"ત્રાટક" શું છે? કેમ લોકો તેનાથી સંમોહિત થયા છે? જાણો.

Posted By:
Subscribe to Oneindia News

સ્પર્ધાના આ યુગમાં સફળ થવા માટે માનસિક શાંતિ અને કાર્યમાં મન પરોવાવું જરૂરી છે. મોટાભાગના લોકોની આ ફરિયાદ રહે છે કે, તેમનું કોઈ કામમાં મન લાગતુ નથી. ધ્યાન ભટક્યા કરે છે. પરિણામે તેઓ સફળ થઈ શકતા નથી. જો તમે એકાગ્ર થઈ કોઈ કામ નથી કરી શકતા તો ક્યાંય સફળ થઈ શકતા નથી. પછી ભલે તે અભ્યાસ હોય, કુટુંબ હોય કે નોકરી હોય.

વ્યક્તિના મનને એકાગ્ર કરવા માટેની વિદ્યાને મેડિટેશન એટલે કે 'ધ્યાન' કહે છે પણ હઠયોગમાં ત્રાટકનું મહત્વ બતાવવામાં આવ્યુ છે. ત્રાટકનો અર્થ છે કોઈ વસ્તુ પર મન અને મસ્તિષ્કને એકાગ્ર કરવું. ત્રાટક માત્ર વ્યક્તિની એકાગ્રતા જ નથી વધારતું પણ વ્યક્તિની આંખોમાં આકર્ષણ શક્તિ પણ પેદા કરે છે. જેનાથી તે ચાહે તેને પોતાના વશમાં કરી શકે છે.

6 કર્મોમાં શામેલ કરવામાં આવ્યુ છે

6 કર્મોમાં શામેલ કરવામાં આવ્યુ છે

હઠયોગ પ્રદીપિકામાં ત્રાટકને યોગના 6 કર્મોમાં શામેલ કરવામાં આવ્યુ છે. આ કર્મ છે વસ્તિ, દયોતિ, નૌલિ, નેપિ, કપાલભાતિ અને ત્રાટક. આ ષટકર્મોમાં ત્રાટકને સર્વોપરિ રાખવા પાછળનું કારણ છે કે, તેનાથી દ્રષ્ટિ સ્થિર થાય છે. અને મન વિચારશૂન્ય થઈ જાય છે જેનાથી તેની ક્ષમતામાં વધારો થાય છે. ત્રાટકને સંમોહનની પ્રારંભિક ક્રિયા પણ કહેવાય છે, કારણ કે સંમોહન પહેલા ત્રાટકની પ્રેક્ટિસ કરવામાં આવે છે.

ત્રાટકના લાભ

ત્રાટકના લાભ

 • આંખોમાં ચુંબકીય શક્તિ પેદા થાય છે.
 • આંખના રોગો દૂર થાય છે.
 • આંખમાં આકર્ષણ શક્તિ વધવાને કારણે લોકો તમારાથી વશીભૂત થાય છે.
 • આળસ દૂર થાય છે.
 • મગજની કામ કરવાની શક્તિ વધે છે.
 • મન અને મગજ બંનેની એકાગ્રતા વધે છે.
નજીકનું ત્રાટક

નજીકનું ત્રાટક

આ ત્રાટક કરવા માટે એક શાંત રૂમમાં સુખાશનમાં બેસો. આંખોને જમણેથી ડાબે, ઉપર-નીચે કરી થોડો વ્યાયામ કરો. ત્રાટક માટે ઉત્તમ સમય સવારના 4 વાગ્યાનો છે. સુખાસનમાં બેસી બે ફુટના અંતરે સ્ફટિકનું શિવલિંગ કે સફેદ પથ્થરનો ગોળ ટૂકડો રાખી ધ્યાન કેન્દ્રિત કરો. એકીટસે તેને જોયા કરો. બને ત્યાં સુધી આંખો ઝપકાવી નહિં. આંસુ નીકળવા લાગે તો આંખો બંધ કરી દો અને થોડા સમય બાદ ફરી તેને કરો. શિવલિંગ પર અભ્યાસ કર્યા બાદ મીણબત્તીની જ્યોત સાથે આજ રીતે અભ્યાસ કરો. તેના પર દ્રષ્ટિ સ્થિર થવા લાગે ત્યાર બાદ નાકના ટેરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ત્યારબાદ ભ્રમરોની વચ્ચે દ્રષ્ટિ સ્થિર કરો. આ અભ્યાસમાં મહિનાઓનો સમય લાગી જશે. આ અભ્યાસથી તમને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થશે.

