For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 જૂને લાગતું સૂર્ય ગ્રહણ દુર્લભ છે, હવે 900 વર્ષ બાદ દેખાશે

21 જૂને લાગતું સૂર્ય ગ્રહણ દુર્લભ છે, હવે 900 વર્ષ બાદ દેખાશે

By Staff
|
Google Oneindia Gujarati News

આ વિશ્વમાં કેટલીય એવી ખગોળીય ઘટનાઓ થાય છે જે અમૂક પેઢીઓ જ જોઈ શકે છે, તેવું જ એક દુર્લભ સૂર્ય ગ્રહણ આગામી 21 જૂને પડનાર છે. જૂન મહિનાની 21 તારીખે આ સૂર્ય ગ્રહણ લાગશે. આ ગ્રહણ ભારત, દક્ષણ પૂર્વ યૂરોપ અને આખા એશિયામાં જોવા મળશે. જૂન 2020માં પડતું આ ગ્રહણ કુંડલાકાર હશે.

ઉલ્લેખનીય છે કે જ્યારે પૂર્ણ ગ્રહણલાગે છે તો ચંદ્રમા થોડા સમય માટે સૂર્યને સંપૂર્ણપણે ઢાકી લે છે. જ્યારે આંશિક અને કુંડલાકાર ગ્રહણમાં સૂર્યનો માત્ર થોડો ભાગ જ ઢંકાય છે. 21 જૂને કુંડલાકાર સૂર્ય ગ્રહણ લાગશે. આ લેખના માધ્યમથી જાણીએ 21 જૂનનું સૂરય ગ્રહણ કેમ ખાસ છે...

સૂર્ય ગ્રહણ અને સૂતકનો સમય

સૂર્ય ગ્રહણ અને સૂતકનો સમય

ભારતીય સમય મુજબ સૂર્ય ગ્રહણનો આરંભ 21 જૂને સવારે 10 વાગીને 42 મિનિટ પર થઈ જશે. આ ગ્રહણનો સૂતક 20 જૂનની રાતે 10 વાગ્યેથી શરૂ થશે. ગ્રહણનો મધ્ય બપોરે 12 વાગીને 24 મિનિટ પર થશે. તેનો મોક્ષ બપોરે 2 વાગીને 7 મિનિટ પર હશે. આ સૂર્ય ગ્રહણની કુલ અવધિ 3 કલાક 25 મિનિટની રહેશે. આ ખગોળીય ઘટના અધિકાંશ ભૂ-મંડળ પર જોવા મળશે.

જાણો જૂન 2020નું સૂર્યગ્રહણ દુર્લભ કેમ છે

જાણો જૂન 2020નું સૂર્યગ્રહણ દુર્લભ કેમ છે

જૂનની 21 તારીખે લાગતું સૂર્ય ગ્રહણ ઘણું ખાસ અને દુર્લભ જણાવવામાં આવી રહ્યું છે. એમપણ કહેવામાં આવી રહ્યું છે કે આવા પ્રકારનું ગ્રહણ હવે 900 વર્ષ બાદ જોવા મળશે. આ ગ્રહણમાં સૂર્ય વલયાકાર સ્થિતિમાં માત્ર 30 સેકન્ડ સુધી જ રહેશે. સૂર્ય અને ચંદ્રમા વચ્ચેની દૂરી આ ગ્રહણને ખાસ બનાવે છે.

ગ્રહણ સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચેની દૂરી કેટલી હશે જાણો

ગ્રહણ સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચેની દૂરી કેટલી હશે જાણો

21 જૂને રવિવારેના દિવસે સૂર્ય અને પૃથ્વી વચ્ચે 15 કરોડ 2 લાખ 35 હજાર 882 કિમીની દૂરી હશે. આ સમયે ચાંદ પોતાના પથ પર ચાલતાં 3 લાખ 91 હજાર 482 કમીની દૂરી બનાવી રાખશે. આ ગ્રહણ માત્ર 30 સેકન્ડ માટે જ થશે અને ચંદ્ર સૂર્યના એક મોટા ભાગને ઢાકી લેશે. જેાથી સૂર્ય એક ચમકતી રિંગ જેવો જોવા મળશે.

સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલો વધુ એક સંયોગ

સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલો વધુ એક સંયોગ

21 જૂને સૂર્ય ગ્રહણની સાથે વધુ એક સંયોગ જોડાયેલો છે. આ દિવસ ઉત્તરી ગોળાર્ધમાં સૌથી મોટો દિવસ હોય છે અને રાત સૌથી નાની હોય છે.

ચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ સતર્ક રહેવું, જાણો ઉપાયચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ સતર્ક રહેવું, જાણો ઉપાય

English summary
this solar eclipse is rare, next will be seen after 900 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X