Shukra Gochar 2023: શુક્રનુ રાશિ પરિવર્તન 22 જાન્યુઆરીએ, આ રાશિઓને મળશે અઢળક લાભ
શુક્રનુ 22 જાન્યુઆરીએ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યુ છે. ચાર રાશિઓને અઢળક લાભ મળશે.
Shukranu Rashi Parivartan: ભોગવિલાસ, દાંપત્ય સુખ અને વૈભવી જીવનનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર, 22 જાન્યુઆરી, 2023, રવિવારના રોજ બપોરે 3.52 કલાકે તેના મિત્ર ગ્રહ શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર-શનિનો આ સંયોગ 15 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રે 8:01 વાગ્યા સુધી રહેશે. શુક્ર 25 દિવસ સુધી તેના મિત્રના ઘરે રહેશે. તમામ રાશિઓને કોઈને કોઈ સ્વરૂપે શુભ ફળ મળવાના જ છે. કારણ કે શુક્ર ધન, વૈભવી જીવન આપે છે અને શનિ સ્થિરતાનુ પ્રતિક છે.

ચાર રાશિઓને મળશે વધુ લાભ
કુંભ રાશિમાં શુક્ર-શનિની યુતિથી ચાર રાશિઓને વધુ લાભ મળવાનો છે. શનિ પોતાના ઘરમાં કુંભ રાશિમાં હોવાથી વધુ શુભ ફળ આપશે. આ ચાર રાશિઓ છે શનિની મકર-કુંભ અને શુક્રની વૃષભ-તુલા. આ ચાર રાશિના લોકોના ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. જો કોઈ પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય તો તે લગ્નમાં પરિણમી શકે છે. જે લોકોએ પોતાના જીવનમાં પ્રેમની શરૂઆત નથી કરી, તેઓને પણ તે મળશે. પરંતુ જેમની કુંડળીમાં શુક્ર નબળો છે તેમને આ બધા ફળોની ઉણપ જોવા મળશે. કુંભ રાશિ પણ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે, તેથી કુંભ રાશિના લોકો વિશેષ લાભ મેળવી શકે છે.
ઉચ્ચની રાશિઓ પર પ્રભાવ
શનિની ઉચ્ચ રાશિ છે તુલા અને શુક્રની મીન રાશિ છે. આ બંને રાશિના લોકોને વિશેષ લાભ પણ મળી શકે છે. તુલા રાશિના લોકોની લવ લાઈફ શાનદાર રીતે આગળ વધશે ત્યારે મીન રાશિના લોકોને સ્થાયી સુખ મળશે. માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
નીચ રાશિઓ પર પ્રભાવ
શનિની નીચ રાશિ મેષ અને શુક્રની કન્યા છે. શુક્ર અને શનિનો સંયોગ આ બે રાશિના લોકો પર વિપરીત અસર કરી શકે છે. આ બે રાશિના લોકોનુ લગ્ન જીવન મુશ્કેલ રહેશે. સંકટ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં અલગતા આવી શકે છે. જ્યારે આર્થિક દૃષ્ટિએ પણ તમે દિશાહિન સ્થિતિમાં રહેશો. જો પૈસા ક્યાંક અટવાયેલા છે, તો તેના પરત આવવાની શક્યતા પણ ઓછી રહેશે.
અન્ય રાશિઓ પર પ્રભાવ
મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન આ પાંચ રાશિના લોકો પર શુક્ર અને શનિના સંયોગના મિશ્ર પરિણામો મળવાના છે. આ રાશિના જાતકોને ધન તો મળશે પરંતુ ખર્ચ વધુ થશે. જો કે, મોટાભાગનો ખર્ચ પરિવારની જરૂરિયાતો પર જ થશે. વિવાહિત જીવનમાં મધુરતા આવશે, નવા પ્રેમ સંબંધો પણ મળશે પરંતુ પ્રેમમાં પારદર્શિતા જાળવવી પડશે. અંતર રાખવાથી કે છૂપાવવાથી મતભેદ થશે.
શું ઉપાય કરવા
શુક્ર અને શનિના 25 દિવસની યુતિ દરમિયાન તમામ રાશિના જાતકોએ તેમના વર્તન પર સંયમ રાખવો જોઈએ. કોઈની સાથે અર્થહીન વિવાદમાં ન પડવુ. રોજ કપાળ પર કેસરનુ તિલક લગાવવુ. મહિલાઓએ કેસરના બિંદી લગાવવી. દરરોજ મા લક્ષ્મીના દર્શન કરવા.












Click it and Unblock the Notifications
