ઘરમાં કોઈના મૃત્યુ પછી ચૂલો કેમ નથી સળગાવતા? જાણો કારણ

ગરુણ પુરાણમાં અંતિમ સંસ્કાર અને ત્યારબાદ મૃતકની આત્માની શાંતિ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેનુ પાલન કરવુ જોઈએ.

નવી દિલ્લીઃ ગરુણ પુરાણમાં અંતિમ સંસ્કાર અને ત્યારબાદ મૃતકની આત્માની શાંતિ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેનુ પાલન કરવુ જોઈએ. આમાંનો એક નિયમ છે ઘરમાં કોઈના મૃત્યુ પછી થોડો સમય ચૂલો ન સળગાવવાનો અને ખોરાક ન રાંધવાનો. આ સિવાય મૃતકના પરિવારજનો અંતિમ સંસ્કારથી લઈને તેરમી અને તેના પછી પણ અનેક વિધિઓ કરે છે. દરેક ધર્મમાં મૃત્યુ અને તેના પછીની અંતિમ ક્રિયાઓ અંગે કેટલાક નિયમો અને પરંપરાઓ હોય છે.

ગર્ભ સંસ્કારથી અંતિમ સંસ્કાર સુધી

ગર્ભ સંસ્કારથી અંતિમ સંસ્કાર સુધી

હિંદુ ધર્મમાં 16 સંસ્કારોનો ઉલ્લેખ છે. ગર્ભ સંસ્કારથી લઈને મૃત્યુ પછી કરવામાં આવતા અંતિમ સંસ્કાર સુધી (16મો સંસ્કાર). ગરુણ પુરાણ અંતિમ સંસ્કાર અને મૃત્યુ પછી આત્માની યાત્રા વિશે પણ જણાવે છે. એટલા માટે ઘરમાં કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે.

શું છે કારણ

શું છે કારણ

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પરિવારમાં કોઈનુ મૃત્યુ થાય છે ત્યારે તેના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી ઘરમાં ચૂલો ન પ્રગટાવવો જોઈએ. અંતિમ સંસ્કાર પછી જ્યારે આખો પરિવાર સ્નાન કરી લે તે પછી જ ભોજન રાંધવુ જોઈએ. ઘણા ઘરોમાં 3 દિવસ પછી ઘર સાફ ન થાય ત્યાં સુધી ઘરમાં ખોરાક ન રાંધવાની પરંપરા છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો જવાબદાર છે. ગરુડ પુરાણ અનુસાર જ્યાં સુધી વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં ન આવે ત્યાં સુધી તે પોતાના પરિવાર અને દુનિયાના મોહમાં રહે છે. આ સ્થિતિમાં મૃતકને માન આપવા માટે ઘરમાં ભોજન રાંધવુ કે ખાવુ જોઈએ નહીં.

શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૃતકના શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા વગેરેનો જન્મ થાય છે. માટે જ્યારે મૃતદેહને ઘરમાં રાખવામાં આવે છે ત્યારે આ સમય દરમિયાન ઘરના લોકો દ્વારા રસોઇ કરવાને કારણે ચેપ ફેલાવાની સંભાવના વધારે છે. તેથી અંતિમ સંસ્કાર પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભોજન રાંધીને ખાવુ જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X