For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: પરીક્ષાના તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ-જ્યોતિષના આ ઉપાય

Vastu Tips: પરીક્ષાના તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ-જ્યોતિષના આ ઉપાય

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈ પરીક્ષાઓ શરૂ થનાર છે. કેટલાક રાજ્યોમાં તો પરીક્ષા શરૂ પણ થઈ ગઈ છે. એવામાં બાળકો પર બેગણું પ્રેશર હોય છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓથી આગળ નિકળવાનું પ્રેસર તો રહે જ છે, પેરેન્ટ્સનું દબાણ પણ ઝેલવું પડે છે. એવામાં પેરેન્ટ્સે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો પર બિનજરૂરી પ્રેશર ના બનાવે અને બાળકોએ પણ રિલેક્સ રહી તણાવ મુક્ત રિતે કોઈપણ દબાણ વિના પોતાનો અભ્યાસ કરતો રહેવો જોઈએ. આ વાત ધ્યાન રાખો કે બધા બાળકોમાં કંઈક વિશેષ હોય છે જે બીજામાં નથી હોતું. માટે તમે જેવા પણ છો, તમારા ખુદમાં પરફેક્ટ છો. હવે વાત કરીએ જ્યોતિષની. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસત્રમાં બાળકોને તણાવ રહીત અભ્યાસ કરવામાં મદદ કરી શકે છે. કેટલીક સામાન્ય વાતોનું પણ ધ્યાન રાખી બાળકો તણાવરહિત રહી શકે છે અને આનાથી તેમણે પરીક્ષા સારા અંકોથી પાસ કરવામાં બહુ મદદ મળશે.

પરીક્ષાર્થીઓ માટે

પરીક્ષાર્થીઓ માટે

  • સૌથી પહેલા સવારે ઉઠી સ્ના વગેરે કર્યા બાદ વિદ્યાર્થી સૂર્યદેવને જળ અર્પિત કરો. આવું કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.
  • જે બાદ તમારા ઈષ્ટ દેવનું ધ્યાન કરો અથવા ઓછામાં ઓછું 108 વાર ઉચ્ચારણ કરો. આનાથી માનસિક એકાગ્રતા આવે છે.
  • દરરોજ તમારા મસ્તક, કંઠ અને નાભિ પર કેસરનું તિલક લગાવો. આનાથી એકાગ્રતા અને સ્મરણ શક્તિ વધે છે.
  • વિદ્યાર્થી ભણતી વખતે ફિટકરીના ટૂકડા પોતાના ખિસ્સામાં રાખો. આનાથી નકારાત્મક વિચાર મનમાં નથી આવતા.
  • દરરોજ ભણતી વખતે ત્રણવાર મંત્ર ऊँ ऐं सरस्वत्यै नमः નું મનમાં જાપ કરો. આનાથી વિદ્યા-બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
  • ગણેશ રુદ્રાક્ષ ગળામાં ધારણ કરો.
  • પરીક્ષાના દિવસે બુધવારે ભગવાન ગણેશને 108 દુર્વા અને મૂંગના લાડવાનો ભોગ લગાવો.
  • પરીક્ષા આપવા જતી વખતે ઘરે વડીલોના આશિર્વાદ લઈને નિકળો અને દહી ખાઈને નિકળો.
  • પરીક્ષાના સમયે ગળામાં સરસ્વતી યંત્ર ધારણ કરવું પણ સારો ઉપાય છે.
સારા માર્ક્સ માટે વાસ્તુ ટિપ્સ

સારા માર્ક્સ માટે વાસ્તુ ટિપ્સ

  • શાંતિ અને સકૂનથી અભ્યાસ કરવા માટે માહોલ સુખદ હોવો જરૂરી છે. વિદ્યાર્થી જે જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે તે જગ્યા કોલાહલથી દૂર હોય. ઘરનો એવો ભાગ જ્યાં બાળકો શાંતિથી ભણી શકે.
  • જે બાદ દિશા બહુ મહત્વ રાખે છે. ભણતી વખતે વિદ્યાર્થીનું મોઢું હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ જ હોવું જોઈએ. આનાથી સ્મરણ શક્તિ વધે છે.
  • વિદ્યાર્થી જે કક્ષમાં બેસીને વાંચે છે તેની દીવાલો પર લીલો રંગ કરાવો અથવા લીલા રંગના પડદા નખાવો.
  • સ્ટડી ટેબલ હંમેશા વ્યવસ્થિત હોય. તેના પર સમાન વિખેરાયેલો ના હોવો જોઈએ.
  • સ્ટડી ટેબલ ર અથવા તેની નજીક તુલસીનો છોડવા રાખો. ટેબલ પર બેબી વાંસનો છોડ પણ રાખી શકાય છે.
  • સ્ટડી રૂમના ઈશાન ખુણામાં એક કાચના બાઉલમાં પાણી ભરી તેમાં ગુલાબના ફૂલ નાખી રાખો. બાઉલનું પાણી અને ફૂલ દરરોજ બદલતા રહો.
દિવસ મુજબ શું ઉપાય કરશો

દિવસ મુજબ શું ઉપાય કરશો

  • પરીક્ષા આપવા જવાનો દિવસ પણ અતિ મહત્વપૂર્ણ હોય છે. માટે જે દિવસે પરીક્ષા આપવા જાવ તે દિવસનો પણ ઉપાય કરો.
  • સોમવારે- પરીક્ષા આપવા જતા પહેલા શિવલિંગ પર પાનના પત્તા ચઢાવો.
  • મંગળવાર- પરીક્ષા પહેલા હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો. સ્વયં પ્રસાદ ગ્રહણ કરો.
  • બુધવાર- ગણેશજીને લીલા ધાણા ચઢાવો અને થોડા પ્રસાદના રૂપમાં ખાઈ લો.
  • ગુરુવારઃ માથા પર કેસરનું તિલક લગાવો અને તમારા ખિસ્સામાં પીળો રૂમાલ રાખો.
  • શુક્રવાર- પરીક્ષા આપવા જતા પહેલા શિવલિંગ પર મિશ્રી અર્પિત કરો.
  • શનિવાર- શનિદેવના દર્શન કરો અને ખિસ્સામાં થોડી રાયના દાણા રાખીને પરીક્ષા આપવા જાવ.

17 જાન્યુઆરી 2020નું રાશિફળ: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ17 જાન્યુઆરી 2020નું રાશિફળ: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ

English summary
Vastu Tips: Remedies of Vastu-Astrology to Relieve Examination Stress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X