સૂર્યગ્રહણ : શિવ, સોમવાર અને સૂર્ય વચ્ચે શું છે સંબંધ જાણો ?

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ દરમિયાન સૂર્ય ગ્રહણ થતા હોય છે. આ વર્ષે પણ 21મી ઓગસ્ટ 2017 ના રોજ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે અને આ દિવસે સોમવાર છે. પરિણામે ધર્મની દ્રષ્ટિએ આ ગ્રહણનું ખાસ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર સોમવાર ભગવાન શિવનો દિવસ મનાય છે, તથા સૂર્ય દેવ પણ ભગવાન શંકરનુ જ રૂપ મનાય છે. પરિણામે આ ગ્રહણનું મહત્વ ઘણુ છે. ગ્રહણ દરમિયાન અને ગ્રહણ પહેલા સૂતક હોય ત્યાં સુધી કોઈ પણ શુભ કામ કરવામાં આવતુ નથી. આથી જાતકોને એટલું જણાવીશું કે 21 ઓગસ્ટે અેટલે  કે આ સૂર્ય ગ્રહણમાં આખો દિવસ તમે શિવ અને સૂર્યની પૂજામાં વિતાવો. જેનાથી તમને આર્થિક લાભ અને માનસિક સુખ પ્રાપ્ત થશે.

સર્વશક્તિશાળી સૂર્ય

સર્વશક્તિશાળી સૂર્ય

ધાર્મિક ગ્રંથોમાં સૂર્યનું વર્ણન સર્વશક્તિશાળી, મોહક અને તીવ્ર બુદ્ધિવાળા દેવના રૂપે થાય છે. પરિણામે જો વ્યક્તિને શક્તિ કે બુદ્ધિ જોઈએ તો તેને સૂર્ય ભગવાનની ઉપાસના કરવી જોઈએ અને સૂર્યને અધ્યયન આપવું જોઈએ.

ભારતમાં સૂર્ય મંદિરોનું નિર્માણ

ભારતમાં સૂર્ય મંદિરોનું નિર્માણ

વૈદિક કાળમાં સૂર્યની ઉપાસના કરવા માટે મંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ ત્યારબાદ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ. ત્યારથી જ ભારતમાં સૂર્ય મંદિરનું નિર્માણ થયુ. પરિણામે વેદિક સાહિત્યમાં સૂર્ય વિશે સૌથી વધુ જાણવા મળે છે.

સૂર્યએ શિવનું જ રૂપ

સૂર્યએ શિવનું જ રૂપ

સોમવારને શિવનો દિવસ માનવામાં આવે છે અને શિવપુરાણમાં સૂર્યદેવને શિવનું જ રૂપ માનવામાં આવ્યુ છે, કહેવાય છે કે ‘दिवाकरो महेशस्यमूर्ति दीप्तमण्डल:' એટલે કે ભગવાન સૂર્ય મહેશ્વરની મૂર્તિ છે, તેમનું આભામંડળ તેજમય છે. પરિણામે આ ગ્રહણ પર તમે બંનેની પૂજા કરો.

દરેક ઉપવાસ અને પૂજાનો આધાર સૂર્યચક્ર

દરેક ઉપવાસ અને પૂજાનો આધાર સૂર્યચક્ર

સૂર્યને નિયમિત જળ ચઢાવવાથી પ્રતિષ્ઠા, સરકારી પદ, સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. હિંદુઓના દરેક નિયમ સૂર્યને આધારે નક્કી થયેલા છે, દરેક ઉપવાસ અને પૂજા સૂર્યની ચાલ અને ચક્ર પ્રમાણે થાય છે.

99 વર્ષ બાદ આવુ સૂર્યગ્રહણ

99 વર્ષ બાદ આવુ સૂર્યગ્રહણ

જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની મધ્યમાંથી પસાર થાય છે, તેને સૂર્યગ્રહણ કહે છે. તમને જણાવી દઈએ કે પૂરાં 99 વર્ષ બાદ આવો અવસર આવી રહ્યો છે કે અમેરિકા મહાદ્વીપમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાશે

English summary
On Monday, August 21, 2017, a total solar eclipse will be visible in totality within a band across the entire contiguous United States; it will only be visible in other countries as a partial eclipse.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.