Budhaditya Rajyog : સૂર્ય અને બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય રાજયોગ, આ રાશિની ચમકશે કિસ્મત
Budhaditya Rajyog : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, તમામ ગ્રહ એક નિર્ધારિત સમયગાળા બાદ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. અત્રે નોંધનીય બાબત છે કે, 07 જૂન, 2023ના બુધ દેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ રાશિમાં સૂર્ય ભગવાન પહેલાથી જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં 07 જૂનના રોજ વૃષભ રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષોના મતે બુધાદિત્ય રાજયોગ સૂર્ય અને બુધના સંયોગથી બને છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વૃષભ રાશિ પર બુધાદિત્ય રાજયોગની અસર - વૃષભ રાશિના લોકોને બુધાદિત્ય રાજયોગના સર્જનથી લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત મળી શકે છે અને વાણીના ક્ષેત્રમાં લાભ થઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન નોકરી કે વ્યવસાયના ક્ષેત્રમાં પણ નવી તકો મળી શકે છે. અચાનક નાણાકીય લાભના સંકેતો પણ છે.
કન્યા રાશિ પર બુધાદિત્ય રાજયોગની અસર - બુધ ગોચરને કારણે બુધાદિત્ય રાજયોગ બનતો હોવાનો લાભ કન્યા રાશિના લોકો પર દેખાઈ રહ્યો છે.
આ દરમિયાન વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે અને કાર્યસ્થળમાં આ સમય સારો રહેશે. માંગલિક કાર્યક્રમો ઘરમાં કે પરિવારમાં પણ થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે.
સિંહ રાશિ પર બુધાદિત્ય રાજયોગની અસર - સિંહ રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગના સર્જનથી લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે અને નવી તકો પણ મળી શકે છે.
આ સમય દરમિયાન નોકરી બદલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. આ સમયગાળામાં પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.












Click it and Unblock the Notifications
