Feng Shui Tips: સુખી લગ્નજીવન જીવવા માંગો છો? તો જાણી લો આ પાંચ ફેંગશુઈ ટિપ્સ
Feng Shui Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘર સજાવટ સંબંધિત નિયમો છે. ભાપતમાં જેમ વાસ્તુશાસ્ત્ર છે, તેવી રીતે ચીનમાં પણ ઘર સજાવટના નિયમો જણાવતું શાસ્ત્ર છે, જેને ફેંગશુઇ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુખી દાંપત્ય જીવન સંબંધિત નિયમો પણ જણાવવામાં આવ્યા છે.
ફેંગશુઈ એક ચીની પ્રાચિન વાસ્તુશાસ્ત્ર છે, જેમાં સકારાત્મક ઉર્જાને વધારવાના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોને અપનાવીને તમે તમારા સંબંધોમાં સુધારો કરી શકો છો. આ સાથે સાથે જીવનમાં પ્રેમ અને સુખ-સુવિધાનો પણ વધારો કરી શકો છે. આ અહેવાલમાં સુખી લગ્નજીવન માટેની પાંચ ફેંગશુઈ ટિપ્સ જાણીશું.
બેડરૂમનું યોગ્ય સ્થાન અને સજાવટ - ફેંગશુઈમાં જણાવ્યા અનુસાર, બેડરૂમનું સ્થાન અને સજાવટ લગ્ન જીવન પર ગાઢ અસર કરે છે.
દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડરૂમ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશા પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થિરતા અને પ્રેમને પ્રોત્સાહન આપે છે.
બેડરૂમ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જોઈએ. ક્લટર નકારાત્મક ઉર્જા બનાવે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. બેડને એવી રીતે મૂકો કે, તે રૂમની મધ્યમાં હોય અને બંને બાજુએ સમાન જગ્યા હોય, જેથી સંતુલન જળવાઈ રહે.
પ્રેમ પ્રતીક યીન યાંગ - ફેંગશુઇમાં યીન-યાંગનું સંતુલન પ્રેમ અને સંવાદિતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બેડરૂમમાં હંમેશા જોડીમાં વસ્તુઓ રાખો, જેમ કે બે મીણબત્તીઓ, બે પક્ષીઓ અથવા બે હૃદયના આકારની સજાવટ. આ વસ્તુઓ યીન-યાંગનું પ્રતીક છે, અને સંબંધોમાં સંતુલન લાવવાનું કામ કરે છે.

ગુલાબી અને લાલ રંગોનો ઉપયોગ - ફેંગશુઈમાં ગુલાબી અને લાલ રંગને પ્રેમ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. બેડરૂમની દિવાલોને આછા ગુલાબી રંગથી રંગો અથવા લાલ ગાદલા, બેડશીટ અને પડદાનો ઉપયોગ કરો.
જો આખા રૂમમાં ગુલાબી અથવા લાલ રંગનો ઉપયોગ કરવો શક્ય ન હોય તો, મીણબત્તી સ્ટેન્ડ અથવા ફોટોગ્રાફ્સ જેવી નાની વસ્તુઓમાં આ રંગોનો સમાવેશ કરો. તેનાથી સકારાત્મક ઉર્જા વધશે, આ સાથે સંબંધોમાં પ્રેમ અને હૂંફ પણ આવશે.
રોઝ ક્વાર્ટઝ અને અન્ય ક્રિસ્ટલ્સનો ઉપયોગ - ફેંગશુઈમાં ક્રિસ્ટલને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. રોઝ ક્વાર્ટઝ, જેને પ્રેમના રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવાથી વિવાહિત જીવનમાં પ્રેમ અને સુમેળ વધે છે. રોઝ ક્વાર્ટઝ સંબંધોને મજબૂત કરવામાં અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે.
અરીસા અને પાણીના તત્વથી રક્ષણ - ફેંગશુઇમાં અરીસાઓનું યોગ્ય સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેડરૂમમાં અરીસાને એવી રીતે ન લગાવો કે તે પલંગ પર સૂતા વ્યક્તિને બતાવે. આમ કરવાથી સંબંધોમાં તણાવ અને મતભેદ વધી શકે છે.
આવી જ રીતે, બેડરૂમમાં એક્વેરિયમ, પાણીના ચિત્રો અથવા ફુવારા જેવા પાણીના તત્વો ન રાખો. આ વસ્તુઓ બેડરૂમમાં અસ્થિરતા અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે.
ફૂલોનો ઉપયોગ - તાજા અને સુગંધિત ફૂલો પ્રેમ અને સંવાદિતા વધારવામાં મદદરૂપ થાય છે. ગુલાબ અને કમળના ફૂલોને વિશેષ શુભ માનવામાં આવે છે. તમારા બેડરૂમમાં હંમેશા તાજા ફુલો જ રાખો.
સુગંધિત મીણબત્તીઓ અને સુગંધ - બેડરૂમમાં સુગંધિત મીણબત્તીઓ સળગાવવાથી સકારાત્મક અને રોમેન્ટિક વાતાવરણ બને છે. આ સાથે સુગંધથી તમારા બંનેનો મુડ પણ હળવો રહેશે.
જૂની વસ્તુઓ દૂર કરો - બેડરૂમમાં જૂની, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ ન રાખો. આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ વસ્તુઓના કારણે ઘરમાં કંકાસ થઈ શકે છે. જેથી આવી વસ્તુઓને ઘરમાંથી દુર કરવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
