હાથની રેખાઓ કરે છે લવ અફેર તરફ ઈશારો
હાથની રેખાઓ એવી હોય છે જે વ્યક્તિના લવ અફેર વિશે બતાવી શકે છે. હથેળી પર રેખીની આ સ્થિતિ સમગ્ર જીવનમાં થનારા તમારા લવ અફેરની માહિતી આપી શકે છે.
હાથની રેખાઓ એવી હોય છે જે વ્યક્તિના લવ અફેર વિશે બતાવી શકે છે. હથેળી પર રેખીની આ સ્થિતિ સમગ્ર જીવનમાં થનારા તમારા લવ અફેરની માહિતી આપી શકે છે. લગ્નની રેખા કે પછી લવ લાઈન સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં આડી હોય છે અને તેનો નાનો મોટો આકાર તમારા જીવનને ઘણી રીતે પ્રભાવિત કરે છે.

જાણી શકશો લવ લાઈફ વિશે
આ લેખ દ્વારા તમે વ્યક્તિના પ્રેમ પ્રસંગો વિશે જાણી શકો છો. આ આર્ટિકલને વાંચો અને લવ લાઈન જેને હ્રદયરેખા પણ કહેવામાં આવે છે તેનાથી જાણો કે જીવનભર પ્રેમ વિશે શું સ્થિતિ રહેશે.

જો હ્રદય રેખા નાની હોય
જો હ્રદય રેખા નાની હોય અને તે માત્ર મધ્ય આંગળી સુધી જ પહોંચી શકતી હોય તો તે જણાવે છે કે તમે આત્મકેન્દ્રિત, ક્રૂર અને નિમ્ન વિચારો ધરાવતા વ્યક્તિ છો. તમારી લવ લાઈફ સારી નહિ રહે અને અંતમાં તમે એકલા રહી જશો.

જો તમારી લવ લાઈન હોય ઘણી લાંબી
જો તમારી હ્રદય રેખા કે લવ લાઈન ઘણી લાંબી હોય અને હથેળીના બંને છેડા સુધી પહોંચતી હોય તો એ જણાવે છે કે તમે સીધા સાદા વ્યક્તિ છો. તમને શૉર્ટકટ્સ લેવાનુ પસંદ નથી. તમારો નેચર રોમેન્ટિક છે અને પોતાના પાર્ટનરના કહેવા અનુસાર ચાલવામાં તમને મુશ્કેલી નથી. તમે પોતાના રિલેશનશીપ માટે ઘણા વફાદાર છો. વળી, બીજી તરફ પ્રેમ તમારી નબળાઈ છે આના કારણે તમને તૂટેલા સંબંધોમાંથી બહાર આવવામાં ઘણી મુશ્કેલી થાય છે.

જો લવ લાઈન ગુરુ પર્વત પર પહોંચીને થઈ રહી હોય ખતમ
જો તમારી હથેળીની લવ લાઈન ગુરુ પર્વત પર ખતમ થતી હોય તો એ સંકેત છે કે તમને ભરપૂર પ્રેમ મળશે. તમને તમારા લવ અફેરથી બહુ વધુ અપેક્ષા છે.

જો લવ લાઈન ગુરુ પર્વત અને શનિ પર્વત વચ્ચે થાય ખતમ
જો તમારી હ્રદય રેખા ગુરુ પર્વત અને શનિ પર્વતની નીચે આવીને ખતમ થાય તો એ જણાવે છે કે તમારા જીવનમાં સાચ્ચા અને બહુ વધુ પ્રેમની કૃપા છે. તમે પોતાના રિલેશનશિપ માટે સમર્પિત છો જેના કારણે તમે ક્યાંક બીજી જગ્યાએ પ્રેમની શોધ નહિ કરો.

જો અંતમાં જઈને લવ લાઈન થઈ જાય અલગ
જો તમારી લવ લાઈન અંતમાં જઈને બે ભાગમમાં વહેંચાઈ જાય અને જો તે થોડી વળીને નીચેની તરફ આવે તો એ જણાવે છે કે તમે પોતાના રિલેશનશિપ માટે બધુ ન્યોછાવર કરવાની હિંમત રાખો છો.

જો લવ લાઈનના અંતમાં ત્રિશૂળ જેમ નીકળતી હોય ત્રણ રેખાઓ
જો તમારી લવ લાઈન અંત થવા પર ત્રણ રેખાઓ નીકળી રહી હોય તો એ જણાવે છેકે વ્યક્તિ શાંતિ અને સૌહાર્દમાં વિશ્વાસ રાખે છે. પરંતુ દૂર્ભાગ્યથી તમારી લવ લાઈફ સામાન્યથી થોડી મુશ્કેલ હશે.

જો તમારી લવ રેખાના અંતમાં હોય બહુ બધી રેખાઓ
જો રેખાના અંતમાં બહુ બધી શાખાઓ નીકળી રહી હોય તો એ જણાવે છે કે વ્યક્તિ પોતાના પ્રેમ માટે સ્થિર છે અને સાથે તેને સાચ્ચો પ્રેમ પણ મળશે.












Click it and Unblock the Notifications
