Vastu Tips for Diwali 2022 : સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અપનાવો આ વાસ્તુ ટીપ્સ

દિવાળી ભારતના પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ સાથે ગુજરાતીઓ માટે દિવાળી એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. જે 5 દિવસ ચાલે છે. જે ધન તેરસના દિવસે શરૂ થાય છે અને કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજના દિવસે પૂર્ણ થાય છે.

Vastu Tips for Diwali 2022 : દિવાળી ભારતના પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ સાથે ગુજરાતીઓ માટે દિવાળી એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. જે 5 દિવસ ચાલે છે. જે ધન તેરસના દિવસે શરૂ થાય છે અને કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજના દિવસે પૂર્ણ થાય છે.

આમ દિવાળીને વર્ષનો પ્રથમ અને અંતિમ તહેવાર પણ કહી શકાય છે. આ તહેવાર દરમિયાન માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધન અને વૈભવની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, તેવું માનવામાં આવે છે.

આપણું જીવન ખુશીઓથી ભરાઇ જાય છે

આપણું જીવન ખુશીઓથી ભરાઇ જાય છે

દિવાળી પહેલા ઘરની સાફ સફાઇ કરવામાં આવે છે. કારણ કે, ધનની દેવી લક્ષ્મીને સ્વચ્છતા પ્રિય છે. આ સાથે ઘરને શણગારવામાં પણઆવે છે.

વાસ્તુશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ, ધન અને ધાન્યમાં વધારા માટે અનેક ઉપાયો અને નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

દિવાળીની સજાવટ સમયે આ વાસ્તુ નિયમો અનુસાર દિશાઓ અને રંગોને ધ્યાનમાં રાખવા જોઇએ. જેનાથી આપણને સારા પરિણામો મળેઅને આપણું જીવન ખુશીઓથી ભરાઇ જાય છે.

દરવાજાનો શણગાર

દરવાજાનો શણગાર

ઘરના મુખ્ય દરવાજામાંથી જ્યારે લક્ષ્મી અને સૌભાગ્ય ઘરમાં પ્રવેશે છે. તેથી સુંદર, સ્વચ્છ, તેના પર સ્વસ્તિક, શુભ કે ગણેશજી વગેરે જેવા કોઈ પણ શુભ ચિન્હ હોય, તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તહેવારના દિવસોમાં ઘરના મુખ્ય દરવાજા પર કેરી, આસોપાલવના તાજા લીલા પાંદડા અથવા ફૂલો બાંધવા શુભ અને સમૃદ્ધ માનવામાં આવે છે.

પાણીથી ભરેલું વાસણ

પાણીથી ભરેલું વાસણ

વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ભાગને પાણી અને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને અહીં સૌથી વધુ સકારાત્મક ઉર્જાનો વાસ છે. આ દિશાને સ્વચ્છ રાખીને અહીં પાણીનું વાસણ રાખવાથી સૌભાગ્ય વધે છે, પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

દિવાળીના ડેકોરેશનમાંઅહીં તમે પાણીથી ભરેલો માટીનો બાઉલ રાખી શકો છો, જેમાં તમે ફૂલની પાંખડીઓ પણ મૂકી શકો છો.

રંગોળી

રંગોળી

દિવાળીના અવસરે, લક્ષ્મીજીને આવકારવા માટે સકારાત્મકતાની પ્રતિક સમી રંગોળીઓ અને કુંડાળાઓ બનાવવામાં આવે છે, કંકુ અને સફેદ ચોકથી બનેલા કુંડાળા સમૃદ્ધિના આગમનને દર્શાવે છે. રંગોળી બનાવવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે.

આ રીતે પ્રગટાવો દીવા

આ રીતે પ્રગટાવો દીવા

દિવાળીની પૂજામાં ઘી કે તેલનો દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, ઘરનાસભ્યોને યશ અને કીર્તિ મળે છે.

દીવાથી બધા પાપોનો નાશ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ઉંમર, આરોગ્ય અને સુખી જીવનની વૃદ્ધિ થતી.દિવાળીના દિવસે ઉત્તર દિશામાં લક્ષ્મીજીની પૂજાના દીવા રાખવાથી ઘર ધન અને અન્નથી ભરેલું રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X