Vrishabha (Taurus) Career Horoscope 2021: પાછલા વર્ષની કમીઓ દૂર થશે, લાભ જ લાભ થશે
Vrishabha (Taurus) Career Horoscope 2021: વૃષભ રાશિના લોકોનું કરિયર વર્ષ 2021માં શનિના પ્રભાવમાં રહેશે, માટે આકરી મહેનત તો કરાવશે જ પરંતુ તેનું શુભ પરિણામ પણ મળશે. કરિયરને આ વર્ષે ગતિ મળશે. દશમ કાર્ય સ્થાન પર કુંભ રાશિ આવી રહી છે, જેનો સ્વામી શનિ છે. સાથે જ નવમા ભાગ્ય ભાવમાં શનિ અને ગુરુની યુતિ ભાગ્યને પ્રબળ બનાવી રહી છે. આ વર્ષે તમે જેવી જૉબ બિઝનેસ કરવા માંગો છો તેને અનુરૂપ આગળ વધો સફળતા જરૂર મળશે.

મેડિકલ ક્ષેત્રમાં સારો ગ્રોથ
નોકરીયતા લોકોને પ્રમોશન મળશે. તમારા કાર્યથી સંતુષ્ટ થઈ વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ અને પ્રશંસા મળશે. કોર્પોરેટ કંપનીમાં કામ કરતા લોકોને આ વર્ષે ટાર્ગેટ પૂરો કરવામાં સફળતા મળશે અને આ કારણે જ તમારી ઉન્નતિ પણ બનશે. જે લોકો હજી સુધી નોકરીની તલાશમાં છે તેમને એકથી વધુ જગ્યાએ જૉબ ઑફર આવી શકે છે. આ વર્ષ વૃષભ રાશિના જે લોકો હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ થનાર છે. દવાઓના કામકાજ, ડૉક્ટર, આયુર્વેદ, યોગ જેવા ક્ષેત્રોમાં સારો ગ્રોથ રહેશે. તેનાથી જોડાયેલા કાર્યોથી યાત્રાઓ પણ કરવી પડશે. શનિની દ્રષ્ટિ અગિયારમાં ભાવ પર રહેવાના કારણે આ ક્ષેત્રોથી સારી આવક પણ મેળવી શકો છો. જો તમે તમારી જોબમાં બદલાવ કરવા માંગો છો અથવા સ્થાન પરિવર્તન કરવા માંગો છો તો જાન્યુઆરીથી માર્ચ અને સપ્ટેમ્બરથી નવેમ્બરનો સમય સૌથી બેસ્ટ રહેશે.

વિદેશ વેપારમાં લાભ કમાઈ શકશો
જાન્યુઆરીથી માર્ચ અને સપ્ટેમ્બરથી નવેમ્બરના સમયમાં જો તમે કાર્ય પ્રારંભ કરવા માંગો છો અથવા કોઈ બદલાવ કરવા માંગો છો તો જરૂર કરો. જૂની યોજનાઓ સાકાર કરવામાં પણ આ સમય તમારી મદદ કરશે. ઈમ્પોર્ટ, એક્સપોર્ટ વગેરેના કામમાં લાભ મળશે. વિદેશી વેપારથી લાભ કમાઈ શકશો. શેર માર્કેટ, કોમોડિટી, ઈન્સ્યોરન્સ સેક્ટર સાથે જોડાયેલા નોકરિયાતો અને આ ક્ષેત્રોમાં બિઝનેસ કરી રહેલા લોકોએ સતર્ક રહેવું પડશે. મોટા ઉલટફેરના સંકેત છે માટે તમારા રિસ્ક પર કામ કરો.

વર્ષનો ઉપાય
વૃષભ રાશિના જાતક વર્ષમાં શનિદેવની આરાધના કરે. આની સાથે જ ભગવાન ગણેશનું નિત્ય દર્શન- ધ્યાન કરે. પ્રત્યેક બુધવારે ગણેશજીને દૂર્વા અને ગુંદીના લાડવાનું નિવૈધ ચઢાવો.