ્ત માત્રામાં બનાવી લેવું જેનાથી તે આખુ વર્ષ ચાલી શકે.

અશોકના પાન ઘરમાં રાખો

અશોકના પાન ઘરમાં રાખો

અશોકના સાત પાન મંદિરમાં રાખી નિયમિત તેની પૂજા કરો. જ્યારે જૂના અશોકના પાન સુકાઈ જાય ત્યારે તેની જગ્યાએ નવા પાન મુકો તેને પીપળા નીચે મુકી દો. આ ક્રિયા આજ રીતે નિયમિત કરતા રહો. તમારા નિવાસ સ્થાને ભૂત પ્રેત બાધા અને નજર દોશ વગેરેથી મુક્ત રહેશે.

English summary
Symptoms Remedies to get rid of evil eye
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X