પરીક્ષામાં સફળતા મેળવવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

જે રીતે શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધા વધી ગઈ છે, તે બાળકની સાથે માતા-પિતાની માટે પણ ચિંતાનું મોટુ કારણ છે. માતા-પિતાને ચિંતા રહ્યા કરે છે કે તેમનું બાળક પરીક્ષામાં સારા માર્કસ લાવી શકશે કે નહિં. તે ભવિષ્યમાં શું કરશે. બાળકના અભ્યાસને લઈ માતા-પિતા હંમેશા તણાવમાં રહે છે. પરીક્ષામાં સફળ થવુ જેટલું મહેનત પર આધાર રાખે છે, તેટલું જ કિસ્મતનું પણ સાથે રહેવું જરૂરી છે. તેમાં વાસ્તુશાસ્ત્ર પણ તેટલો જ ભાગ ભજવે છે. 

સ્ટડી રૂમ

સ્ટડી રૂમ

 • તમારું બાળક કયા રૂમમાં અભ્યાસ કરે છે, તે અગત્યનું છે. કેટલીક નાની નાની વાતો જેનું ધ્યાન રાખવાથી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.
 • સ્ટડીરૂમમાં પુસ્તકો અને ચોપડીઓ હંમેશા તેના યોગ્ય સ્થાને રાખવા, બેગ કબાટમાં સારી રીતે મુકવું. અભ્યાસ માટેનું ટેબલ, ખુરશી તુટેલી ન હોવી જોઈએ.
 • નોટો-ચોપડીઓ ફાટેલી ન હોવી જોઈએ અને તેના પર ધુળ ચઢેલી ન હોવી જોઈએ. સ્ટડીરૂમમાં હમેશા સાફ-સફાઈ રાખવીં.
અભ્યાસ દરમિયાન આ કરો

અભ્યાસ દરમિયાન આ કરો

 • અભ્યાસ પતાવ્યા બાદ પુસ્તકો અને નોટોને ખુલ્લી ન મુકો. પેન-પેન્સીલને ઢાંકણ લગાવી વ્યવસ્થિત કંપાસમાં મુકવા.
 • જે ટેબલ પર બેસી બાળક અભ્યાસ કરતો હોય ત્યાં જમવાનું આપવું નહિં.
 • અભ્યાસ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશ, માતા સરસ્વતી કે પછી ઈષ્ટ દેવનું ધ્યાન કરવું પછી સ્ટડી શરૂ કરવીં.
 • અભ્યાસ શરૂ કરતા પહેલા તમારા પુસ્તકોને મસ્તક લગાવો અને પત્યા પછી પણ આમ જ કરવું.
 • અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીનું મોઢુ ઉત્તર કે ઈશાન કોણમાં રહેવું જોઈએ.

 • તેનું ટેબલ પણ એ રીતે ગોઠવવું કે તેનું મોઢુ આ દિશામાં જ આવે.
રૂમમાં રાખો મોર પંખ

રૂમમાં રાખો મોર પંખ

 • બાળકે અભ્યાસ કરતી વખતે બુટ-મોજા કે ચંપલ ક્યારેય પહેરવા નહિં.
 • આમલીના તાજા પાન ગુરુવારે ચોપડીમાં રાખવાથી બાળકની બુદ્ધિ તીવ્ર બને છે.

 • અષ્ટ સરસ્વતી યંત્રને ચાંદીની ચેન કે કાળા દોરામાં કરી ગળામાં પહેરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.

 • મોરનું પીંછુ ચોપડીઓમાં મુકવાથી કે બાળકના સ્કુલ બેગમાં રહેવાથી બાળકને સ્કુલ-કોલેજમાં વિશેષ સન્માન પ્રાપ્ત થાય છે.

 • સ્ટડીરૂમ ખુલ્લો અને પ્રાકૃતિક હવા-ઉજાશ વાળો હોવો જોઈએ.

 • સ્ટડીરૂમની દિવાલોનો કલર લીલો રાખવો જોઈએ. પડદા પણ લીલા રંગના હોવા જોઈએ.
રાખો આ વાતોનું ધ્યાન

રાખો આ વાતોનું ધ્યાન

 • સુઈને કે પગ ફેલાવીને ભણવા બેસશો નહિં.
 • અભ્યાસ કરતી વખતે કંઈ ખાવુ નહિં.
 • નોટ-ચોપડી પર પગ લગાવશો નહિં અથવા પગની પાસે મુકશો નહિં.
 • વિદ્યાર્થીએ હંમેશા પોતાની શારીરિક સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું.
English summary
Are your kids preparing for their ensuing exams? Do you find them getting stressed up? here is Tips to Reduce Your Kids Exam Stress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.