Vastu Tips : સંબંધોમાં ખટાશ લાવે છે આવા ફોટોસ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Vastu Tips : આપણે આપણા ઘરને સુંદર બનાવવા માટે ઘણી વસ્તુઓ ખરીદી લાવીએ છીએ, પરંતુ 2 વસ્તુઓ ક્યારેય ઘરમાંલાવવી જોઈએ નહીં. વાસ્તુ નિષ્ણાતોનું કહેવું છે કે, આ વસ્તુઓને ઘરે લાવવાથી પરિવાર બરબાદ થવામાં સમય નથી લાગતો.

Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં બાંધકામ, ઘર અને ઓફિસ સંબંધિત ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. જેમાં ઘરમાં કઇ વસ્તુ રાખવાથી ફાયદો થાય છે અને કઇ વસ્તુઓ રાખવાથી નુકસાન થાય છે, તે વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

ઘણીવાર જીવનમાં તણાવ, ધન હાનિ, ઝગડા, કરિયારમાં સમસ્યા આવવાના પાછળ ઘણીવાર વાસ્તુ દોષ પણ જવાબદાર હોય છે. વાસ્તુ દોષ ઘરમાં રહેલી નાકારાત્મકતા ફેલાય છે. આ સાથે ઘરમાં રહેલા ફોટોગ્રાફ્સ પણ વાસ્તુ દોષનું કારણ બને છે.

રડતા બાળકની તસવીર

રડતા બાળકની તસવીર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય રડતા બાળકની તસવીર ન હોવી જોઈએ. આમ કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સાથે ઘરમાં નકારાત્મકતા પણ વધે છે. આવા સમયે તે ઘરના સભ્યો વચ્ચે અણબનાવ પણ વધારે છે. ઘરમાં આવી તસવીર સંબંધોમાં તિરાડ બનવાનું કારણ બને છે.

સૂર્યાસ્તનો ફોટો

સૂર્યાસ્તનો ફોટો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, અસ્ત થતા સૂર્યનું ચિત્ર ભૂલથી પણ ઘરમાં ક્યાંય ન લગાવવું જોઈએ. આવી તસવીર લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. આ સાથે પ્રગતિમાં પણ અવરોધ ઉભા થાય છે.

જંગલી પ્રાણીઓના ચિત્રો

જંગલી પ્રાણીઓના ચિત્રો

હિંસક અથવા જંગલી પ્રાણીઓના ચિત્રો અથવા કલાકૃતિઓ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આ સાથે આવી તસવીરો ઘરમાં તણાવ અને ઝઘડાઓનું વાતાવરણ બનાવે છે. તેનાથી સંબંધોમાં અંતર વધે છે.

વહેતા પાણીનું ચિત્ર

વહેતા પાણીનું ચિત્ર

ઘરમાં વહેતા પાણીની તસવીર લગાવવાથી ધનહાનિ થવાની સંભાવના રહે છે. જો આવી તસવીર ઘરમાં રાખવામાં આવે, તો પૈસા ટકતા નથી. પરિવારના સભ્યો ગમે તેટલા પૈસા કમાય, તો પણ તે પૈસા ઘરમાં નથી રહેતા. આ સાથે આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

કાંટાવાળા છોડના ચિત્રો

કાંટાવાળા છોડના ચિત્રો

ઘરમાં ક્યારેય કાંટાવાળા ઝાડ અને છોડની તસવીરો ન લગાવો. આમ કરવાથી ઘરમાં ઝઘડાનું વાતાવરણ બને છે. ઘરના લોકો અવારનવાર ઝઘડો અને કંકાસ કરે છે. આ સાથે પ્રગતિમાં અવરોધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X