For Daily Alerts
Vastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ બાબતોનુ ધ્યાન રાખો
નવી દિલ્લીઃ ફર્નીચર કોઈ પણ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. ઘરના પ્રત્યેક રૂમથી લઈને આંગણુ, બાલકની, છત, ગેરેજ બધી જગ્યાએ કોઈને કોઈ ફર્નીચર હોય છે. માટે વાસ્તુશાસ્ત્રમાં પણ યોગ્ય ફર્નીચર માટે ઘણા બધા દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. કયા રૂમમાં કેવુ અને કેટલુ ફર્નીચર હોવુ જોઈએ. કઈ ધાતુ કે લાકડુ હોવુ જોઈએ, કયુ લાકડુ ન હોવુ જોઈએ જેવી તમામ બાબતો જણાવવામાં આવી છે. ફર્નીચરને વાસ્તુમાં એટલા માટે વધુ મહત્વ આપવામાં આવ્યુ છે કારણકે આનાથી આપણા સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા, માનસિક સુખ-શાંતિ, પારિવારિક સામંજસ્ય જેવી અનેક વાતો નક્કી થાય છે. ખોટુ ફર્નીચર કે ખોટી દિશામાં રાખવામાં આવેલ ફર્નીચર તમારી બધી વેલ્થને ચોપટ કરી શકે છે. આવો જાણીએ ફર્નીચર સાથે જોડાયેલ અમુક ગોલ્ડન રૂલ્સ..

ફર્નીચર શુભ દિવસોમાં ખરીદવુ જોઈએ
- સૌથી પહેલી વાર ઘરમાં વધુ પડતુ ફર્નીચર ન હોવુ જોઈએ. કોઈ પણ રૂમમાં જરૂરિયાત કરતા વધુ અને રૂમમાં જગ્યાની સરખામણીમાં ફર્નીચરની માત્રા વધુ ન હોવી જોઈએ.
- ઘણા લોકો નાના-નાના રૂમમાં મોટા મોટા સોફા, સેન્ટર ટેબલ વગેરે રાખે છે જે રૂમમાં વાસ્તુને ખરાબ કરી દે છે. આનાથી એ રૂમમાં નકારાત્મક ઉર્જાની ભરમાર થઈ જાય છે. ફર્નીચર શુભ દિવસોમાં ખરીદવુ જોઈએ.
- મંગળવાર, શનિવાર, અમાસ, અષ્ટમી તિથિ કે કૃષ્ણ પક્ષમાં ફર્નીચર ક્યારેય ન ખરીદવુ જોઈએ. આ દિવસે ખરીદેલુ ફર્નીચર અશુભ ગ્રહોની નકારાત્મકતા પોતાની સાથે ઘરમાં લાવે છે.

ઈંડાકાર ડાયનિંગ ટેબલ કેશ ફલો રોકે છે
- ફર્નીચર જે લાકડાથી બનેલુ હોય તેનો પણ ખૂબ પ્રભાવ પડે છે. ફર્નીચર હંમેશા સીસમ, અશોક, સાગવાન, સાલ, અર્જૂન કે લીમડાના લાકડાથી બનેલુ હોવુ જોઈએ. પીપળો, વડ, ચંદનનુ ફર્નીચર ન હોવુ જોઈએ.
- હલકા ફર્નીચર હંમેશા ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ. જ્યારે ભારે ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. ફર્નીચરના કૉર્નર ગોળ હોવા જોઈએ.
- અણીવાળા કૉર્નર નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે પરંતુ ડાયનિંગ ટેબલ હંમેશા ચોરસ આકારનુ હોવુ જોઈએ. ઈંડાકાર ડાયનિંગ ટેબલ કેશ ફલો રોકે છે અને તેના પર ભોજન કરનાર પરિવારને પરસ્પર બનતુ નથી.

ડલ અને બોરિંગ રંગવાળા ફર્નીચર નકારાત્મક ઉર્જા લાવે છે
- સ્ટીલના ફર્નીચર હાલમાં ચલણમાં છે પરંતુ આ ધાતુના ફર્નીચર ઘરો માટે સારા નથી માનવામાં આવતા. સ્ટીલના ફર્નીચર ઓફિસ માટે યોગ્ય નથી હોતા.
- ફર્નીચર ખીલેલા રંગોવાળા હોવા જોઈએ. ડલ અને બોરિંગ રંગવાળા ફર્નીચર નકારાત્મક ઉર્જા લાવે છે અને તમારો મૂડ પણ ખરાબ કરી શકે છે.
- સમ સંખ્યામાં ખૂણાવાલા ફર્નીચર શુભ માનવામાં આવ્યા છે. વિષમ સંખ્યાવાળા ફર્નીચર અશુભ હોય છે.