હંમેશા રહે છે પૈસાની તંગી, પોતાના પર્સમાંથી દૂર કરો આ વસ્તુઓ!
ઘણી કમાણી કર્યા બાદ પણ પૈસાના અભાવે પરેશાન થવું એ મોટાભાગના લોકોની સમસ્યા રહે છે. આની પાછળ તેમના બેફામ ખર્ચા અને બજેટ બનાવ્યા વિના નાણા વેડાવવા જેવી ભૂલો જવાબદાર રહે છે.
નવી દિલ્હી : ઘણી કમાણી કર્યા બાદ પણ પૈસાના અભાવે પરેશાન થવું એ મોટાભાગના લોકોની સમસ્યા રહે છે. આની પાછળ તેમના બેફામ ખર્ચા અને બજેટ બનાવ્યા વિના નાણા વેડાવવા જેવી ભૂલો જવાબદાર રહે છે. આ સિવાય કેટલીક એવી ભૂલો પણ થાય છે, જેને વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ જણાવવામાં આવ્યું છે. પર્સ સાથે જોડાયેલી આ ભૂલોને હંમેશા ટાળવી જોઈએ, નહીં તો પૈસાની તંગી ક્યારેય ખતમ નહીં થાય.

પર્સમાં ભગવાનનો ફોટો
ઘણા લોકો પર્સમાં ભગવાનનો ફોટો રાખે છે અથવા એવો કોઈ કાગળ રાખે છે, જેમાં ભગવાનનો ફોટો હોય છે. તેમની આ ભૂલ તેમને દેવાના બોજ હેઠળ દબાવી રાખે છે.જો તમે દેવાથી બચવા માંગતા હોવ તો પર્સ અંગે આ ભૂલ ન કરો.

જૂના બિલ અથવા રસીદો
ઘણા લોકો તેમના પર્સમાં જૂના બિલ-રસીદનું બંડલ રાખે છે. તેમની આ આદતથી તેઓ પૈસા ગુમાવે છે. તો આ વસ્તુઓ ક્યારેય પણ તમારા પર્સમાં ન રાખો.

મૃત સંબંધીઓના ફોટો
ઘણા લોકો પોતાના મૃત સ્વજનોના ફોટા પર્સમાં રાખે છે, આમ કરવા પાછળ તેમની સાથે ભાવનાત્મક લગાવ જોડાયેલો હોય છે, પરંતુ પર્સમાં મૃતકનો ફોટો રાખવાથીદેવી લક્ષ્મી નારાજ થાય છે. જેના કારણે આવા લોકોની પાસે હંમેશા પૈસાની અછત રહે છે.

ધારદાર વસ્તુ
પર્સમાં ક્યારેય ધારદાર કે અણીદાર વસ્તુઓ કે ધાતુની વસ્તુઓ ન રાખો. તેઓ નકારાત્મકતા લાવે છે અને પૈસાનું નુકસાન કરે છે.

ફાટેલું પર્સ
ફાટેલું પર્સ ક્યારેય ન રાખો. આવું કરવાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે અને વ્યક્તિ દરિદ્ર બની જાય છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
