Vastu Tips: વૈવાહિક જીવનમાં ક્લેશનું કારણ બને છે આ વસ્તુઓ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?
Vastu Tips for Husband-Wife Relation: લગ્ન બાદ પતિ-પત્ની પોતાનું ઘર સજાવે છે. આવામાં જો તમારા પણ નવા નવા લગ્ન થયા છે, અથવા ટૂંક સમયમાં વિવાહ થવાના છે, તો તમારે આ વાસ્તુ ટિપ્સ જાણી લેવી જોઇએ, જેથી તમારુ લગ્નજીવન સુખી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો તમે તમારા ઘરની સજાવટ કરતી વખતે વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખો છો, તો તમારું લગ્ન જીવન શાંતિપૂર્ણ રીતે પસાર થાય છે.

બેડરૂમ કેવો હોવો જોઈએ? - વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, તમારા બેડરૂમમાં ટીવી ન હોવું જોઈએ. તેની સાથે જ બેડરૂમમાં કેક્ટસ વગેરે જેવા કાંટાવાળા છોડ ક્યારેય ન રાખવા જોઈએ. આમ કરવાથી લડાઈની સ્થિતિ સર્જાવા લાગે છે.
આ વાતનું પણ ધ્યાન રાખો કે, તમારા બેડરૂમમાં ડૂબતું જહાજ, મહાભારત યુદ્ધ કે હિંસક પશુ-પક્ષીઓ જેવી નકારાત્મક ઉર્જા આપતી કોઈ તસવીરો ન હોવી જોઈએ. તેનાથી ભવિષ્યમાં વિવાહિત જીવનમાં તણાવ વધી શકે છે.
આ નિયમોને ધ્યાનમાં રાખો - રસોડાની નજીક શૌચાલય ક્યારેય ન બનાવવું જોઈએ. આ સાથે રસોડાની નીચે કે, ઉપર ટોઈલેટ ન હોવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે, જે તમારા સંબંધોમાં તિરાડ લાવી શકે છે. આ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં શૌચાલય ન હોવું જોઈએ.
આ વસ્તુઓને ઘરમાં ન રાખો - તૂટેલી વસ્તુઓ જેવી કે તૂટેલી ઘડિયાળ અથવા વણવપરાયેલા ચંપલ અને બુટ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. તેમજ વાસ્તુ અનુસાર, જો ઘરમાં નળ ચાલુ હોય, તો વ્યક્તિને નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી શકે છે. જે ભવિષ્યમાં ઝઘડાનું કારણ બની શકે છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તેનું સમારકામ કરવું જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
