Last Lunar Eclipse 2020: વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે, જાણો તેના વિશે બધુ

30 નવેમ્બરે વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ થવાનુ છે. જાણો તેના વિશે બધુ.

નવી દિલ્લીઃ 30 નવેમ્બરે વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ થવાનુ છે. આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે કે જે ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, પ્રશાંત મહાસાગર ક્ષેત્ર અને એશિયાના ભાગોમાં દેખાશે. જ્યોતિષોઓના જણાવ્યા મુજબ આ ઉપછાયા ચંદ્રગ્રહણ છે માટે આ વખતે સૂતક નહિ લાગે, સામાન્ય રીતે ગ્રહણના 9 કલાક પહેલા સૂતક લાગી જાય છે. તમને જણાવી દઈએ કે સૂતક કાળમાં પૂજા-પાઠ, ભોજન અને શુભ કામ વર્જિત હોય છે. આ ગ્રહણને તમે નગ્ન આંખે જોઈ શકશો.

શું છે ચંદ્રગ્રહણ લાગવાનો સમય

શું છે ચંદ્રગ્રહણ લાગવાનો સમય

ચંદ્રગ્રહણ શરૂ - 30 નવેમ્બરે બપોરે 1 વાગીને 4 મિનિટે
ચંદ્રગ્રહણ ચરમ પર - બપોરે 3 વાગીને 13 મિનિટે
ચંદ્રગ્રહણ ખતમ - સાંજે 5 વાગીને 22 મિનિટે
કુલ મળીને ગ્રહણનો સમય 4 કલાક અને 21 મિનિટનો હશે. આ વખતે ગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં લાગશે જેના કારણે વૃષભ રાશિવાળાએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે ગ્રહણની અસર બધી રાશિઓ પર પડશે માટે બધાએ સજાગ રહેવાની જરૂર છે.

શું છે ઉપછાયા ચંદ્રગ્રહણ

શું છે ઉપછાયા ચંદ્રગ્રહણ

જ્યારે ચંદ્રમા અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે તેને ચંદ્રગ્રહણ કહે છે. આ દરમિયાન પૃથ્વીની છાયાથી ચંદ્રમા સંપૂર્ણપણે કે આંશિક રીતે ઢંકાઈ જાય છે અને એક સીધી રેખા બની જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યની રોશનીને ચંદ્રમા સુધી પહોંચવા દેતી નથી પરંતુ ઉપછાયા ચંદ્રગ્રહણ કે પેનુમ્બ્રલ દરમિયાન ચંદ્રમાનુ બિંબ ધૂંધળુ થઈ જાય છે અને તે સંપૂર્ણપણે કાળુ નથી થતુ. આના કારણે ચંદ્ર થોડો મલિન રૂપે દેખાય છે. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાએ લાગે છે. આ વખતે પણ 30 તારીખે કારતક પૂર્ણિમા છે.

શું કરવુ અને શું નહિ

શું કરવુ અને શું નહિ

આમ તો ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ શાસ્ત્રોમાં ગ્રહણને શુભ માનવામાં આવતુ નથી. આના કારણે ગ્રહણ દરમિયાન અમુક વાતોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ગ્રહણ કાળમાં વ્યક્તિએ ભોજન ન કરવુ જોઈએ, ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવાનુ ટાળવુ જોઈએ. સહવાસ ન કરવો જોઈએ. ખોટુ ન બોલવુ જોઈએ. સૂવુ ન જોઈએ. પૂજા સ્થળને પણ સ્પર્શ ન કરવો જોઈએ. માંસ-મદીરાનુ સેવન ન કરવુ જોઈએ. લસણ-ડુંગળી ન ખાવા જોઈએ. લડાઈ-ઝઘડો ન કરવો જોઈએ. ગ્રહણ કાળમાં તુલસીના છોડને અડવુ જોઈએ નહિ. તુલસીના છોડ પાસે એક દીવો પ્રગટાવીને રાખવો જોઈએ. ભજન કરવુ જોઈએ અને પ્રભુનુ ધ્યાન ધરવુ જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X