ઘરમાં પેંટિંગ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન

Posted By:
Subscribe to Oneindia News

ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે આપણે અનેક પ્રકારના ઉપાયો કરતા હોઈએ છીએ. જેની માટે સૌથી મહત્વનું છે કે તમે કઈ વસ્તુને ક્યાં મૂકશો. દરેક વસ્તુ પછી ભલે તે હોય તિજોરી, બેડ, કિચન, મંદિર, અરિસો કે દિવાલ પરનો વોલ પીસ. આ તમામ વસ્તુઓને જો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેની યોગ્ય જગ્યાએ મૂકીએ તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી પોતાના કુટુંબીજનોને બચાવી શકીએ. આવી જ રીતે આજે અમે તમને જણાવીશું કે જો તમે તમારી પસંદનું કોઈ ચિત્ર ઘરમાં લગાવવા ઈચ્છતા હોવ તો તે માટે કયુ ચિત્ર અનુરૂપ ગણાય. પેન્ટિંગ, સીનરી, ચિત્ર વગેરે ઘરમાં લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખજો...

mahabharat
  • અત્યંત ઘાટ્ટા રંગથી બનેલી વસ્તુ સકારાત્મક ઉર્જાનો ક્ષય કરે છે. પરિણામે એવું ચિત્ર પસંદ કરવું જેમાં બને તેટલા આછા રંગનો ઉપયોગ થયેલો હોય.
  • યુધ્ધ અને ઝગડાના ચિત્રોને ઘરમાં લગાવવા નહિં.
  • કરચલીવાલા અને ઉદાસ ચહેરાવાળા વૃધ્ધોના ચિત્રોને ઘરમાં લગાવવા નહિં.
  • જંગલી પશુઓના ચિત્રો પણ ઘરમાં લગાવવાથી બચવું જોઈએ.
  • ધારદાર અથવા ખાંચાવાળા અથવા હથિયાર જેવા દેખાતા હોય તેવા ચિત્રો પણ ન લગાવવા જોઈએ.
  • ભૂત-પ્રેત જેવા ચિત્રો અથવા તેના જેવી છાપ ઉપસાવનારા ચિત્રો પણ ઘરમાં લગાવવા નહિં.
  • સુનસાન જંગલ, દલદલ અથવા તેને લગતી કોઈ સીનરી પણ ઘરમાં લવાવવી અશુભ મનાય છે.
  • ગંદા, દરિદ્રતા દર્શાવનારા અથવા ભયાનક દેખાતા ચિત્રો પણ ઘરમાં લગાવવા નહિં.
  • બહું જૂના થઈ ગયેલા ચિત્રો અથવા પેંટિંગ પણ બદલીને નવી લગાવવી જોઈએ. કારણ કે તેમાંથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે.

ઉપર પ્રમાણેની સાવધાની રાખવાથી પણ અનેક પ્રકારની નકારાત્મક ઉર્જાને આપણાથી દૂર રાખી શકાય છે.

English summary
Paintings and Photo frames play a vital role in home and office if placed as per vastu shastra hence placing them at proper location is important to get vastu benefits.
Please Wait while comments are loading...