વાસ્તુ વિજ્ઞાનઃ ચપટી મીઠું બદલી શકે છે તમારું જીવન

Posted By:
Subscribe to Oneindia News

મીઠું ભોજનમાં વપરાતી મહત્વની વસ્તુ છે. ભોજનમાં તેની ભૂમિકા અનોખી છે. જમવામાં મીઠું જો ઓછું હોય તો ભોજન બેસ્વાદ થઈ જાય છે, અને જો વધારે હોય તો ભોજન ગળેથી નીચે ઉતારવું મુશ્કેલ બની જાય છે. એટલે કે, મીઠું સંતુલનમાં હોવુ જોઈએ. મીઠું સંતુલનનુ પ્રતિક છે. જીવનમાં સમતુલાથી જ સફળતાનો માર્ગ મોકળો જાય છે. આજે અમે તમને મીઠા વિશે કેટલીક રસપ્રદ જાણકારી આપીશું....

salt

તમારા ઘરમાં વાસ્તુ દોષનો પ્રભાવ હોય તો સિંધાલૂણને એક વાટકીમાં રાખી તેને બાથરૂમના એક ખૂણામાં મૂકી દો. આમ કરવાથી બાથરૂમનો વાસ્તુદોષ નાશ પામે છે.

ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર પોતાના પાણીમાં મીઠું નાખી પોતુ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા નીકળી જાય છે.

જો તમારા વ્યવસાયમાં નિરંતર ઘટાડો થતો જતો હોય તો એક લાલ કપડામાં સિંધાલૂણ મીઠું બાંધી ધંધાના સ્થળે મુખ્યદ્વાર પર લટકાવી દો. આ ઉપાય કરવાથી તમારા વેપારમાં પ્રગતિ થવા લાગશે.

ઘરના મુખ્ય દરવાજે સિંધાલૂણ લાલ કપડામાં બાંધી ટીંગાળી દેવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવાથી બચે છે. ઉપરાંત ઘરના સભ્યોની સુરક્ષા થાય છે.

દરેક અમાસે એક ચપટી સિંધાલૂણ ઘરના તમામ સભ્યોના ઉપરથી 7 વખત ઉતારી જળમાં પ્રવાહિત કરી દેવુ જોઈએ. જેનાથી કુટુંબના સભ્યોનો પરસ્પરનો પ્રેમ વધે છે. આ ઉપાય 10 અમાસ સુધી કરવો.

જો કોઈ બાળકને નજરદોષની તકલીફ જણાતી હોય તો રવિવાર કે મંગળવારના દિવસે ચપટી સિંધાલૂણ મીઠું પીડિત જાતકના માથા પરથી 7 વખત ઉતારી તેને અગ્નિમાં નાખી દેવું. આમ કરવાથી નજરદોષ ખતમ થાય છે.

રાત્રે સુતા પહેલા પાણીમાં ચપટી મીઠું નાખી હાથ-પગ ધોવાથી તનાવમાં રાહત મળે છે અને ઉંઘ સારી આવે છે. સાથે જ રાહુના દુષ્પ્રભાવથી બચી શકાય છે.

English summary
Use Of Salt In Vastu Shastra, its saurce of positive energy, health and wealth.
Please Wait while comments are loading...