શનિ જયંતિ 2017:શનિદેવને ખુશ કરવા કરો આ ઉપાયો!

Posted By:
Subscribe to Oneindia News

અમાસની તિથિએ ભારતમાં અનેક જગ્યાઓએ શનિ જયંતિ ઉજવવામાં આવશે. આ વર્ષે 25 મે 2017 ના રોજ શનિ જયંતિ આવી રહી છે. દેશના અનેક ભાગોમાં વૈશાખની અમાસના રોજ શનિ જયંતિ મનાવવામાં આવે છે.

શનિ જયંતિ માટે પૂજાનો સમય

અમાસ તિથિ શરૂ-05:07 સવારે 25 મે 2017
અમાવસ્યા તિથિ સમાપ્તિ-01:14 બપોરે 26 મે 2017

શનિ જયંતિ શનિદેવના જન્મદિવસ રૂપે ઉજવાય છે. શનિ ભગવાન નવ ગ્રહોમાંના એક શનિ ગ્રહના દેવ છે. આપણું ભવિષ્ય અને જીવનને દિશા આપવાનું કામ શનિ દેવનું છે. કુંડળીમાં ચાલતી દશાઓમાં સૌથી લાંબી ચાલતી દશામાં એક શનિ દશા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એકાદ વખત તો જરૂર શનિ ગ્રહની અસર હેઠળ આવે છે.

મોટેભાગે શનિને ક્રુર અને લાગણીહિન ગ્રહના રૂપે ચિતરવામાં આવેલ છે. જેમાં સચ્ચાઈ નથી. એવી ઘણી દશા છે જેમાં શનિ તેનું સકારાત્મક પરિણામ આપે છે. પરિણામે શનિના પ્રભાવથી ડરવું જોઈએ નહિં.

જો તમે શનિની ખરાબ દશાનો ભોગ બનેલા હોવ તો તે માટે શનિ જયંતિ ખાસ દિવસ છે. આ દિવસે કેટલાક કામો કરી તમે તમારી ખરાબ દશામાંથી રાહત મેળવી શકો છો. શનિ જયંતિ પર પૂજા, યજ્ઞ અને તેલથી શનિનો અભિષેક કરવામાં આવે છે. ઉપરાંત શાંતિ પૂજા શનિ જયંતિના દિવસે કરાતુ મહત્વનું અનુષ્ઠાન છે. કેટલાક એવા પણ કામો છે જે કરવાથી શનિના પ્રભાવને ઘટાડી શકાય છે. શનિ જયંતિના દિવસે શનિ દેવને ખુશ કરવા માટે અહીં જણાવેલા ઉપાયો કરવા હિતાવહ છે.

સરસિયાનું તેલ દાન

સરસિયાનું તેલ દાન

એવું કહેવાય છે કે જ્યારે ભગવાન હનુમાને શિન દેવના ગર્વને ખતમ કર્યો હતો ત્યારે તેમના શરીર પર અનેક ધાવ થયા હતા. ભગવાન હનુમાને તેમના ધાવને શાંત કરવા તેલ આપ્યુ હતુ. ત્યારે ભગવાન શનિએ વચન આપ્યુ હતુ કે જે કોઈ તેમને ભક્તિ સાથે તેલ ચઢાવશે તેને શનિ દશાની અસરની હેરાન થવું પડશે નહિં. પરિણામે શનિ જયંતિના દિવસે શનિ દેવને તેલ ચઢાવવું શુભ મનાય છે. સરસિયાનું તેલ તેમાં ઉત્તમ ગણાય છે.

કાળી વસ્તુઓનું દાન

કાળી વસ્તુઓનું દાન

કાળી વસ્તુઓ અથવા એવી વસ્તુઓ જે શનિ દેવનું પ્રતિનિધિત્વ કરે છે, શનિ જયંતિના દિવસે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. કાળા અડદ, કાળા તલ, કાળી ગાય, કાળા કપડા જેવી વસ્તુઓનું આ દિવસે દાન કરવું. આ વસ્તુઓનું દાન કરવાથી શનિની ખરાબ દશામાંથી મુક્તિ મળે છે. તમારી નાણાકીય સ્થિતિ પણ સુધરશે.

કાળા કુતરાને દૂઘ પીવડાવો

કાળા કુતરાને દૂઘ પીવડાવો

કાળો કલર અને કાળુ કુતરું બંને શનિનું પ્રતિનિધિત્વ કરે છે. કાળા કુતરાને દૂધ પીવડાવવાથી શનિને ખુશ કરવામાં મદદ મળે છે. લોટની રોટલી બનાવો અને તેના પર સરસીયાનું તેલ ચોપડી આ રોટલી કાળા કુતરાને ખવડાવો અને જલ્દી જ તમને તેનું પરિણામ જોવા મળશે.

નવ ગ્રહ મંદિરે જાવ

નવ ગ્રહ મંદિરે જાવ

નવ ગ્રહ મંદિર અથવા શનિ મંદિરે જાવ અને શનિની મૂર્તિ પર અભિષેક કરો. પંચામૃત, તેલ, ગંગાજળ, અને પાણી અભિષેક માટે ઉત્તમ ગણાય છે. આમ કરવાથી શનિ ખુશ થાય છે અને તેમની ખરાબ દ્રષ્ટિમાંથી મુક્ત કરે છે.

નવરત્ન હાર

નવરત્ન હાર

જો તમે શનિના અત્યંત દુષ્પ્રભાવ હેઠળ છો તે માટે નવ રત્ન હાર ચઢાવો. આ હાર નવ રત્નોથી બનેલો હોય છે. ભગવાન શનિની પૂજા કરી તેમને સમર્પતિ કરવો.

હનુમાનની પૂજા

હનુમાનની પૂજા

આ દિવસે હનુમાન મંદિરે જાવ અને તેમની પૂજા કરો. ભગવાન શનિ હનુમાનના ભક્તને ક્યારેય પરેશાન કરતા નથી.

English summary
Read to know what are the things that needs to be done on shani jayanthi also what you should donate on shani jayanthi.
Please Wait while comments are loading...