અંબાણી જેટલા અમીર બનવા માંગો છો તો કરો કપૂરના આ ટોટકા

Posted By:
Subscribe to Oneindia News

દરેક વ્યક્તિ અમીર બનવા ઈચ્છે છે અને તે માટે લોકો સખત મહેનત પણ કરે છે. પણ કેટલાક લોકો સખત મહેનત કરવા છતાં પણ અમીર બની શકતા નથી. જીદગીમાં પૈસાની કમીથી વ્યક્તિના સપના અધૂરા રહી જાય છે. એવા સમયે આ પ્રમાણે કેટલાક ટોટકા કરવામાં આવે તો તેનો ફાયદો વ્યક્તિને જરૂર થાય છે.

Read also: ચોરાયેલી વસ્તુની જાણકારી આપે છે જ્યોતિષ શાસ્ત્ર!

તમારા ઘરમાં કપૂર તો હશે જ. એ જ કપૂર જેનો તમે પૂજા કે હવનમાં ઉપયોગ કરો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે કપૂરના ઉપયોગથી તમે અમીર પણ બની શકો છો. કારણ કે કપૂરથી ભગવાનને જલ્દી પ્રસન્ન કરી શકાય છે. સાથે જ તમારા બગડેલા કામો પણ બની જાય છે અને વાસ્તુ દોષમાં પણ રાહત મળે છે. આજે અમે તમને કપૂરના કેટલાક એવા ટોટકા જણાવિશું જેની મદદથી તમે તમારી કિસ્મત ચમકાવી શકો છો.

ઘરમાં હકારાત્મક ઉર્જા માટે

ઘરમાં હકારાત્મક ઉર્જા માટે

ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે તે માટે રોજ સવારે અને સાંજે કપૂરને ઘીમાં પલાળી જલાવો અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાવો. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને વાતાવરણ પણ શુધ્ધ થાય છે.

ધનવાન બનવા

ધનવાન બનવા

જેમને પૈસાની અછત છે અને પોતાના જીવનમાં અમીર બનવા માંગે છે તેઓ ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ જલાવે. આ ટોટકાને થોડા દિવસ સુધી કરો તેનો લાભ જરૂર મળશે. ઘરમાં પૈસાનું આગમન વધશે. ક્યારેય નાણાકીય અછત વર્તાશે નહિં.

સૌભાગ્ય માટે

સૌભાગ્ય માટે

સૌભાગ્યવતી સ્ત્રીઓ આ ટોટકાને દરેક ગુરુવારે કરે તો તેનો વધુ લાભ મળે છે. આમ તો તેને અન્ય કોઈ વારે પણ કરી શકાય છે. 12 સાબુદાણા લઈ કપૂરની મદદથી તેને સળગાવો. સૌભાગ્ય જળવાઈ રહે તે માટે નિયમિત આમ કરો.

કિસ્મત ચમકાવવા

કિસ્મત ચમકાવવા

શનિવારના દિવસે કપૂરના તેલના ટીંપાને પાણીમાં નાખો અને તે પાણીથી રોજ સ્નાન કરો. તમારા સુતા ભાગ્યને જગાવવા માટેનું આ ઉત્તમ ટોટકુ છે.

અકસ્માતથી બચવા

અકસ્માતથી બચવા

રાતના સમયે કપૂરને જલાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિ પર આવનારી પ્રાકૃતિક અને અપ્રાકૃતિક દુર્ઘટનાઓ ટળે છે. વ્યક્તિની જાન પર આવનાર જોખમમાંથી બચી શકાય છે.

વાસ્તુદોષ નિવારણ

વાસ્તુદોષ નિવારણ

ઘરના વાસ્તુ દોષને ખતમ કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળીઓ મુકવી. અને જ્યારે તે ઓગળી જાય ત્યારે ફરી બીજી બે ગોળીઓ મુકી દેવી. આ ઉપાય નિયમિત કરતા રહો. તેનાથી વાસ્તુદોષ ખતમ થઈ જાય છે.

English summary
Camphor, popularly known as kapur in gujarati, is a common product used in Astrology to become rich. By burning camphor all the negativity is destroyed and air is cleaned.
Please Wait while comments are loading...