જાણો, હિંદુ શાસ્ત્રો પ્રમાણે ઘરમાં કયુ ઝાડ વાવવુ તમારા માટે શુભ ગણાય

Posted By:
Subscribe to Oneindia News

ઘરમાં ઝાડ વાવવુ એ સારી વાત ગણાય છે. જેનાથી માત્ર ઘરની શોભામાં વધારો જ નથી થતો, પરંતુ આસપાસનુ વાતાવરણ પણ શુધ્ધ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારે તમારા ઘરમાં કયુ ઝાડ વાવવુ જોઈએ? કયુ ઝાડ તમારા માટે લાભકારી છે અને કયુ અમંગળકારી ?

કહેવાનો અર્થ એ છે કે, ઘરમાં કોઈ પણ છોડ કે ઝાડ વાવતા પહેલા જાણી લેવુ કે તે તમારા માટે લાભકારી છે કે નહિં અને કયુ ઝાડ તમને નુકશાન પહોંચાડી શકે છે. આવો, આજે અમે તમને જણાવીશું કે, તમારે તમારા સપનાના ઘરમાં કયા ઝાડ વાવવા જોઈએ, જેનાથી તમારા જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે નહિં.

banyan tree

વડ અને પીપળાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે


વાસ્તુ પ્રમાણે તમારા ઘરની પૂર્વ દિશામાં વડનુ ઝાડ વાવવાથી તમને તેનુ શભ ફળ મળે છે. જ્યારે ઘરની પશ્ચિમ દિશામાં પીપળાનુ ઝાડ વાવવુ અત્યંત શુભદાયક રહે છે. જેનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની મુશ્કેલી આવશે નહિં. હંમેશા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે.

piplo

દિશા પ્રમાણે વાવો ઉંબરાનુ વૃક્ષ


વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તરે પિલખન અને દક્ષિણે ઉંબરાનુ ઝાડ (વડ) વાવવુ જોઈએ. ઘરની આજુબાજુ કોઈપણ કાંટા કે દુધ વાળુ ઝાડ અશુભ ગણાય છે. કાંટાળી બાવળ, થોર કે કોઈપણ પ્રકારના કેક્ટ્રસ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં રાખવા યોગ્ય નથી. કાંટાળી વનસ્પતિ તમારા ઘરમાં નેગેટીવ ઉર્જાને જકડી રાખે છે.

neem

સકારાત્મક ઉર્જા આપનાર લીમડો


લીમડો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. માટે લીમડાને આંગણામાં વાવી તમે પોઝીટીવ એનર્જીને તમારા ઘરમાં આમંત્રિત કરી શકો છો.

tulsi

શાસ્ત્રો પ્રમાણે તુલસી શુભ


હિંદુ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. જેની તુલના માતા લક્ષ્મી સાથે કરવામાં આવે છે. તુલસી ઘરની નકારાત્મક ઉર્જાને ખતમ કરે છે. તુલસીનુ ઝાડ તમારા ઘરના દક્ષિણ ભાગમાં કયારેય લગાડવુ નહિં.

મુશ્કેલીઓ દૂર કરનાર આમળો


ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં આમળાનુ ઝાડ લગાડવુ અત્યંત લાભકારી છે. જેનાથી ઘરમાં આવતી મુશ્કેલીઓ ખતમ થાય છે. તમારા કષ્ટો દૂર થાય છે.

vans

સંતાનો માટે લાભકારી વાંસ


એવુ મનાય છે કે, વાંસ લગાડવુ ઘરના સંતાનો માટે અત્યંત લાભદાયક છે. સંતાનોના સ્વાસ્થ્ય અને અભ્યાસ માટે અત્યંત શુભ છે. આ છોડ તમારા માટે સુખ, સમૃધ્ધિ અને સફળતા અપાવવાની ક્ષમતા રાખે છે.

nariyel

માન-સન્માન વધારનાર નારિયેળ


જો તમારા ઘરની બહાર નારિયેળનુ ઝાડ લગાવેલ હોય તો તેનાથી ઘરના લોકોના માન-સન્માનમાં વધારો થાય છે. સમાજમાં પ્રગતિ મળે છે. શાખમાં વધારો થાય છે.

ભગવાન વિષ્ણુનુ રૂપ કેળ


હિંદુ ધર્મ પ્રમાણે કેળાનો છોડ તેના પાન ઘણા મહત્વના ગણાય છે. દરેક પૂજા વિધિમાં તેના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. દર ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. એવુ મનાય છે કે, કેળાનો છોડમાં ભગવાન વિષ્ણુનુ જ એક રૂપ છે.

English summary
These Lucky Plants increase your Wealth and Prosperity
Please Wait while comments are loading...