Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોટી કમાણી છતાં ઘટતું નથી દેવું, આ વાસ્તુ ઉપાયથી મળશે દેવામાંથી મુક્તિ

Vastu Tips For loan in Gujarati: તમારા જીવનમાં ઘણી એવી સમસ્યા હોય છે, જેના માટે તમે જવાબદાર નથી હોતા પણ તેમ છતા તમારે આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં પૈસાની જરૂર દરેક વ્યક્તિને હોય છે.

કમાણી કરતા ખર્ચ વધુ હોય તો જરૂરિયાત પૂરી કરવા માટે દેવાનો સહારો લે છે. જે બાદ આ દેવામાં સતત વધારો થતો રહે છે, અને અંતે વ્યક્તિ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે.

જો તમારા પર દેવું થઈ ગયું છે, અથવા તો દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો તમારે વાસ્તુ ઉપાય જાણવા જરૂરી છે. આ ઉપાય કરવાથી તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાથે દેવું થવા માટે જવાબદાર વાસ્તુ દોષ જાણીને તેને દુર કરવા પણ જરૂરી છે.

કોઈ પણ વ્યક્તિ દેવાના બોજમાં દબાવવા માંગતો નથી, પરંતુ કેટલીકવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે, જેમાં વ્યક્તિને લોન લેવાની ફરજ પડે છે.

સતત વધતા દેવાને કારણે વ્યક્તિ માનસિક તણાવમાં પણ જીવવા લાગે છે. કેટલીકવાર દેવાનો બોજ એટલો વધી જાય છે કે, વ્યક્તિને શું કરવું તે સમજાતું નથી.

આવી સ્થિતિમાં તમારી સમસ્યાનું કારણ તમારા ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરની અયોગ્ય વાસ્તુને કારણે દરેક પ્રકારની સમસ્યાઓ વધવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં વાસ્તુ દોષ હોય તો લોન લેવાની સ્થિતિ સર્જાય છે. આના કારણે વ્યક્તિ કોઈ પણ જરૂરિયાત વગર દેવામાં ફસાઈ જાય છે.

જો ઘરના અગ્નિ કોણ (દક્ષિણ-પૂર્વ)માં વાસ્તુ દોષ હોય તો ખર્ચ એટલો વધી જાય છે કે, લોન ચૂકવવી મુશ્કેલ બની જાય છે. ક્યારેક પ્રતિષ્ઠા પણ દાવ પર લાગે છે.

Vastu Tips For Loan in Gujarati

જ્યારે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં વાસ્તુ દોષ હોય તો ઘરનો મુખિયા ખોટા માર્ગદર્શનને કારણે દેવામાં ફસાઈ જાય છે. ઉત્તર-પૂર્વ દિશામાં વાસ્તુ દોષના કારણે શેરબજાર, જુગાર, સટ્ટાબાજી, લોટરી વગેરે દ્વારા પૈસા કમાવવાના લોભને કારણે ઘણા લોકો કોઈ કારણ વગર દેવાદાર બની જાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, જો ઘરના મુખિયાનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો તેનાથી વેપારમાં નુકસાન થાય છે, જેના કારણે લોન લેવાની સ્થિતિ ઉભી થવા લાગે છે.

દેવામાંથી મુક્તિ મેળવવા માટેના વાસ્તુ ઉપાય

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ઘરનું બાથરૂમ દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ન હોવું જોઈએ. કહેવાય છે કે, આ દિશામાં બાથરૂમ રાખવાથી દેવું થઈ શકે છે. જો બાથરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનેલું હોય તો તેના ખૂણામાં મીઠું ભરેલું વાટકી રાખો. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

કેટલાક લોકો જમ્યા પછી વાસણો એઠા મુકી દે છે. જ્યારે વાસ્તુ અનુસાર, આમ કરવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેનાથી ધનની ખોટ થાય છે, અને દેવાની સાથે ગરીબી પણ વધે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે લોન લીધી હોય, તો તેનો પહેલો હપ્તો મંગળવારે ચૂકવવો જોઈએ. એવું કહેવાય છે કે, આ કરવાથી વ્યક્તિ ખૂબ જ ઝડપથી દેવામાંથી મુક્તિ મેળવી શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X