For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ પહેરો સાપ, કાચબા, સૂર્યના આકારની વીંટી

કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં જો ગ્રહોનું સંતુલન બગડી ગયું છે તો, તેમના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા માંડે છે.

|
Google Oneindia Gujarati News

કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં જો ગ્રહોનું સંતુલન બગડી ગયું છે તો, તેમના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા માંડે છે. માનસિક અસ્થિરતા ઉપરાંત, આર્થિક, સામાજિક, કૌટુંબિક જીવનમાં સંકટનો સામનો કરવો પડે છે. ગ્રહોની સ્થિતિ સારી કરવા માટે વેદિક જ્યોતિષમાં ઘણા પ્રકારના ઉપાયોનું વર્ણન મળે છે, તેમાંથી જ એક છે વિભિન્ન પ્રકારની વીંટીના પ્રયોગ. દરેક ગ્રહ સાથે કોઈ ને કોઈ ધાતુ જોડાયેલી છે, તે સંબંધિત ગ્રહને સુધારવા માટે તેનાથી સંબંધિત ધાતુની વીંટી પહેરવામાં આવે છે, પરંતુ કેટલીક વિશેષ પ્રકારની વીંટીઓ પણ હોય છે જેનો પ્રયોગ કરવામાં આવે છે ગ્રહોની બગડેલી સ્થિતિને સુધારવા માટે. ચાલો જાણીએ કે તે કયા કયા પ્રકારની વીંટીઓ હોય છે.

આ પણ વાંચો: આ રાશિઓનું હૃદય ખુબ જ કોમળ હોય છે, ખુબ જ જલ્દી માફ કરી દે છે

સાપના આકારની વીંટી

સાપના આકારની વીંટી

સાપના આકારની વીંટીનો પ્રયોગ કાલસર્પ દોષ, પિતૃ દોષ અને ગ્રહણ દોષને દૂર કરવા માટે થાય છે. આ વીંટી એ પ્રકારની હોય છે તેની ઉપરની તરફ સાપ બનેલો હોય છે. જો કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં કાલસર્પ દોષ બનેલો હોય, તો તેઓએ ચાંદી અથવા અષ્ટધાતુની સર્પ આકારની વીંટી પહેરવી જોઈએ.

કાચબાના આકારની વીંટી

કાચબાના આકારની વીંટી

કાચબાને ધન પ્રદાયક માનવામાં આવે છે. વેદિક જ્યોતિષવિદ્યા સિવાય, કાચબાને વાસ્તુ અને ફેંગશુઇમાં પણ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. કાચબાની અષ્ટધાતુની વીંટી ધારણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે. જે લોકોને સતત નાણાકીય કટોકટી રહેતી હોય, બિઝનેસમાં પર્યાપ્ત લાભ ન મળતો હોય, ધનની બચત ના થતી હોય, કુટુંબની જરૂરિયાતોને પૂરી કરી શકતા નથી તો શુક્રવારે કાચબાના આકારની વીંટી જરૂર પહેરો. આનાથી ટૂંક સમયમાં જ તમારી સમસ્યાઓ હલ થવા લાગશે.

સૂર્યના આકારની વીંટી

સૂર્યના આકારની વીંટી

સૂર્યને માન-સન્માન, પ્રગતિ, ઉન્નતિનો પ્રતીક માનવામાં આવે છે. જે લોકો સામાજિક-પારિવારિક જીવનમાં આદર, ગૌરવ અને પદ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે, તેમને સૂર્યની આકારની વીંટી પહેરવી જોઈએ. નોકરીમાં તરક્કી, પ્રમોશન અને પદ મેળવવા માટે સૂર્યના આકારની વીંટી પહેરવી જોઈએ.

ત્રિશક્તિ વીંટી

ત્રિશક્તિ વીંટી

ત્રિશૂળ, ઓમ અને સ્વાસ્તિક આ ત્રણ પ્રતીકોથી બનેલી વીંટી ત્રિશક્તિ વીંટી તરીકે ઓળખાય છે. આ રીંગ જીવનના તમામ રોગો દૂર કરીને સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. જે લોકો ડિપ્રેશનમાં છે, તણાવમાં છે, માનસિક રીતે હેરાન થાય છે, અને જો દુશ્મન હેરાન કરતા હોય તો આ ત્રિશક્તિ વીંટી પહેરો. ત્રિશૂળ દુશ્મનોથી રક્ષણ આપે છે. ઓમ માનસિક શાંતિ આપે છે અને સ્વાસ્તિકથી જીવનમાં શુભ કાર્ય થાય છે.

English summary
This is why one should wear snake, turtle and sun shaped ring
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X