દૂરનું ત્રાટક

દૂરનું ત્રાટક

જ્યારે નજીકના ત્રાટકનો અભ્યાસ સારી રીતે થઈ જાય ત્યારે કોઈ પહાડની ટોચ, મંદિરનો ગુંબજ કે ઝાડની ડાળી પર દ્રષ્ટિ કેન્દ્રિત કરો. ત્યારબાદ ચંદ્ર પર દ્રષ્ટિ સ્થિર કરો, ત્યારબાદ સૂર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. શરૂઆતમાં સૂર્યની સામે અભ્યાસ કરવું અઘરું રહેશે પરિણામે પાણીમાં સૂર્યના પ્રતિબિંબ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરો. ત્યારબાદ દર્પણ પર સૂર્યના પ્રતિબિંબ પર અને ત્યારબાદ સૂર્ય પર અભ્યાસ કરો. 32 મિનિટ સુધી દ્રષ્ટિ સ્થિર થવા લાગે તો વ્યક્તિ દૂરના ત્રાટકમાં એક્સપર્ટ બની જાય છે.

અંતર ત્રાટક

અંતર ત્રાટક

ઉપરના બંને ત્રાટક બાહ્ય પદાર્થો પર થાય છે. અંતર ત્રાટકમાં સાધકે આંખો બંધ કરી પોતાના મનોબળ પર ધ્યાન લગાવવાનું હોય છે. આ માટે આંખો બંધ કરી ભ્રમરની વચ્ચે ધ્યાન ગાવો. અભ્યાસ બાદ ધીમ ધીમે સાધકે આંખો બંધ કરતા ત્રણ, પાંચ કે સાત બિંદુ દેખાશે. જે સફેદ, લીલા, પીળા રંગના હોઈ શકે છે. થોડા સમય પછી આ બિંદુઓ દેખાવાના બંધ થઈ જશે અને જ્યોતિથી જગમગ નેત્ર દેખાશે. શરૂઆતમાં આ નેત્ર હલતુ દેખાશે. ત્યારબાદ સૂર્ય, ચંદ્ર, તારા વગેરે દેખાઈ રહ્યાનો અહેસાસ થશે. ત્યારબાદ આકાશના મધ્યે ત્રીજું નેત્ર દેખાશે. આ જ તેની પૂર્ણ અવસ્થા છે.

આ વાતોનું ધ્યાન રાખવું

આ વાતોનું ધ્યાન રાખવું

 • ત્રાટક ક્રિયા કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શનમાં જ કરવી જોઈએ
 • માત્ર પુસ્તકમાં વાંચી પોતાની રીતે કંઈ ન કરવું.
 • ત્રાટક કરનારી વ્યક્તિએ નશાથી દૂર રહેવું.
 • હદય રોગ, ટીબી કે કુષ્ઠ રોગ થયો હોય તેવી વ્યક્તિએ ત્રાટક કરવું નહિં.
 • નબળી આંખો વાળાએ ગુરુની સલાહ લઈને જ ત્રાટક કરવું.
 • ત્રાટક કરનાર વ્યક્તિએ વધુ ભૂખ્યા ન રહેવુ, કે વધુ ખાવું નહિં. સાદુ અને હલકુ ભોજન લેવું.

English summary
Our Vashikaran expert who is expert in the field of Vashikaran Astrology. The Astrology provides different but yet powerful ideas to resolve your major problems that is within the short time.
Please Wait while comments are loading...