For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શમીના વૃક્ષના પૂજાથી શનિદેવ થશે પ્રસન્ન, આ ઉપાયથી દૂર થશે તમામ દુઃખ

આયુર્વેદિક રીતે શમીનું વૃક્ષ અત્યંત ગુણકારી ઔષધિ મનાયું છે. આમ તો શમીના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે

|
Google Oneindia Gujarati News

આયુર્વેદિક રીતે શમીનું વૃક્ષ અત્યંત ગુણકારી ઔષધિ મનાયું છે. આમ તો શમીના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે, પરંતુ આ વૃક્ષ ભગવાન શિવ અને ગણેશનું પ્રિય મનાયું છે. ગણેશજી અને શનિદેવ બંનેને શમીનું વૃક્ષ પ્રિય છે.

આ પણ વાંચો: શનિ જયંતિએ ભૂલથી પણ ન કરશો આ કામ, શનિ થશે કોપાયમાન

શમીના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ અને ભગવાન ગણેશ બંનેની કૃપા મેળવી શકાય છે. આ ઝાડમાં ભગવાન શિવ સ્વયં વાસ કરે છે, જે ગણેશજીના પિતા અને શનિદેવના ગુરુ છે. જો તમારા પર શનિની સાડા સાતી કે પનોતી ચાલતી હોય કે પછી તમે શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છતા હો, તો આટલા આસાન ઉપાય અજમાવો.

શનિદેવને પ્રસન્ન કરવા

શનિદેવને પ્રસન્ન કરવા

  • શમીના વૃક્ષના મૂળને કાળો દોરામાં બાંધી તેને ગળામાં કે બાવડા પર પહેરો. આમ કરવાથી શનિદેવ સંબંધિત જેટલા પણ વિકાર છે, તેનું તાત્કાલિક નિવારણ થશે.
  • શમીના પંચાંગ એટલે કે ફૂલ, પાન, ડાળી અને રસ તેમજ મૂળનો ઉપયોગ કરવાથી શનિ સંબંધિત દોષમાંથી ઝડપથી મુક્તિ મળે છે.
  • નિયમિત રીતે શમીના વૃક્ષની પૂજા કરવામાં આવે અને વૃક્ષ પાસે સરસિયાનો દીવો કરવામાં આવે, તો શનિ દોષના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
શુભ ફળ મેળવવા

શુભ ફળ મેળવવા

  • શુભ ફળ મેળવવા માટે શમીની ડાળીને રોજ રાત્રે પ્રગટાવીને ઘરના મુખ્ય દ્વાર સામે રાખવાથી દુઃખ દૂર થાય છે. શમીના કાંટાનો ઉપયોગ તંત્ર મંત્ર, બાધા અને નકારાત્મક શક્તિઓના નાશ માટે થાય છે.
  • શમીનું વૃક્ષ ઘરથી ઈશાન ખૂણામાં હોય તો તે લાભદાયક છે. શમીના વૃક્ષની હાજરીથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે.
આ ઉપાયોથી શનિદેવને કરો પ્રસન્ન

આ ઉપાયોથી શનિદેવને કરો પ્રસન્ન

  • શનિ કૃપા મેળવવા માટે સૌથી સહેલી રીત છે તમારા ઘરની છત પર શનિવારે કાગડાને કાળા ગુલાબજાંબુ ખવડાવો અને શનિ ભગવાનની મહિમાનું પઠન કરો.
  • શનિવારના દિવસે ઘરની નજીક કોઈ કાળા શ્વાનને રોટલી પર સરસિયું ચોપડીને જમાડવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
  • ભગવાન હનુમાન અને શનિ દેવને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ શનિવાર છે. શનિવારે શનિદેવનું વ્રત કરી તેમની પૂજા કરો. સંધ્યા આરતીમાં હનુમાનજીની ભક્તિ કરો.
આ ઉપાયોથી શનિદેવને કરો પ્રસન્ન

આ ઉપાયોથી શનિદેવને કરો પ્રસન્ન

  • શક્ય હોય તો કાળા હાથીને ભોજન કરાવી તેમની સેવા કરવાથી પણ તમે શનિદેવને ખુશ કરી શકો છો.
  • શનિવારના દિવસે એક વાટકીમાં સરસિયું મૂકીને તેમાં પોતાનો ચહેરો જુઓ. પછી આ તેલનું દાન કરી દો. આમ કરવાથી તમારી શનિ દશામાં સુધારો આવશે. શનિવારે શનિ મંદિરમાં જઈને શનિચાલીસા અને શનિ મંત્રનો પણ પાઠ કરો.

English summary
we should worship of shami tree to please shani dev
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X